Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૩૬
શોધ્યું છે, તેના કરતાં બીજું નથી જ ઘણું છે. પરંતુ તદ્દન સ્વતંત્ર વિચાર
અને સાધનો ગોઠવવાની જાપાન પાસે એ શક્તિ નથી. યુરોપના રાષ્ટ્રો પિતાના વિજ્ઞાનને ભારત અને ચીન જેવા દેશોમાં પ્રતિષ્ઠા આપવાને જાપાનને વખાણે છે, અને વિજ્ઞાનમાં આગળ વધવા દે છે; પરંતુ જ્યારે આધુનિક વૈજ્ઞાનિકોની હરિફાઈ થવાની તે વખતે જાપાન સ્વતત્ત્વટલું ટકાવી રહેશે કે ટકાવી રહેલ હશે? તે વખતે ખરી કસેટી છે. આજના વખાણથી અને ભવિષ્યમાં ક્ષયકર આજની દેખીતી ઉન્નતિથી જાપાનની પ્રજાએ રાજી થવા જેવું લાગતું નથી. એ જ સ્થિતિ, તુર્કની અત્યારની ઈસ્લામનીતિ વિષે પણ સમજવાની છે.
જે પ્રજાઓ આધુનિક વિજ્ઞાનને રસ્તે ચડી નથી, તેમની સાથે જુદી જાતની લડાઈ લડવી પડે, અને વિજ્ઞાનને રસ્તે ચડેલ સાથે વૈજ્ઞાનિક સાધનોથી લડાઈ ચાલે છે. એ હરિફાઈમાં આજ કરતાં પણ કાળી પ્રજાઓ અંદરખાનેથી વધારે ખોખરી થઈ જવાની એ વખતે પણ એક વખત આવશે. માટે આધુનિક વિજ્ઞાનને રસ્તે નહીં ચડેલી શ્યામ પ્રજા ફાટે તુટે કપડે પણ આખર લાંબો કાળ જીવંત રહેશે. કારણ કે. લશ્કરી દોરથી મારી મારીને પ્રજાને કેટલીકને મારી શકાય ? તેમજ જુલમથી સંસ્કાર પણ કેટલાક બદલી શકાય ? ગમે તેમ કરે, તો પણ કોઈને કાંઈ રહી જ જાય. આમ આખર થાતાં થાકતાં જે કાંઇ રહી જશે, એજ ભારતને વિજય, ભારતના તત્ત્વજ્ઞાનનો વિજય. ભારતની સંસ્કૃતિનો વિજય. આ બધી ધમાલ વચ્ચે અને પછી પણ જે કાંઈ થોડો ઘણો વર્ગ પણ ભારતીયજીવન પ્રમાણે જીવતે રહેશે, એજ તેને વિજય છે.
માત્ર આમાં ધીરજની ઘણી જ આવશ્યકતા રહેશે. ખરી ધીરજ રાખી શકશે તેજ વિજયી થશે. બાકી આધુનિક વિજ્ઞાનને જેઓ ટેકો આપી રહ્યા છે. તેઓ આ દેશના લેકેને પ્રજાદ્રોહ, દેશદ્રોહ, સંસ્કૃતિદ્રોહ, ધર્મદ્રોહ, કરે છે. તેમાં સંશયને અવકાશ નથી.
અનિવાર્ય સંજોગોમાં ઉપયોગ કરવો એ જુદી વાત છે, અને હાર્દિક સારું માનવું, એ જુદી વાત છે.
૧. આર્ય સંસ્કૃતિ પ્રમાણે જીવવું એ આદર્શ હેય, છતાં કોઈ કોઈ વિદેશી વૈજ્ઞાનિક વસ્તુનો ઉપયોગ ન છૂટકે કે દેખાદેખીથી કરવો પડે, તે નુકશાન તો કરે જ છે, પરંતુ એટલું નુકશાન તેથી નથી, થતું કે જેટલું–
૨. “ આર્ય સંસ્કૃતિમાં હવે કાંઇ રહ્યું નથી. અથવા તેને તેડવા પ્રયત્ન કરો.” અને આધુનિક વિજ્ઞાન વિષે મનમાં પરમ આદર રાખવાથી પરિણમે જે નુકશાન થાય છે. આ નુકશાન વધી જાય તેમ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org