________________
૪૬
દીક્ષાત્કાલિંશિકા/શ્લોક-૧૬ ભાવાર્થ - ઉપશમભાવની વૃદ્ધિ માટે દુષ્કર કાર્ય કરનારા સાધુનું સ્વરૂપ :
શ્લોક-૧૫માં બતાવ્યું કે સદ્દીક્ષામાં વર્તતા યોગીઓ પૂર્વના કુટુંબીઓ સાથેના પ્રતિબંધથી પર થઈને ઉપશમભાવ તરફ જતા હોય છે, અને ભૂમિકાને અનુસાર કાયાને પીડન કરતા હોય છે. આવો દુષ્કર માર્ગ કોણ એવી શકે ? તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – અનાગમગામિ=મોક્ષ પ્રત્યે જનારા, વીર પુરુષો :
જેઓ કર્મનો નાશ કરવા માટે મહાપરાક્રમ કરનારા છે તેવા વીરો આ માર્ગનું અનુસરણ કરે છે. વળી તે વીર પુરુષો જ્યાંથી ફરીથી આગમન ન થાય તેવા સ્થાનમાં જનારા છે.
આ કથનથી એ ફલિત થાય કે જેઓ અંતરંગ રીતે સંગના પરિણામવાળા છે, તેઓ ફરીથી કર્મોનો ભંગ કરીને નવા ભવોને પ્રાપ્ત કરે છે. જે નવો ભવ સંગના પરિણામથી પ્રાપ્ત થાય છે, તે ભવ શાશ્વત હોતો નથી, તેથી તે ભવમાંથી અન્ય ભવમાં અવશ્ય જીવને જવું પડે છે; પરંતુ જ્યારે જીવ સર્વ સંગના પરિણામ વગરનો બને છે, ત્યારે તેને કોઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રત્યે પ્રતિબંધ રહેતો નથી, અને તેના કારણે ભાવથી અસંગભાવની પરિણતિ પ્રકર્ષવાળી થાય છે, જેના ફળરૂપે સર્વ દ્રવ્ય-ભાવના સંગ વગરની સિદ્ધઅવસ્થાની પ્રાપ્તિ થાય છે, અને તે સિદ્ધઅવસ્થાની પ્રાપ્તિથી ફરી કોઈ ભવોમાં આવવાનું બનતું નથી. તેથી જ્યાંથી અનાગમ છે તેવી સિદ્ધઅવસ્થામાં જનારા વીર પુરુષો અસંગભાવ તરફ જવાના પંથને સ્વીકારી શકે છે, અન્ય નહિ. મુમુક્ષુને ગ્રાહ્યનામવાળા વીર પુરુષો :
વળી તે વીર પુરુષો મુમુક્ષુને ગ્રાહ્યનામવાળા છે. આશય એ છે કે મુમુક્ષુને કર્મથી મુક્ત થવું છે, અને કર્મથી મુક્ત થવા માટે આવા વીર પુરુષોનું નામગ્રહણ કરવામાં આવે તો તેમના નામ ગ્રહણથી પણ મોક્ષને અનુકૂળ એવી તીવ્ર શક્તિનો સંચય થાય છે. તેથી મુમુક્ષુને ગ્રાહ્યનામવાળા આ વીર પુરુષો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org