Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૨૧ કે જે એક એકમાં તે જાણવા માટે તે ગૌરાંગ પ્રજાના માણસો તે વખતથી રોકાઈ ગયેલ ન હોય. - હવે તમે સમજી શકશે, કે વિજ્ઞાન અને યંત્રવાદ એટલે યુરોપના કળા અને કારીગરોને આગળ વધવાનું અને આ દેશના કળા અને કારીગરોને પાછળ વધવાનું એક સાધન.
આ દેશમાં સુધારક શબ્દ ધારણ કરનાર એક વર્ગ પરદેશીઓએ ઘણા વખતથી ઉત્પન્ન કરેલ છે. તે વર્ગ મારફત તે પ્રજાઓ આ દેશમાં પિતાના કારીગરોની જાહેરાત ફેલાવી શકે છે, અને તેઓના માલના વકરાના ક્ષેત્રે ઉઘાડી શકે છે. એ વર્ગમાં તેઓની પ્રતિષ્ઠા ટકી રહે માટે નવું નવું આકર્ષક તત્ત્વ મૂકયે જાય છે, તેમ તેમ એ વર્ગ કાયમ ત્યાંની કળાના ટકામાં ઉભો રહે છે, તેમાં કણ કણ માણસો હોય છે, એ સમજવું જરૂરનું નથી. પણ એક સંખ્યા જાણ્યે અજાણ્યે કાયમ તે વર્ગ તરીકે ટકી રહેલી છે.
અને તેનો વિરોધ કરનાર એક વર્ગ પણ ઉત્પન્ન થતો જાય છે. જેમ જેમ વિધિ વર્ગ ઉત્પન્ન થતું જાય છે, તેમ તેમ સુધારક વર્ગ વધારે વધારે
સાવચેત રહે છે, અને તે હરિફાઈમાં ઉભો રહી વધુ આગળ વધવા તત્પર રહે છે. પરદેશી લેકે બન્નેયને ઉત્તેજે છે. સુધારક વર્ગ જેમ જેમ જાહેરમાં આવે તેમ તેમ પોતાના માલને વકરે વધે અને વિધિવર્ગ જેટલા જોરથી વિરોધ કરે તેટલા જોરથી સુધારક ગણાતે વર્ગ વધુ વધુ મક્કમ થવા મહેનત કરે. બસ. આ બે વર્ગની હરિફાઈ ચાલ્યા કરે. એટલે પરદેશી ઉસ્તાદો નિશ્ચિતપણે ગણતરી કરીને વચ્ચેથી પોતાને ધધ વધાર્યો જાય. તેઓને માત્ર આ બે વર્ગની હરિફાઈ છાપાંઓ મારફત હમેશાં ટકાવી રાખવી પડે, એટલે પછી બડે પાર.
દાખલા તરીક–એક વખત સુધારક વર્ગ એવો હતો કે “વિલાયતી માલ જોઈએ. અસલ વિલાયતી જોઈએ. નકલ નહી. બસ ફેન્સી જોઈએ. ફેશનેબલ જોઈએ.” ત્યારે વિલાયતી માંગનારા સારા ગણાતા હતા, વિલાયતી વેચનારા સારા ગણાતા હતા, અને વધુ પૈસા પેદા કરી શકતા હતા. વિલાયતી પસંદ કરનારા સમજુ ગણાતા હતા. અને તેની વાત કરનારા વિદ્વાન શિરોમણિ ગણુતા હતા. આ આખું વાતાવરણ વિદેશી માલના વકરા માટે બસ હતું.
હવે, ભારતભૂમિમાંજ પરદેશી મૂડીના કારખાના ઉભા કરી, તે મારફત આગળ વધવાની યેજનાને અમલમાં મૂકવા અહીં સ્વદેશીની ભાવના ફેલાવવામાં આવી. અને પરદેશી ભાવનાને ધિક્કારાવવામાં આવી. “સ્વદેશી” “સ્વદેશી” ની બૂમ ઉઠી રહી. પરદેશીનો બાયકૅટ થવા લાગ્યો. એટલે પેલા સુધારક ગણાતા વર્ગને ઉપયોગ સ્વદેશી હીલચાલમાં કરવામાં આવ્યો.
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org