Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૩૫
સારાંશ કે–જે પ્રજા આધુનિક વિજ્ઞાનનો દરેક રીતે સારૂં સમજીને ઉપયોગ કરે છે–તેઓ તેને આગળ વધારી, વકરે કરાવી તેને મજબૂત બનાવે છે, અને એમ મજબૂત બનેલું આધુનિક વિજ્ઞાન લશ્કરી સ્વરૂપમાં દેખાવ દઈને કયારે તે ટેકે આપનારને જ કે તેના જાત ભાઈઓને કચ્ચર ઘાણ નહીં વાળી નાંખે? તે કહી શકાય તેમ નથી. તેના અનેક ફાયદા જમે કરતાં ઉપર જણાવેલું એક જ નુકશાન એવડું મેટું ઉધાર થાય તેમ છે કે-જે લાભ કરતાં વધી જાય તેમ છે. હાલનું વિજ્ઞાન સંહારક અને મહા હિંસક છે. તેમાં અસાધારણ હિંસા પડેલી છે. આ ઉપરથી બરાબર સમજી શકાશે કે આ દેશના જે વર્ગને પરદેશીઓએ સુધારક નામ આપેલું છે, તે વાસ્તવિક રીતે આ દેશને બગડેલો વર્ગ છે. અને એ જે કે થેડ વર્ગ છે, છતાં વધશે, ખરે, છતાં પણ તે એટલે બધે નહીંજ વધી શકે–તેવા આ દેશની સંસ્કૃતિમાં ઘણું મજબૂત તો છે.
આજે જાપાન ચિન ઉપર છાપે મારી રહ્યું છે. પરંતુ જે દેશે ચીનને મદદ કરશે, તેના હાથમાં ચીનને રમવું પડશે અને કાંઈક ભાગ જાપાનપક્ષના ગૌરાંગ પણ પડાવી જશે. છતાં ચીનની સંસ્કૃતિ એકાએક નાશ કરી શકાશે નહિ. એવા ઘણું હુમલા તેના ઉપર કરવા પડશે. અને બહુ લાંબા કાળ સુધી એ પ્રજા જીવંત રહી શકશે. એ જ એ પ્રજાનું જીવન છે.
અહીં દાખલે આપી શકાય તેમ છે કે-“જાપાનની જેમ ચીને હાલના વિજ્ઞાનની મદદ લીધી હેત, તે જરૂરી સામનો કરી શક્ત, અને પિતાને બચાવ પણ કરી શકત.”
આ દલીલ ઘણી જ ક્ષુદ્ર છે. ચીનના કેટલાક પ્રદેશ જશે. કેટલાક જીવન તો જશે. પણ સર્વ તો જશે નહીં, સર્વ તત્ત્વોને એકદમ નાશ કરી શકાશે નહિ.
પરંતુ જાપાન પોતાના મૂળ જીવનથી જેટલું ખસ્યું છે, તેના પ્રમાણમાં અત્યારે પરદેશીઓ આગળ વાહ વાહ પામે છે. પરદેશીઓના વખાણ સ્વાર્થ પૂર્વકના છે. પરંતુ જયારે જાપાન બરાબર આધુનિક વિજ્ઞાનના હાથમાં ફસાઈ ગયા પછી આધુનિક વિજ્ઞાનના આચાર્યોની સામે જ્યારે તેમને હરિફાઈમાં એકલે હાથે ઉતરવું પડશે. ત્યારે તેની દશા ચીનની પ્રજા કરતાં પણ વધારે ખરી થઈ જવાની. કારણ કે-જાપાન યુરેપનું વૈજ્ઞાનિક ગુલામ છે. યુરોપે જેવી પેન્સીલ, જે કાગળ, જેવું હેડર કાઢયું, તેના જ આકારનું તે કાઢે છે. તેની વૈજ્ઞાનિક શોધ સ્વતંત્ર નથી. નહીતર કાંઈ જુદુ જ કરવું જોઈએ. શું કુદરતમાં યુરોપના વૈજ્ઞાનિકોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org