Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૧૩
આધુનિક વિજ્ઞાન અને જૈન તત્ત્વજ્ઞાનની
અબાધ્યતા: જૈન શાસ્ત્રમાં છ દ્રવ્યો અને તેના સ્વભાવઃ ગુણઃ વિગેરે જે વર્ણવ્યા છે, તે ત્રણ કાળને માટે એક સરખાજ હોય છે, તેમાં કદી ફેરફાર થઈ શકતો નથી. છ દ્રવ્યમાંના જીવ અને પાગલ દ્રવ્ય એ બે દ્રવ્યોના કાર્યો દરેક માણસે પોતાના અનુભવમાં લઈ શકે છે. બીજા ૪ દ્રવ્યોની અસર એકાએક સામાન્ય માણસના ખ્યાલમાં આવી શકે તેમ નથી.
પુગલ દ્રવ્યના અનેક પરિણામે, અને એ ચેતનશક્તિના અનેક કાર્યો સૌ સમજી શકે છે.
ચેતનાશક્તિની વિવિધતા વિષે તો હાલનું વિજ્ઞાન લગભગ અંધારામાં આથડે છે. વિવિધ પ્રાણીઓ ઉપરથી પોતાની પ્રાણી વિદ્યા તેમણે ઉત્પન્ન કરી છે, અને તેના ઉપરથી ઇંદ્રિય વિજ્ઞાન શાસ્ત્ર પણ ઉત્પન્ન કર્યું છે. તથા માનસશાસ્ત્રના પણ અનેક પ્રયોગોની નોંધ રાખવા માંડી છે. એ બધાની પાછળ રહેલી ચૈતન્ય નામની વ્યાપક શક્તિ શું છે? તેને પત્તો હજુ લાગેલો જ નથી. ત્યારે ચિતન્ય અને તેના અધિષ્ઠાનરૂપ આત્મા તથા તેના કાર્યોનાં વિશાળ વૈવિધ્ય વિષે ગ્રંથના છે જેને દર્શનમાં ભર્યાં છે. અને તે પણ માત્ર છુટક નેધરૂપે નથી, પરંતુ શાસ્ત્રીય પદ્ધતિ ઉપર રચાયેલ ગ્ય પદ્ધતિસર તેનું વિસ્તૃત-અતિવિસ્તૃત વર્ણન છે. અનુભવગમ્યઃ અતિવિપુલ ધન હેય તે–પ્રયોગગમ્યઃ અને બુદ્ધિગમ્યઃ કરી શકાય તેવું પણ વર્ણન છે
પાગલ દ્રવ્ય વિષે પણ હાલનું વિજ્ઞાન ઘણું આગળ વધ્યું હોય એમ કહેવામાં આવે છે, પરંતુ આધુનિક વિજ્ઞાનના ઈતિહાસના લેખકે જ તેને “પાશેરામાં પહેલી પૂણી” કહીને તેની અત્ય૫તા જણાવે છે. અને વાત પણ ખરી છે કે-એ ક્ષેત્ર પણ એટલું બધું વિશાળ છે કે તેનો પાર સામાન્ય બુદ્ધિથી કરોડ વર્ષે પણ માનવ જાત લાવી શકે એમ નથી જ.
જૈન દર્શનમાં પાગલ દ્રવ્યના પાંચ વર્ણોઃ બે ગંધઃ પાંચ રસઃ આઠ સ્પર્શ. વિગેરે પરમાણુ અને સ્કન્ધગત પરિણામઃ તથા ૬ પ્રકારના શબ્દઃ ત્રણ પ્રકારનો બંધઃ બે પ્રકારનું સૌમ્ય: બે પ્રકારનું સ્થૌલ્યઃ અનેક પ્રકારની આકૃતિઓઃ પાંચ પ્રકારને ભેદઃ અંધકાર છાયાઃ આતપ: અને ઉદ્યોત વિગેરે સ્કન્દગત પરિણામો બતાવેલા છે.
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org