Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૦
પગભર થતા ગયા. તે તે કારીગર પોતપેાતાના ધંધામાં વગર હરીફાઈએ નવું નવું શેાધતા ગયા. અને જેમ જેમ વકરાનું ક્ષેત્ર તેમને મળતું ગયું, તેમ તેમ તેઓ આગળને આગળ વધતા ગયા. અને સાથે સાથે શોધખેાળને નામે આપણી ઘણીખરી કળાઓના હેવાલે ત્યાં પૂરા પાડવામાં આવતા ગયા, તેમ તેમ તે આગળ વધતા ગયા. પરંતુ એમને એમ એ દેશામાં પણ એકાએક મહાન કારીગરી ઉત્પન્ન થતા ગયા છે, એમ સમજવાનું નથી.
જેમ સુતાર, લુહાર, સેાની, રંગારા, ચિતારા વિગેરે અહીંહતા, તેમજ ત્યાં પણ હાય જ, એ સ્વાભાવિક છે. તેમાં પણ ચડતી ઉતરતી હેાંશીયારીવાળા હાય, એ પણ સ્વાભાવિક છે. પરંતુ એટલું ચાક્કસ છે કે તેઓ ભારતવષના કારીગરા કરતાં તે વખતે ઉતરતી શક્તિવાળા હતા. પરંતુ તેને પુષ્કળઅતિપુષ્કળ ઉત્તેજન આપવામાં આવ્યું છતાં તેઓ આગળ વધી શકે તેમ નહતું, પરંતુ રાજકીય અને ખીજી લાગવગ વધારીને અહીંના કારીગરા ઉપર સીધે કે આડકતરા અંકુશ મૂકાતા ગયા. પછી ત્યાંના એ ધંધાર્થીએ પૂરા ોરમાં આવી ગયા. બસ, હવે એક વખત હરીફાઈમાં આગળ વધી ગયા પછી ઉપર પ્રમાણે બન્નેય તરફના રાજકીય રક્ષણુને લીધે તેઓની પ્રગતિ ખૂબજ વધી ગઇ. વકરા વધતા ગયા. નવાનવા અખતરા થતા ગયા. અને તેમાંથી વિજ્ઞાન જન્મતું ગયું. વિજ્ઞાન માત્ર વિચારમાંજ વધ્યું હેત અને તે કારીગરે મારફત વ્યવહારૂ ન બનાવ્યું હત, તે તે માત્ર સમજવા વાંચવા પૂરતુંજ રહેત. આ હરીફાઈમાં પડેલા માણસેામાંના કેટલાકા જેમ જેમ વધારે બુદ્ધિ ચલાવતા ગયા તેમ તેમ તેના ધ્યાનમાં જે નવાનવા અખતરા આવતા ગયા, તેમ તેમ તે લખી રાખતા ગયા. તેને માટે પછી રાજ્યે સંસ્થા સ્થાપી આપી. એવા લખાણાના સંગ્રહ વધતા ગયા. ઉત્તરેત્તર શાધકા થતા ગયા. કારખાનાએ થયા. એમ યંત્રવાદ ઉત્પન્ન થયા. અનેક દેશમાં ફરતા મુસાફા નવાનવા અનુભવાતા ઉમેશ તેમાં કરતા ગયા. આ હાલના વિજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ છે. થેાડા ધણા પ્રાચીન વિચારોના વિચારશને વિશેષ પુષ્ટિ આપી સિદ્ધાંત તરીકે નક્કી કર્યો એટલે વિજ્ઞાન ઉભું થયું. ઈંગ્લેન્ડ અને યુરાપની સામાન્ય બુદ્ધિની પ્રજા ભારત અને ચિન જેવી સંસ્કૃતિવાળી માટી મેાટી પ્રજાએ સાથે એક્લે હાથે હરિફાઇ કરી શકે તેમ હતું જ નહી. એટલે યંત્રાની મદદ વિના તેને ચાલે તેમ હતુંજ નહીં, આ રિફાઇમાંથી ઉત્પન્ન થયેલી યંત્રવાદની તીવ્ર ભૂખમાંથી યંત્રવાદ ઉભા થઈ ગયા. અને તે શાસ્ત્રીય સ્વરૂપ લેતા ચાલ્યા. તેની સાથે જોડાયેલ અનેક વસ્તુમાં શાષખાળ શરૂ થઈ. દુનિયાની કાઈપણ જાણવાની એવી શાખા નહીં હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org