Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 272
________________ ૨૪૭ તેમની પાસે વાંચનાર રહે છે, તે પણ પ્રાયઃ હાલમાં ખ્રિસ્તી છે. એ બધું આગળ વધારવા માટે-જેનેને દીક્ષા પ્રકરણમાં પાછળ પાડવામાં આવે છે, અને તેમાં જેનોની જ નવા સ્વરૂપે સ્થપાયેલી સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જગતમાં એક ધર્મ કરી શકાય, માટે પૂર્વ દેશના યુવાનો શી મદદ કરી શકે ?” એ વિષય ઉપર નિબંધ લખનારને ૫૦૦ ડોલરનું ઇનામ આપવાનું અમેરિકાથી એ વખતે જાહેર થાય છે. મુંબઈ વિગેરે વિશ્વધર્મ પરિષદના એલચી=પ્રતિનિધિ આવી જાય છે. લગભગ તે વખતથી ને તેની પહેલાં કેટલાક જ વર્ષોથી આ દેશમાં પણ સર્વધર્મ પરિષદો ભરાય છે. અને એ જાતનું એકંદર વાતાવરણ દેશમાં ફેલાય છે. સંપ્રદાયો તોડી મૂળ ધર્મોની એકતાના વાપરા પણ ત્યારથી વાય છે. “અંદર અંદરના ધર્મોવાળા પોતેજ પ્રથમ સંપ્રદાય તેડે, તો પછી મૂળ ધર્મોને તોડીને એકજ મૂળ ધર્મને કાયમ કરવાનું કામ તો વિશ્વધર્મ પરિષદુ કરવાની છે. પણ જ્યાં સુધી સંપ્રદાયો ન તુટે, ત્યાં સુધી મૂળને તોડવાની વાત શી રીતે બને ? સંપ્રદાયે તુટે એટલે મૂળ તોડવાનું સહેલું થઈ પડે.” મૂળ ધર્મોની બ્રાન્ચ ઓફીસો તે સંપ્રદાય, સંપ્રદાયોમાં મૂળ ધર્મો : મનુષ્યોની સગવડ પ્રમાણે વહેંચાયેલા છે. એટલે સંપ્રદાય એ મૂળ ધર્મની વિશેષ શક્તિ છે. વધારે બળવાન મૂળ પેઢીજ બ્રાન્ચે કાઢી શકે. બ્રાન્ચ સંકેલવી પડે, એજ મૂળ પેઢીની નબળાઈ. બ્રાન્ચે સંકેલાયા પછી બીજી મોટી હરીફ પેઢી મૂળ પેઢીને સહેલાઈથી ઉખેડી શકે. એવીજ સંપ્રદાયના નાશની હીલચાલમાં નીતિ ગોઠવાયેલી છે. સુધારક વર્ગને આડકતરૂં માનપાન અને આર્થિક ઉત્તેજન તે પરદેશીઓ તરફથી દહેજ છે. અને તેઓ પોતપોતાના ધર્મની ઉન્નતિની નવીન સંસ્થાઓ કાઢોને, તે મારફત એકતા વિગેરેની પ્રથમ વાતો કરીને પછી સંપ્રદાયો તોડવાની વાતો કરીને મળને વધારે આગળ લાવવાની લાલચ આપે રાખે છે, ને વિનાશને પંથ સરળ કરે છે. આવું અનેક વિધ પ્રચારકાર્ય વિશ્વધર્મ પરિષદની તરફેણમાં થઈ રહ્યું છે. ત્યાર પછી ત્રણ વર્ષમાં ખુદ ઈગ્લેંડમાં ઈગ્લેંડના ધર્માધિકારીની દેખરેખમાં નામદાર ગાયકવાડ સરકારના પ્રમુખપદે વિશ્વધર્મ પરિષહ ભરાય છે. એ ધર્માધિકારીને બધા ધર્મોના તેનું તે સામાન્ય જ્ઞાન હોય છે, પરંતુ દુનિયામાં કેટલા ધર્મો છે? તેના પાળનાર કેટલા છે? કયા વધારે મજબુત છે? ક્યા વધારે ચુસ્ત છે ? કયે ધર્મ વધારે પ્રજાને આકર્ષી રહ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303