Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૩૩
લેવું પડે, એ શરણ આપવાના બદલામાં ઈગ્લેંડ કાંઈ પણ શરતે કરાવ્યા વિના, ભવિષ્યને પિતાને લાભ જોયા વિના, આજે શરણ આપે ખરું કે ?
વ્યવહારૂ બુદ્ધિથી એ સમજાય તેમ છે. હિંદુસ્થાન ઉપર તે કબજો યુરોપ વાસીઓને છે. પણ તેની જોડની મહાપ્રજા ચીન ઉપર કબજો નહતો. હવે યુરેપની પ્રગતિને ધ્યાનમાં રાખીને આ કબજે લેવાને માટે યુરોપના પ્રયાસ છે. અને તેમાં છુપી રીતે પ્રજાસંઘ સમ્મત ન હોય, એમ માનવાને કાંઈપણ વાસ્તવિક કારણ નથી. *
ઈટલી અને જર્મની વિગેરે ઈગ્લાંડથી ભલે વિરુદ્ધ દેખાતા હેય, પરંતુ આધુનિક પ્રગતિના કાર્યમાં સૌને એકધારે સાથ છે જ. આપણે મુદ્રા રાક્ષસ નામના નાટકમાં વાંચીએ છીએ કે–આર્ય ચાણકય છુપી પોલીસની ડાયરીઓ મંગાવે છે, અને તેમાંથી ભદ્રષટાદિક સુભટોના ગુનહાએ વાંચે છે. વાંચીને તેઓને સજા ફરમાવે છે, શકટદાસને શૂળીની સજા ફરમાવે છે. તેને તેના પક્ષના શુળી ઉપરથી નસાડી જાય છે. અને તે બધા નાના રાક્ષસ નામના મંત્રીના અંગત નોકર તરીકે રહે છે. વાસ્તવિક રીતે તે બધા આર્ય ચાણક્યના જાસુસે જ હતા. પરંતુ આવી રીતે ગુન્હેગાર ઠરાવીને તેને કાઢી મૂકી સામા પક્ષમાં ભરતી કરાવી ને સામા પક્ષને ઉંધે રસ્તે દેરવવામાં તેનો ઉપયોગ કરે છે, ને આખર સામા પક્ષને નબળા પાડી, રાક્ષસ જેવા નંદના બુદ્ધિશાળી મંત્રીને સમ્રા ચંદ્રગુપ્તના મંત્રી બનાવી, પિતાની તપવન તરફ જવાની તૈયારી કરવાની–પિતાની ધારણા પાર પાડે છે. રાજનૈતિક ભાષામાં એવા છુપા ચરોને બનાવટી શત્રુઓ તરીકે જાહેર કરેલા હોય છે, તેમને કૃત્ય કહેવામાં આવે છે.
મારી સમજ પ્રમાણે પ્રજાસંધથી ઈટલી વિગેરે છુટા પડેલા જણાય છે, તે રાજનૈતિક પરિભાષા અનુસાર કૃત્ય વર્ગ હોવાનો સંભવ છે. પાછળથી બધા મળી જવાના ખરા. આ જે આખી કૃત્ય પિોલીસી હેય, તે તેને છેવટને મેર ભારતની પ્રજા ઉપર છે, તેમાં પણ ભારતની સંસ્કૃતિ ઉપર છે, તેમાં પણ જૈન સંસ્કૃતિ ઉપર છે. અને તેમાં પણ બેતામ્બર મૂર્તિ પૂજક સંધ ઉપર છે. કારણકે-આર્ય સંસ્કૃતિને ટકાવવાનો, વિશ્વની કલ્યાણ ભાવનાને, અને એકંદર ભારતના દરેક ધર્મોના ટકાવને વાસ્તવિક આધાર તેના ઉપર છે.
આ બધું થવાથી આધુનિક વિજ્ઞાન આજ કરતાં ઘણું જ આગળ વધી ગયું હશે. પરંતુ વિજ્ઞાનને ખજાનો એટલો બધે ઉંડે છે કે-એક એક બાબતમાં તેને પાર પામવાને લાખ વર્ષ જોઈએ છીએ. વૈજ્ઞાનિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org