________________
૨૧
દીક્ષાદ્વાચિંશિકાશ્લોક-૮
અપકારતા ઉત્તરપદમાં અભિધેય એવી ક્ષમા=અપકાર વિશેષણથી વિશિષ્ટ એવી ક્ષમા, એ અપકારક્ષમા છે.
વિપાકના ઉત્તરપદમાં અભિધેય એવી ક્ષમા=વિપાક વિશેષણથી વિશિષ્ટ એવી ક્ષમા, એ વિપાકક્ષમા છે, આ ત્રણ ક્ષમા, પ્રીતિઅનુષ્ઠાન (અ) ભક્તિઅનુષ્ઠાનરૂપ આદ્યદ્વયમાં છે, અને વચનના ઉત્તરપદમાં અભિધેય, ધર્મના ઉત્તરપદમાં અભિધેય એવી બે ક્ષમા, વચનાનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાનરૂપ અંતિમ દ્રયમાં છે. તલુવતમ્ - તેશ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે, લો. ૧૦/૧૦માં કહેવાયું છે. “આદ્યદયે ..... દિમેતિ” 1 “આઘદ્રયમાં=આદ્ય બે અનુષ્ઠાનમાં, ત્રણ ભેદવાળી ક્ષમા છે, અને ચરમદ્ભયમાં ચરમ બે અનુષ્ઠાનમાં, બે ભેદવાળી ક્ષમા છે.” iટા ભાવાર્થ :પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાન સેવનારા યોગીમાં ઉપકારક્ષમા, અપકારક્ષમા અને વિપાકક્ષમા :
કોઈ સાધુ સંયમ ગ્રહણ કરીને અભ્યાસિક ચારિત્ર પાળતા હોય ત્યારે પ્રીતિઅનુષ્ઠાન હોય કે ભક્તિઅનુષ્ઠાન હોય, અને તે અનુષ્ઠાનસેવનકાળમાં તે મહાત્મા સંયમની ક્રિયાઓ પ્રીતિપૂર્વક કે ભક્તિપૂર્વક કરે છે, અને આ સંયમનું અનુષ્ઠાન ક્ષમા-માર્દવ-આર્જવ અને નિરીહતા એ રૂપ ચાર ભાવોમાં ઉદ્યમ કરાવનાર છે; અને પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાન કરનાર મહાત્માઓ સંયમની ક્રિયા શાસ્ત્રવચનના નિયંત્રણથી કરી શકતા નથી, તોપણ તે અનુષ્ઠાન દ્વારા ક્ષમાદિભાવો કેળવે છે; તે ક્ષમાદિભાવો ઉપકારક્ષમા, અપકારક્ષમા કે વિપાકક્ષમારૂપે વર્તે છે અર્થાત્ જે સ્થાનમાં પોતાનું કોઈ ઉપકારી હોય તે સ્થાનમાં તેમના ઉપકારનું સ્મરણ કરીને ક્ષમામાં ચિત્તને પ્રવર્તાવે છે, જે સ્થાનમાં ક્ષમા નહિ કેળવવાથી સામેના પુરુષથી અપકાર થવાની સંભાવના છે, ત્યાં તેનું સ્મરણ કરીને ક્ષમામાં ઉદ્યમ કરે છે, અને જે સ્થાનમાં ઉપકારી કે અપકારી નથી, તે સ્થાનમાં પણ અક્ષમાથી ખરાબ કર્મનો વિપાક પ્રાપ્ત થશે, એમ ચિંતવન કરીને ક્ષમામાં ઉદ્યમ કરે છે. તેથી પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાન સેવનારા યોગીઓમાં આદ્ય ત્રણ પ્રકારમાંથી કોઈક ક્ષમાદિભાવો વર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org