Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૧૯
ભાગ કરતાં મોટી સંખ્યામાં અને સારી કુશળતાવાળા અહીં હતા. આ દેશમાં રહેતા પ્રજાજનની જરૂરની દરેકે દરેક ચીજો તેઓ બનાવતા હતા. એટલું જ નહીં પરંતુ દેશાવરના લેકની રૂચિ અનુસાર તેઓને વપરાશની ચીજો પણ તેઓ બનાવતા હતા. કારીગરોમાં ચડતા ઉતરતા દરજજાના પણ અનેક વર્ગો હતા. એકજ ધંધાને લગતા સામાન્ય કળાવાળા કારીગરે જેમ હતા, તેમજ એજ ધંધામાં પારંગત અને પરમ નિષ્ણાત કાર્યકરે પણ હતા. જાડાં ખાદીના વેજા વણનારા હતા, ત્યારે બીજી તરફ ઢાંકાની મલમલ વણનાર પણ હતા. ગામડાઓમાં પૂતળીઓ વાળા કર છેડા નાંખનારા હતા, ત્યારે બીજી બાજુ પટોળા વણનાર પણ હતા. એમજ સુતાર, દરજી, લુહાર, સેની, તથા બીજા અનેક કારીગર વિષે હતું. જયપુર, દિલ્હી, બંગાળના અમુક શહેરે કારીગરીમાં પ્રખ્યાત હતા. જુદી જુદી કારીગરી માટે જુદા જુદા ખાસ મથકે હતા, અને મFક રૂ૫ સ્થળો આખા ભારતમાં અનેક હતા. એ રીતે પ્રજાને વ્યવહારોપયોગી અનેક ચીજો મળતી હતી. જો કે આ દરેક ચીજો પ્રાચીન કાળના વર્ણન કરતાં ઉતરતા પ્રકારની હતી. કારણ માત્ર પ્રજાની શક્તિ ઉત્તરોત્તર એટલી ઘટી હતી તેના પ્રમાણમાં કળા અને કારીગરીમાં ફેર પડતો ગયો હતો. પરંતુ આજના કરતાં પરદેશીઓના આવવા પહેલાં ઘણીજ ચીજો દરેકે દરેક દેશે કરતાં ઉત્તમ ઉત્તમ મળતી હતી. આખી દુનિયા કરતાં ચડીયાતી વસ્તુઓ હતી, અને પ્રજા જીવન પણ એ ચીજોથી પિતાની જરૂરીઆત પૂરીને ચલાવી શકાય તેવું વ્યવસ્થિત અને મર્યાદિત હતું. આ બાબતમાં થોડા સિકા પહેલા પ્રજાજીવનનો ઇતિહાસ જેવાથી એ વાત કોઈપણને કબૂલ કરવી પડે તેમ છે.
પરદેશીઓના આગમન પછી તેઓએ યુક્તિપ્રયુક્તિ કરીને આ વિશાળ દેશમાં એવી રીતે પ્રવેશ કર્યો કે–જેથી કરી અહીંની કળા-કારીગરીને કદી ન લાગેલો અસાધારણ ફટકો પડ્યો.
જો એ ફટકો પડયો ન હોતતો, આજે પણ આ આર્યપ્રજાની કળા કારીગિરી અને જરૂરીઆતની ઉત્તમ ચીજે ઉત્પન્ન કરવાનું કૌશળ અજોડ જ હેત.
પરદેશના કારીગરોને ઉત્તેજન આપવા માટે પ્રથમ અહીંના માલ માટે ત્યાં વિચિત્ર જકાતી ધોરણ ગોઠવવામાં આવ્યા. અહીં જેમ જેમ રાજકીય લાગવગ વધતી ગઈ, તેમ તેમ અહીં પણ જકાતી ધોરણ બદલાવી નાંખવામાં આવ્યું. જેમ જેમ સત્તા વધી તેમ તેમ અહીંના કારીગરો વધુનેવધુ મુશ્કેલીમાં મૂકાતા યા. ત્યાંના કારીગરોને વધુ ઉત્તેજના મળતી ગઈ ને તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org