Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૪૯ ત્રીજી પરિષદમાં મીલાલન પ્રતિનિધિ તરીકે ગયા. પણ તેમાં તેમને પ્રથમ ભાગ લેવા ન દીધો. લાગવગથી ઘુસવું પડ્યું. ભાગ લેવા ન દેવાનું કારણ માત્ર-જૈનેની નાની સંખ્યાજ” જાહેરમાં બહાર આવ્યું હતું.
કેવું વિચિત્ર કારણ? પૂ. આત્મારામજી મહારાજને આગ્રહ કરીને બોલાવાય છે, ત્યારે ત્રીજી પરિષદ્ વખતે પ્રતિનિધિ પણ માંગવામાં આવતો નથી. પેસવા જાય છે, તેને પણ નકારવામાં આવે છે, ત્યારે તેમને લાગવગ લગાડવી પડે છે. સંખ્યાનું બહાનું શા માટે આગળ કર્યું હશે ? એ એક કોયડો છે. ત્યારે શું નાની સંખ્યાને લીધે જેનેને ન પેસવા દેવાને તેઓને પાકે પાયે વિચાર ખરે?
બને ય નહી.
સંખ્યાનું બાનું આગળ ધરવાનું કારણ તે “જેને પોતાની સંખ્યા વધારવાની ભૂલ ભૂલામણીમાં પડે.” “જે આપણે સંખ્યા વધારી શું નહીં તો, આપણું વિશ્વધર્મ પરિષદૂમાં સ્થાન રહેશે નહીં.” એવી બીકથી કેટલાક ભેળા જેને સંખ્યા વધારવાની હરિફાઈમાં પડે,
અને વિશ્વધર્મ પરિપક્વનું ધ્યેય “છેવટ કોઈપણ એકજ ધર્મ દુનિયામાં સ્થિર કરો. અને તે પણ ખ્રીસ્તીજ.” કેમકે–સંખ્યા ઉપર આધાર મૂકવામાં જ અહીં તેમની પોલીસી પણ સ્પષ્ટજ થઈ જાય છે.
એ કામમાં જે જે ધર્મવાળા સહકાર આપે તે લેવામાં વાંધે છે ? ન આપે તે પણ લે જોઈએ. “ એક ધર્મ કરો એટલે બીજા છુટક નષ્ટ કરવા” એ અર્થ સ્પષ્ટજ છે. “જેનો બુદ્ધિશાળી વર્ગ છે. તેઓ એક ધર્મ કરવાની હિલચાલમાં જોડાય, તો તેણે પોતાના ધર્મના નાશમાં પણુ સહકાર આપે તે ગણાયજ. એવું પગલું એ ભરે નહિ. પરંતુ ખરી વસ્તુસ્થિતિથી અજ્ઞાન એક સુધારક વર્ગ ઉભો કર્યો છે. તે આગળ પડવા ભરાતે ફરે છે, તેને ના પાડે, એટલે વધારે ઘુસવા તે પ્રયત્ન કરે. એટલે ભવિષ્યમાં કહી શકાય, કે “અમે તો ના પાડતા હતા, પણ તમે લાગવગથી આવ્યા, માટે પેસવા દીધા, એટલે કે–તમે તમારી ઇચ્છાથી આવ્યા છે.” એક વાત પકડયા પછી છોડાય નહીં, એટલે પછી એ સંસ્થાના ઉદેશને એ વર્ગ બરાબર વેગ તો આપેજ. એટલે ચુસ્ત વર્ગ જેર કરી શકે નહી. અને જેમ જેમ તે નબળો પડતે જાય, તેમ તેમ ધમ પણ નબળો પડતે જાય.
આ બધું થયા પછી, પાછા મી. હર્બટ વૈરન વિગેરે આગળ આવી, મી. લાલનને આગળ કરીને, ઋષભ મહાવીર જૈન સંઘ સ્થાપે છે. એટલે જૈન ધર્મને નામે યથેચ્છ પ્રચારકાર્ય માટે એક સંસ્થા તેઓએ ઉભી કરી લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org