________________
દીક્ષાઢાત્રિશિકા/પ્રસ્તાવના આગમોના સારભૂત કહી શકાય એવા અને જે ગ્રંથોમાં યોગમાર્ગને સાંગોપાંગ આવરી લીધો છે, એવા અનેક ગ્રંથોનું ક્રમશઃ વાંચન ચાલી રહ્યું છે. સાથે સાથે એ વાંચનની સંકલના પણ રોજે રોજના પાઠની સ્વ સ્વાધ્યાય માટે કરીએ છીએ. તૈયાર થયેલી આ સંકલનાઓ અનેક તત્ત્વજિજ્ઞાસુવર્ગને આવા ઉત્તમ ગ્રંથો વાંચવાની સુગમતા રહે એ દૃષ્ટિથી ટીકા-ટીકાર્ય-શબ્દશઃ વિવેચન સહિત વચ્ચે વચ્ચે જોડાણ માટે અનેક ઉત્થાનો આપવાપૂર્વક ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવે છે.
ઘણા શ્રમથી સાધ્ય આ સઘળું કાર્ય હોય છે, છતાં પરમાત્માની અચિંત્ય કૃપાશક્તિ, યોગમાર્ગસંદર્શક ઉપકારી પૂજ્ય ગુરુવર્યોની સતત વરસતી કૃપાદૃષ્ટિ, અનેક તત્ત્વજિજ્ઞાસુવર્ગની સંભાવનાઓ, આ બધાના ફળસ્વરૂપે નાદુરસ્ત તબિયતમાં પણ વૈરાગ્યવર્ધક-સંવેગવર્ધક આ ગ્રંથોની શ્રુતભક્તિરૂપે જે આ કાર્ય થયું છે, અને તેનાથી વિશેષ તો છેલ્લા ૧૦ વર્ષોથી યોગગ્રંથોના શ્રવણમનન વગેરે કારણે યોગમાર્ગ પ્રત્યે મને જે રુચિ ઉલ્લસિત થઈ છે, અને દેવગુરુની કૃપાથી આવા મહામૂલા ગ્રંથોના વાંચનથી જે યોગમાર્ગનો આંશિક બોધ પ્રાપ્ત થયો છે, તે પરિણતિના સ્તરે, આ જન્મમાં કે છેવટે જન્માંતરમાં પણ સુદેવત્વ-સુમનજત્વની પ્રાપ્તિ દ્વારા વિશેષ યોગમાર્ગની પ્રાપ્તિ માટે ઉપકારક બને, એ જ ઉદ્દેશથી કરેલો આ પરિશ્રમ મારા માટે ખૂબ જ સાર્થક થયો છે. નાદુરસ્ત તબિયતમાં શરીર-સંયોગોની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આ ગ્રંથોના વિવેચનના પાઠ-લેખનના કાર્ય દ્વારા પ્રસન્નતા જળવાઈ રહી છે, અને ખરેખર ! ચિત્તની પ્રસન્નતા માટે ઉત્તમોત્તમ આ યોગગ્રંથો-અધ્યાત્મગ્રંથોના સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે.
આ “દીક્ષાબત્રીશી'ના સંપાદન કાર્યમાં હું તો નિમિત્તરૂપ છું. આની પાઠ સમયે સંકલના સહાધ્યાયી તત્ત્વજિજ્ઞાસુ સ્મિતાબહેન, દેવુબહેન આદિએ કરેલ છે અને આની પ્રેસકોપી તત્ત્વપ્રેમી જિજ્ઞેશભાઈએ તૈયાર કરેલ છે. તે સિવાયનું બાકીનું શ્રુતભક્તિનું કાર્ય કરવામાં નિમિત્ત બનવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે, તેથી કૃતાર્થતા અનુભવું છું.
આ દીક્ષાઢાત્રિશિકાના ગુજરાતી વિવેચનના મૂકસંશોધન કાર્યમાં શ્રતોપાસક
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org