Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૨૮ જ્યારે-સ્વદેશી, હાલના શુદ્ધ સ્વદેશી, હાલનું વિજ્ઞાન, દેશ નાયકે, સુધારકે, કેળવાયેલા, એ વિગેરેમાં પરદેશી લાગવગને આત્મા ગોઠવાયેલ છે.
પ્રાચીન કળા-ખરૂં શુદ્ધ સ્વદેશીઃ ભારતીય તત્વજ્ઞાન –ચાલુ ભારતીય આર્ય જીવનઃ વિગેરેમાં ભારતને આત્મા છુપાયેલો છે.
શાસ્ત્રોમાં જે-ભવ્ય વર્ણને છે, તેને વ્યવહારમાં જીવન રાખવાનું કાર્ય કારીગરે અને તે તે ધંધાર્થીઓનું છે. અને તે તે ધંધાર્થીઓ ટકી શકવાને આધાર પ્રજા તરફના ઉત્તેજન ઉપર છે. વિજ્ઞાનને નામે વ્યવહારમાં પોતાના કારીગરે અને ઉદ્યોગને પ્રગતિમાં મૂક્વાની યોજના શિવાય બીજે કાંઈ પણ અર્થ હાલના વિજ્ઞાનની જાહેરાતમાં નથી. વિજ્ઞાનની બાબતમાં ખરી રીતે ભારતના તત્ત્વજ્ઞાનને અને વિજ્ઞાનેને તે કદી પહોંચી શકે તેમ છે જ નહીં. પરંતુ માત્ર વ્યવહારમાં તે વચ્ચે પ્રવેશ કરવાને આજની બધી તૈયારીમાં છે. વળી વિજ્ઞાનના મૂળ સિદ્ધાંત તે બહુજ થોડા હોય છે. પરંતુ કેટલીક કારીગરની વિશિષ્ટતા હોય છે. જેમ કે–ખંડઃ પદાર્થની સિદ્ધિ થયા પછી, ખાણમાંથી તે કેમ મેળવો, અને તેનો વિવિધ ઉપયોગ કેવી રીતે કરે ? એ તેના નિષ્ણાત કારીગરો ઉપર આધાર રાખે છે.
પ્રજા જીવનમાં–મહાત્માઓ-રાજાએ, વ્યાપારીઓ, વિચાર, વિગેરે વર્ગો હોય છે, તેમાં એક કારીગર વર્ગ પણ હોય છે. તેનું સ્થાન કાંઈ સર્વેત્તમ નથી હોતું. સંશોધકને જે માન મળે છે, તે માને કારીગરોને નથી પણ મળતું. પરંતુ આખી પ્રજામાં સૌ સૌને સ્થાને સૌને મહત્વ આપવામાં આવે તેજ વ્યાજબી ગણાય છે, અને દરેક પ્રજામાં એમ જ હોય છે. અનેક ધંધાર્થીઓની પોત પોતાના કાર્યોમાં વિશિષ્ટતાઓ હોય છે, તેટલા ઉપરથી કાંઈ તેઓ પ્રજાનો સર્વોપરિ વર્ગ ગણાતો નથી.
વિલાયતી માલ ખરીદ કરાવવાના જમાનામાં ત્યાંના કારીગરોની પ્રતિષ્ઠા આદેશમાં ઉત્પન્ન કરવામાં આવી હતી. આજે સ્વદેશી માલ ખરીદવાના વાતાવરણનો જમાનો ઉત્પન્ન કરવામાં, તથા તે દેશના વિજ્ઞાનને પ્રતિષ્ઠા આપવામાં આવે છે. આ દેશને અમુક વર્ગ જાહેરમાં વિજ્ઞાનનો ભક્ત રહે, એટલે બસ છે, વિજ્ઞાનની પાછળ અનેક વસ્તુઓનો વકર ચાલુ રહે જ. વળી વિજ્ઞાન સાથે ત્યાંના ધંધા અને સત્તાને જ ઉત્તેજન છે. અહીંની પ્રજાની સત્તા, ઉત્તેજન, અહીંના વિજ્ઞાનને મદદઃ વિગેરે બંધ જ પડતા જાય, તેમ તેમ અહીંની પ્રજા નબળી પડતી જાય.
આ પ્રમાણે આધુનિક વિજ્ઞાનને જાહેરાત આપનારા આ દેશના પ્રજાની મુશ્કેલીને આડકતરી રીતે વધુ નેતરે છે. તેને તેઓને ખ્યાલ પણ રહેતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org