Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
પૃષ્ઠ ૧૦૯.
ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણ એક એક છે. અને ત્યારપછીના ત્રણેય અના અનન્ત છે. કાળ વિનાના પાંચ અસ્તિકાય છે. અને જીવ વિનાના બાકીના અકર્તા છે.
“વ્યાકુળપણને અંગે ચેષ્ટાની હેતુભૂત ઈચ્છા ન હોવાથી સ્થળ ઉપર માછલાની ગતિ થતી નથી. પણ પાણી નથી માટે નથી થતી એમ ન સમજવું. માટે ગતિમાં અપેક્ષા કારણની જરૂર પડે છે. એમ કહેવામાં કોઈપણ પ્રમાણુ નથી.” એવી શંકાના ઉત્તરમાં કહી શકાશે કે–અન્વય અને વ્યતિરેકથી લોકપ્રસિદ્ધ વ્યવહારથીજ માછલાની ગતિમાં જળની હેતુતા સિદ્ધ છે, જે એમ ન હોય, તે અંત્યકારણની હાજરીમાં બીજા બધા કારણો અન્યથા સિહ ઠરી ચૂકવાને પ્રસંગ આવી જશે. ઇત્યાદિ દિશા માત્ર વિચારણું બતાવી છે. પૃષ્ઠ ૧૦૬.
અધર્માસ્તિકાય સ્થાન લક્ષણ છે. પૃષ્ઠ ૧૦૭, * ધર્માસ્તિકાય વિશિષ્ટ આકાશ, તેજ કાકાશ. તેજ ગતિને હેતુ હેવાથી ઘટ વિગેરેમાં પણ દંડ યુકત આકાશ હેતુત થશે. એ વાતમાં કાંઈ સાર નથી. પૃષ્ઠ ૧૦૮.
અહીં પક્ષી છે. અહીં પક્ષી નથી.
તે તે સ્થળના ઉંચા ભાગ સહિત મૂર્તના અભાવ વિગેરેથી, તે વ્યવહાર ઘટી શકશે.
એમ વર્ધમાને કહ્યું છે. તે નિર્દોષ નથી. કેમકે –
તે અભાવાદિકમાં નિષ્ઠ થવાથી અનુભવાતા દ્રવ્યના આધાર અંશને અપલાપ કરવાનો પ્રસંગ આવી પડશે.
તેટલાથી અપ્રતિસંધાન છતાં પણ લેક વ્યવહારથી આકાશના દેશ ભાગને લક્ષ્યમાં લઈને ઉક્ત વ્યવહાર થઈ શકે છે, માટે પણ વધ મનોક્ત નિર્દોષ નથી.
આકાશ બે પ્રકારે કહેલ છે. લોકાકાશ અને અલકાકાશ.
પણ ૧૧
ધર્મ અધર્મ આકાશ એ દ્રવ્ય એક એક કહ્યું છે. કાળ; પુદ્ગલ અને જંતુઓ અનંત દ્રવ્યો છે. એજ વાતને અનુસરીને બીજે પણ કહ્યું છે કે
ધર્મ, અધર્મ, આકાશ એકેક છે, અને ત્યારપછીના ત્રણ અનંત છે. જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે
“ભગવાન ! આ કાળ તે શું કહેવાય છે?” “ગૌતમ ! જીજ અને અજીજ ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org