Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૭ તે બીજું જ શીખવે છે. કેળવણી અને દેશસેવાને નામે સૌ ખર્ચ કરે છે, પણ તે બીજી રીતે. એટલે પણ દેશની મૂડી તેમાં કામમાં આવતી નથી. બુદ્ધિમાન વર્ગ પણ પગારદાર તરીકે–પેન્શનર તરીકે કે સુધારક તરીકે પરદેશીઓથી ખરીદાઈ ગયેલો છે. લાખો કરડે વર્ષે ઘડાયેલી આ દેશની બુદ્ધિ અને શોધો કાંઈ પાંચ પચ્ચીસ વર્ષમાં હાથન કરી શકાય, તેમાં વળી તેની સામે પાછી આવી જબ્બર પરદેશી હરીફાઈ. એટલે ભારતીય વિજ્ઞાનને ચમત્કાર ન દેખાતું હોય, તેનું કારણ પરદેશીસ્વાર્થો અને તેની સાથે સંકળાયેલ સુધારક દેશનાયક વિગેરે વગે છે. જેથી કરીને અહીંના મૂળ ધંધાર્થીઓ તૂટતા જાય છે. તેમ તેમ અહીંના વિજ્ઞાનની ખુબી અદષ્ટ થતી જાય છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવું કે પ્રથમ અહીંની મૂળ કારગિરીને ગ્રહણ કરી લીધા પછી જ યુરોપ તે મૂળ ધંધાને અહીંથી નાશ કરે છે. અને પાછી એજ વસ્તુ પિતાની મારફત પોતાના વિજ્ઞાન તરીકે ખીલવી પ્રચાર કરી તેમાંથી ધન કમાય છે.
દાખલા તરીકે-કથકલિક નૃત્ય- એ અદ્દભુત કળાવાળું નૃત્ય છે. આ જાતની કળા જાણનારો એક વર્ગ દક્ષિણ ભારતમાં જીવે છે. અને અમુક પ્રજાજનામાં પિતાની કળા બતાવીને આજીવિકા ચલાવે છે. આ તરફથી કેટલાક કેળવાયેલા માણસે તેમાં રોકાયા. તેઓએ યુરોપમાં તે કળા બતાવી; તેની સાથે યુરોપના પણ શિખનારા થયા. લાગવગ, સગવડ, પૈસા વિગેરે સાધનથી એ તૈયાર થાય એટલે સીનેમાની ફિલ્મમાં તે મેટા પ્રમાણમાં દેખાય. એ ફીમે જે પ્રદેશમાં કથકલિક નૃત્યના મૂળ ધંધાદારીઓ રળી ખાય છે, ત્યાં પહોંચે, એટલે એ વર્ગની દશા જોયા જેવી થાય. અત્યારે એ નૃત્ય કરનારાઓને છાપાઓમાં માન મળે, જાહેરાત મળે, સુધારકો પણ એ નૃત્યની કદર પીછાણે-એટલે ધીરે ધીરે હાલનું વિજ્ઞાન તેને પડખે ચડે, સોએ વર્ષે તે—હજાર વર્ષ સુધી જીવીને એ કળાને જીવતી રાખનારે મૂળ વર્ગ તો-જેવા જ મળે નહીં. તેઓની અત્યારની વાહ વાહ અને વખાણનું આ ભાવિ પરિણામ.
હજુ પણ સુધારક ગણાતા વર્ગ સમજે. હાલના વિજ્ઞાનની જાહેરાત મૂકી દે. ખેટા શુદ્ધ સ્વદેશીને બદલે વાસ્તવિક રીતના મહા શુદ્ધ સ્વદેશી તરફ વળે. તેમજ ભારતના તત્ત્વજ્ઞાનની ખુબી સમજાય.
પરંતુ વાસ્તવિક સ્થિતિ જ એવી છે કે–એ વર્ગ એવા સંજોગોમાં ફસાયેલો છે કે–તેમાંથી તે છુટી શકે તેમ નથી. એટલે હજુ પણ પ્રજાજને જે કાંઈ મૂળ જીવન મોટી સંખ્યામાં જીવી રહેલ છે. તેમાં જ ભારતીય સભ્યતા, કળા, કારીગિરી, વિજ્ઞાન, તત્વજ્ઞાનને આત્મા છુપાયેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org