Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૫૦ હવે ભારતમાં પ્રભુ મહાવીરે સ્થાપેલે પરંપરાનો સંધ, અને યુરોપને સ્પષભ મહાવીર સંધ બનેની અથડામણ ચાલુ રહેવાની જ. એ સંધ નવા જૈનો દાખલ કર્યો જશે, સંખ્યા વધારશે. અને જેનોની મોટી સંખ્યા લઈને ભવિષ્યમાં વિશ્વધર્મ પરિષદમાં જશે. અને ત્યાં બહુમતીમાં હારીને આવશે. ને પ્રીસ્તી વિશ્વધર્મ તરીકે દુનિયાના જેને પણ બંધનકર્તા થાય, તેવી રીતે સ્વીકાર કરતા આવશે. તે પછી અહીંના સંધનો વાંક કાઢશે કે-“તમેએ જૈનોની સંખ્યા વધારી નહીં, એટલે અમારે હારી જવું પડયું. જેનેની જેમ એક અંગ્રેજ ગૃહસ્થ મી. જેરામદાસ નામ ધરીને હિંદુ થયા છે. મી. ધર્મપાલ (ઈટાલીના ગૃહસ્થ છે ) જે બોદ્ધ આચાર્ય થયા છે. યુરેપના ગૃહસ્થ તે તે ધર્મમાં પેસીને તે તે ધર્મને નવું સ્વરૂપ આપીને તે તે ધર્મને પ્રચાર કરશે. જુનું સ્વરૂપ આપોઆપ તુટેજ, અને નવું સ્વરૂપ જમાનાને એટલે ખ્રીસ્તી ભાવનાને, વિજ્ઞાનને, કૃત્રિમ બંધુભાવનાને અને માત્રનીતિમય જીવનને જ અનુકૂળ ઘડતા જશે. તેમ તેમ ખ્રીસ્તી ધમનું વિશ્વધર્મ તરીકેનું કાર્ય વધારે સફળ થાય, એ સહજ જ છે.
દરેક ધર્મવાળાના મુખ્ય પુરુષોની આંતરિક ઇચ્છા ન છતાં, તે તે ધર્મમાં દાખલ થયેલ વિદેશી હિતચિંતકો તે તે ધર્મના છેડા સુધારકોની સહાયથી વધુને વધુ પિતાપિતાને ધર્મ ફેલાવવા પ્રયત્ન કરશે. અને તેથી પ્રીસ્તી ધર્મવાળાઓને પણ એ હક્ક રહેવાને જ, તે તે ધર્મમાંથી પ્રીસ્તીમાં કેમ ખેંચાઈ આવે, તેને માટે તે તે ધર્મને અભ્યાસ કરનારા, તેમાંજ તદનુકૂળ રહીને પ્રચાર કરનારા, ક્યા તવ ઉપર વધારે ભાર મૂકવાથી તે ધર્મોવાળા ધીરે ધીરે મૂળ ચૂસ્તતા ઉપરથી ખસશે ? વિગેરે પ્રકારની ગોઠવણ કરી લીધી છે. એટલે દરેક ધર્મવાળા પોતપોતાની સંખ્યા વધારવાની ધમાચકડીમાં પડે, અને પછી એ કાર્ય બંધ કરવામાં આવે. કેમકે “જગતમાં વિશ્વધર્મ એકજ જોઈએ.” એ ભાવના જ ધમાચકડી બંધ પાડી દેશે. અને “તે માટે કયો ધર્મ લાયક છે?” એ પ્રશ્ન પછી આવીજ રીતે નવી હીલચાલનું અંગ બની જતાં– ધમાધમી બંધ પડતાં–ખ્રીસ્તી ધર્મમાં મોટી સંખ્યા ચાલી ગયેલી માલૂમ પડશે. બીજા ધર્મમાંથી તે તે બીજા ધર્મોમાં થોડા થોડા કે ઘણું કામચલાઉ દાખલ થયા હોય, પરંતુ તે તે ધર્મોના ચૂસ્ત લોક ખ્રીસ્તીમાં કે બીજા જેમાં જેમાં દાખલ થઈ ગયા હોય, તે બધું ઢીલું થતાં દરેક ધર્મોમાં ખરા ચુસ્ત લોકે ઘણુજ ઓછા રહે, એ સ્વાભાવિક છે. લાગવગ, બેકારી, પૈસાની છુટ, કાયદા, પ્રચારની યુક્તિ, બહેળા સાધને, જાહેરસભાઓ વિગેરેથી ખ્રીસ્તી ધર્મવાળા ખૂબ વધી જાય, એ સ્વાભાવિક છે. રાજામહારાજાઓ, મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org