Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૪૩
પ્રાર્થનાસમાજ, આર્યસમાજ, થીઓસોફીસ્ટ વિગેરે ખ્રીસ્તી ધર્મના કંઈક અનુકરણ રૂપ સિદ્ધાંતના પ્રચાર કરનારા પણ એકાએક ઉત્પન્ન થયા.
બધા ધર્મોને સરખું માન આપવું” એ ભાવના ઉભી કરી પ્રજામાંથી પિતપોતાના ધર્મ વિષેની ચુસ્તતા ઢીલી કરવામાં આવી છે. છતાં પ્રજાને ધર્મરહિત રાખવાની ઈચ્છા છે એમ માનવાને કારણ નથી. “જુદા જુદા ધર્મોને બદલે જગત્માં એક ધર્મ હોય તે ઠીક” એવી ભાવના ઉભી કરી અમેરિકામાં ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ ઉભી કરવામાં આવી હતી. એ પરિષદનું
ધ્યેય-“આખી દુનિયાના તમામ ધર્મોવાળાઓ પાસે ધીમે ધીમે “જગમાં એકજ વિશ્વધર્મ હોવો જોઈએ અને માત્ર ખ્રીસ્તી ધર્મજ વિશ્વધર્મ થવાને લાયક છે. એવી કબુલાત કરાવવી,” એ છે.
એ કબુલાત કરાવવા સુધીમાં યુરોપીયન લોકેએ જુદી જુદી સ્થાપેલીઃ અને તેના અનુકરણ રૂપે તે તે ધર્મવાળાઓએ પણ પિત પિતાના ધર્મની ઉન્નતિના ઉદેશથી કોન્ફરન્સ વિગેરે સ્થાપેલીઃ એ બનેય પ્રકારની સંસ્થાઓ મારફત ધીમે ધીમે પ્રચાર કાર્ય કરીને એ ધ્યેયની સિદ્ધિ કરવાની છે. એટલે એ પરિષદનું કાર્ય હાલમાં ઘણુંજ ધીમું દેખાય છે. પરંતુ તેનો ઉદ્દેશ સિદ્ધ કરનારી એ અવાત્ર સંસ્થાઓ તો ઝપાટાબંધ કામ કર્યેજ જાય છે.
ખ્રીસ્તી ધર્મમાં ઉંચું તત્વજ્ઞાન નથી. તેમજ તેમાં આધ્યાત્મિક જીવન વિષે ખાસ કાંઈ તો નથી. એટલે સામાન્ય રીતે પ્રજાને તેનીતિને ઉપદેશ આપે છે. તેથીજ ભારતની આધ્યાત્મિક જીવનવાળી પ્રજાને પણ નૈતિક જીવનમાં વધારે આકર્ષવામાં આવે છે. કેવળ નૈતિકની પ્રતિષ્ઠા એટલે આધ્યાત્મિક હાસ. પ્રીસ્તી ધર્મ પાસે તત્ત્વજ્ઞાન જેવું પણ કાંઈ છે જ નહીં. એટલે હાલના વિજ્ઞાનની મદદ લેવા માટે વિજ્ઞાનની પ્રતિષ્ઠા ખાસ ઉત્પન્ન કરવામાં આવે છે.
વળી ખ્રીસ્તી ધર્મ પાસે તાત્ત્વિક ઉપદેશ નથી, એટલે સંખ્યાબળ ઉપર ધર્મની શ્રેષ્ઠતા ઠરાવવામાં આવે છે. પ્રજાકીય લાગવગ ફેલાતી બેકારી, વિદેશી કેળવણું, પિતાના શાસ્ત્ર વિષે અજ્ઞાત લોકોને દરેક ધર્મ વાળાઓમાંથી ખેંચવાની તેઓએ ગોઠવી રાખેલી યુક્તિઓથી તેઓ પિતાની સંખ્યા દિવસે દિવસે વધાર્યો જાય છે. આજે વધારીને ૫૫ કરોડની સંખ્યા કરી છે. અને તેઓ એમ કહે છે-“ આ ધર્મ એટલો સારે છે કે-લકે સુખેથી તે ગ્રહણ કરી શકે તેવો છે, તેની સંખ્યા સહજમાં વચ્ચે જાયછે, ને વિશ્વમાં ફેલાઈ જશે. માટે તે ધર્મ વિશ્વધર્મ થવાને લાયક છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org