________________
૧૧
દીક્ષાહાવિંશિકા/સંકલના દીક્ષામાં બાહ્યથી કેશરહિત અને કાયાનું પીડન અંતરંગથી ઈન્દ્રિયોનું અને કષાયોનું અપ્રવર્તન :
દીક્ષામાં મસ્તકનું મુંડન કરવામાં આવે છે અને અંતરંગ રીતે ઇન્દ્રિયોનું અને કષાયોનું અપ્રવર્તન કરવામાં આવે છે, તેને “દીક્ષા' કહેવાય.
વળી દીક્ષા ગ્રહણ કરનાર સંસારના કૌટુંબિક સંબંધનો ત્યાગ કરીને ઉપશમના પરિણામને પ્રાપ્ત કરતાં પ્રથમ ભૂમિકામાં કાયાનું થોડું પીડન કરે છે. શાસ્ત્રથી સુઅભ્યસ્ત થયા પછી વિશેષથી પીડન કરે છે અને અંતે આહારાદિ ત્યાગ કરીને અત્યંત પીડન કરે છે. દીક્ષાનું ગ્રહણ વીર પુરુષોનો દુષ્કર પંથ :
દીક્ષાનું ગ્રહણ એ વીર પુરુષોનો દુષ્કર પંથ છે. તેઓ દીક્ષા ગ્રહણથી માંડીને બાહ્ય યુદ્ધથી વિરામ પામેલા છે અને દુર્લભ વૈરી એવા શરીરરૂપ શત્રુ સાથે યુદ્ધ કરે છે. આ શરીર જીવનો પરમ શત્રુ છે; કેમ કે શરીરનું જે કંઈ પાલન કરવામાં આવે તેના દ્વારા જીવને અહિતની પ્રાપ્તિ થાય તેવા કર્મબંધની પ્રાપ્તિ થાય છે. તેથી જેઓને શરીરાદિનો અનુરાગ ગયો નથી, તેઓ કદાચ દીક્ષા ગ્રહણ કરીને સંયમનું પાલન કરતા હોય, તોપણ તેઓની સર્વ પ્રવૃત્તિ ક્રોધાદિ નિયત છે અર્થાત્ ક્રોધાદિ ભાવોની વૃદ્ધિને અનુકૂળ સર્વ આચારો છે. મોહની આકુળતાથી રહિત શુદ્ધઉપયોગના આવિર્ભાવને અનુકૂળ દીક્ષા :
વળી દક્ષામાં વર્તતા સાધુ અસંગભાવની વૃદ્ધિ અર્થે ભિક્ષાટનાદિ પ્રવૃત્તિ કરે છે અને સર્વ જીવોમાં સમભાવવાળા છે. તેથી કોઈપણ પ્રવૃત્તિમાં અરતિ કે કોઈપણ વિષયમાંથી આનંદનો અવકાશ નથી. તેથી દીક્ષાને શુદ્ધઉપયોગરૂપ શાસ્ત્રકારોએ સ્વીકારેલ છે અર્થાત્ મોહની આકુળતાથી રહિત એવા શુદ્ધ આત્માના આવિર્ભાવને અનુકૂળ ઉપયોગરૂપ સ્વીકારેલ છે. દિગંબરોને અભિમત શુદ્ધઉપયોગરૂપ દીક્ષા મોક્ષનું કારણ અને શુભઉપયોગરૂપ દીક્ષા સાક્ષાત્ મોક્ષનું કારણ નથી, તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ:
વળી દિગંબરો શુભઉપયોગરૂપ દીક્ષા અને શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો ભેદ કરીને કહે છે કે “શુદ્ધઉપયોગરૂપ દીક્ષા મોક્ષનું કારણ છે, શુભઉપયોગરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org