Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૧૮ જાય છે. ત્યારે હાવામાં કેવી કેવી ચીજો વાપરે છે ? અને કેવી રીતે હાય છે? તથા કેવી રીતે તેમને હરાવવામાં આવે છે ? તથા દેવના સ્નાન, તીર્થકરોના સ્નાત્ર. એ વાંચતા અને તેનો વિચાર કરતાં આપણું મનમાં થાય છે કે–આથી ઉંચી રીતે ન્હાવાનું જગતમાં સંભવિત નથી.
આજ પ્રકારે સુંદરમાં સુંદર પુરુષ કેવો હોય, સુંદરમાં સુંદર સ્ત્રી કેવી હેય, સુંદરમાં સુંદર શરીર કેવું હોય, સુંદરમાં સુંદર મહું કેવું હોય, સુંદરમાં સુંદર મહેલ કેવા હાય. સુંદરમાં સુંદર ચિત્ર કેવું હોય, સુંદરમાં સુંદર સંગીત કેવું હોય, સુંદરમાં સુંદર નાટક-નૃત્ય કેવું હોય ? (દાખલા તરીકે સૂર્ય દેવના વ -વિગેરે અક્ષરના આકારના તથા બીજા અનેક પ્રકારના નૃત્યના વર્ણનના પાનાના પાના ભરેલા છે.) તે દરેક વર્ણનના વ્યવસ્થિત સૂત્રો છે. જેમાં તે તે વસ્તુનું સર્વોત્કૃષ્ટ વર્ણન કરેલું હોય છે, તેમજ હલકામાં હલકી વસ્તુના પણ વર્ણનના જુદા સૂત્રો હોય છે. એ પ્રકારે રચાયેલા સૂત્રેના ટુકડાઓ જ્યાં જરૂર પડે ત્યાં હા કહીને જોડી દે છે. એમ કરીને આખા વિશ્વની ઘટનાને વર્ણવવાને સૂત્રાત્મકતા ઉત્પન્ન કરી લીધી છે. એમ કરીને સાહિત્યમાં જે ખુબી દેખાય છે, તેને તે વિચાર અહીં નહીં કરીએ. પરંતુ વ્યવહારમાં આવતા, આવી શકતા, આવી શકે તેવા અનેક પદાર્થો ઘણીજ ભવ્ય ભાષામાં બતાવ્યા છે. જેમાંના અનેક પ્રકારે આજનું વિજ્ઞાન પણ વાપરી શકતું નથી, વાપરી શકશે પણ નહીં.
એટલે વ્યવહારુ ઉપયોગ વિષે પણ આ રીતે આપણને જૈન શાસ્ત્રોમાંથી અનેક પ્રયોગ મળી શકે તેમ છે. પ્રજાના જેવા દેશઃ કાળઃ અને સ્થિતિઃ તે પ્રમાણે તેને તે ઉપયોગ કરી શકે છે.
એ વાત પણ તમારી ખરી માની લઈએ, પરંતુ એ વર્ણન તે શાસ્ત્રોમાં છે ને? તેથી રંધાય શું ? એવી ચીજો કાઈ બનાવી જાણતું ન હોય, કેઈને ત્યાં મળે નહીં, કોઈ તેનો ઉપગ જાણે નહી, તે શા કામનું ?
એ બરાબર છે, તેનો જવાબ પણ આપતાં પહેલાં એટલું તે તમારી પાસે કબૂલ કરાવી લેવું જ પડશે કેઅમારા પૂર્વ પુરુષોની જાણ બહાર એ વસ્તુઓ નહેાતી જ. એટલું કબુલ કરે, એટલે તમને તમારા એ પ્રશ્નને પણ જવાબ આપવા તૈયાર છીએ. અને જવાબ એ છે કે
એવી વસ્તુઓ મેળવવાને આધાર કારીગરો અને તે તે બાબતના ધંધાર્થીઓ ઉપર છે.
ઈતિહાસ પાકી સાક્ષી પૂરે છે કે આ દેશમાં પશીઓના આવવા પહેલાં દરેકે દરેક વસ્તુઓના બનાવનારા અને વેચનારા દુનિયાના કોઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org