Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 116
________________ G8 5 ગ છે. દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૩૧ વ્યવહારની આચરણાકાળમાં જેઓ ઉદ્યમ કરે છે, તેઓમાં દીક્ષાનું પરમપણું નથી, એમ જો દિગંબર કહે છે, તે તેમનો ભ્રમ છે. વસ્તુતઃ જેઓ સંસારથી વિરક્ત છે અને સર્વ ઉદ્યમથી મોહના ઉન્મેલનને અર્થે શાસ્ત્રાનુસારી ક્રિયા કરે છે, તેઓમાં દીક્ષાનું પારખ્ય છે. ફક્ત પ્રારંભિક કક્ષામાં તે દીક્ષાનું પારખ્ય ઉપરિતન ભૂમિકાની અપેક્ષાએ ન્યૂન છે; પરંતુ તેટલામાત્રથી દીક્ષાનું પારખ્ય ન સ્વીકારીએ તો પરમ ઉપેક્ષાવાળા મુનિઓમાં કેવળીના વીતરાગભાવથી ન્યૂનતા છે, માટે શુદ્ધઉપયોગવાળા મુનિમાં પણ મોક્ષને અનુકૂળ પરમ દીક્ષા નથી, તેમ માનવાનો પ્રસંગ આવે. આનાથી એ ફલિત થાય કે સર્વ ઉદ્યમથી સ્વભૂમિકા અનુસાર ધર્મમાં ઉદ્યમ કરનાર શ્રાવકમાં પરમ દીક્ષા નથી; કેમ કે પ્રતિમા ધારણકાળમાં પણ તે શ્રાવકે આજીવન સંસારના ભોગોનો ત્યાગ કરીને માત્ર સમભાવની વૃદ્ધિમાં ઉદ્યમ કરવાનો સ્વીકાર કર્યો નથી; જ્યારે દીક્ષા લેનાર વિવેકી સાધુ તો દીક્ષાના પ્રારંભકાળથી જ સુખ-દુઃખ, જીવન-મૃત્યુ, શત્રુ-મિત્ર સર્વ પ્રત્યે સમભાવને ધારણ કરીને સમભાવની વૃદ્ધિના એકમાત્ર ઉપાયભૂત જિનવચનાનુસાર સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે. તેથી તેવા સાધુને તો મોક્ષને અનુકૂળ દીક્ષાનું પારણ્ય છે જ. શુભઉપયોગરૂપ દીક્ષા શુદ્ધદીક્ષાનું કારણ છે તેમ વસ્ત્રાદિ ધર્મોપકરણ પણ શુદ્ધદીક્ષાનું કારણ હોવાથી વસ્ત્રાદિ ધારણમાં દીક્ષાનો અવ્યાઘાત - આ રીતે શુદ્ધઉપયોગ અને શુભઉપયોગ બન્નેમાં દીક્ષાનું પારખ્ય સમાન છે, તેમ ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું. હવે દિગંબરો કહે છે કે શુદ્ધઉપયોગરૂપ જે દીક્ષા છે, તે દીક્ષાનું કારણ શુભઉપયોગરૂપ દીક્ષા છે. દિગંબરની તે માન્યતાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે – શુદ્ધઉપયોગરૂપ દીક્ષાના કારણભૂત શુભઉપયોગરૂપ દીક્ષા છે એમ સ્વીકારીને, શુભઉપયોગરૂપ દીક્ષામાં શુદ્ધઉપયોગરૂપ દીક્ષા જેવો ઉત્કર્ષ નહિ હોવા છતાં પણ દીક્ષામાત્ર બન્નેમાં સમાન છે શુદ્ધઉપયોગમાં પણ દીક્ષા છે અને શુભઉપયોગમાં પણ દીક્ષા છે, એ પ્રકારે દીક્ષામાત્રનો જો દિગંબરો અપ્રતિક્ષેપ કરતા હોય, તો ધર્મના ઉપકરણમાં પણ તેઓને શુદ્ધ દીક્ષાનો કારણભાવ સ્વીકારવામાં આવ્યાઘાત થાય; કેમ કે જેમ દીક્ષામાં વર્તતા શુભઉપયોગના બળથી સાધક ક્રમે કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122