Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 271
________________ ૨૪૬ એ થાઓફીસ્ટોના બે ત્રણ સિદ્ધાંતો પણ લગભગ એવાજ જણાયા છે. ૧ બંધુભાવ ફેલાવો. ૨ વિજ્ઞાનની મદદથી ધર્મોનું સંશોધન કરવું. ૩ સદાચારમાં પ્રજાને જાગ્રત કરવી. વહેમ ટાળવા વિગેરે. તે દરમ્યાન ક્રીમેશન વિગેરે ઘણી સંસ્થાઓ, કલબો, સેસાયટીઓ, વગેરે ખ્રિસ્તી સંસ્થાઓ આ દેશમાં સ્થપાયેલી છે. તેઓ ધીમે ધીમે એ કામ શરૂ રાખે છે. - ૧૮૫૭ના બળવા પછી મઢેલી રાજદ્વારી સ્કીમને રદ કરી ફેડરેશન નામની નવી સ્કીમને અમલ કરવા પ્રજા પાસે જ તેની માંગણી કરાવવા અસહકારની હીલચાલને બહારથી દબાવવાના પગલાં ભરીને વેગ આપવામાં આવ્યો, ત્યારે એક શંકરાચાર્યને પણ પકડવામાં આવ્યા હતા. અને તે અરસામાં એક હેમ મેંબર સાહેબ એવું બોલ્યા પણ હતા કે-“દેશના સામાન્ય હિતની વચ્ચે ધર્મ આડે આવશે તો ભગવા કપડાનું માન રહેશે નહી.” લગભગ આવા તેમના શદે હતા. ત્યારથી ધીમેધીમે કંઈક પ્રત્યક્ષ રીતે વિશ્વધર્મ પરિષદને ટકા અને અહીંના ધર્મો તરફ આડકતરું દબાણ શરૂ થયેલ જેવામાં આવે છે. ૧૮૩માં ચિકાગોમાં બીજી વિશ્વધર્મ પરિષત થાય છે, તે પહેલાં ઇંગ્લોડથી ઇગ્લાંડના વડાપ્રધાન મેકડોલન સાહેબ અમેરિકામાં થોડા દિવસ ગયા હતા. તે વખતે મારું અનુમાન ચેસ હતું કે “હિંદ માટેની કોઈ વિચિત્ર જના માટે ગયા હશે.” * પહેલી ગોળમેજીના ભાષણમાં પણ “ધર્મના ઝઘડા બંધ પડો.” એવું એક તેમનું સૂચક વાક્ય પણ પ્રાયઃ હતું એમ યાદ આવે છે. અહીં “તામ્બર મુનિઓની સત્તા તેડવા માટેની હિલચાલ-દીક્ષા પ્રકરણના નામ નીચે શરૂ હતી. નામદાર ગાયકવાડ સરકારને મળવા જૈન આચાર્યો તથા મુનિઓ જાય છે. તેવામાં તેમને અતિ અગત્યના કામ માટે ઈગ્લાંડ જવું પડે છે. અને તે અગત્યનું કામ તે બીજું કાંઈ નહીં પણ અમેરિકામાં ચિકાગોની વિશ્વધર્મ પરિષદ તેમને હાથે ખુલી મૂકાવવાની હતી. કોઈ ધર્મગુરુ નહીં, ને એક રાજ્યકર્તા ધર્મપરિષદ્ ખુલી મૂકે એ આશ્ચર્ય ઘટના નથી? છે, પણ બીજી રીતે નથી જ. નામદાર ગાયકવાડ સરકારને નાનપણથી તેવું શિક્ષણ આપેલું છે. પરિષદ ખુલ્લી મૂક્તાં તેઓશ્રી સામાન્ય રીતે વેદાંતની સ્તુતિ કરે છે. જેની અહિંસા પર જેકે જેનેના નામ નિર્દેશ વિના પણ કટાક્ષ કરે છે. અને ખ્રિસ્તી ધર્મ તથા તેના પ્રચારકોની પ્રશંસા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303