________________
દીક્ષાદ્વાત્રિંશિકા|શ્લોક-૨૬
ભાવાર્થ :--
શુદ્ધઉપયોગ અને શુભઉપયોગનું તુલ્યકક્ષપણું નથી, એમ કહેનાર દિગંબરના મતનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ :
૧૯
દિગંબરો કહે છે કે “આદ્ય ભૂમિકામાં મુનિઓ ભગવાનના વચન પ્રત્યે રાગવાળા છે, અને ભગવાનના વચનના રાગથી સંયમયોગની પ્રવૃત્તિ કરે છે તેઓ શુભઉપયોગવાળા છે; અને જેઓ સર્વકર્મના કલંકથી રહિત એવા શુદ્ધ આત્માના ધ્યાનમાં ઉદ્યમવાળા છે, તેઓ શુદ્ધઉપયોગવાળા છે; અને મોક્ષ એ શુદ્ધ આત્માનું સ્વરૂપ છે, તેથી મોક્ષપ્રાપ્તિ પ્રત્યે શુદ્ધ આત્માનું ધ્યાન પ્રધાન હેતુ છે, પરંતુ પ્રશસ્ત એવો પણ ભગવાનના વચનનો રાગ જેમાં વર્તે છે એવું મુનિપણું મોક્ષ પ્રત્યે પ્રધાન કારણ નથી. તેથી શુદ્ધઉપયોગ અને શુભઉપયોગ મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ પ્રત્યે સમાન કારણ નથી.” તે દિગંબરના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
--
જો આ રીતે ઉપરની ભૂમિકાવાળા યોગીઓથી સેવાતો શુદ્ધઉપયોગરૂપ માર્ગ, અને તેની પૂર્વભૂમિકાના મુનિઓથી સેવાતો શુભઉપયોગરૂપ માર્ગ, દૂરઆસન્નભાવથી ભિન્ન હોવા છતાં મોક્ષ પ્રત્યેના ગમનની પ્રવૃત્તિરૂપે સમાન છે, તેમ ન સ્વીકારવામાં આવે; અને એમ કહેવામાં આવે કે રાગાંશથી આકુળ ચિત્ત શુભઉપયોગમાં છે અને નિર્વિકલ્પ ઉપયોગવાળું ચિત્ત શુદ્ધઉપયોગમાં છે, માટે શુદ્ધઉપયોગ મોક્ષનું પ્રધાન કારણ છે, રાગાંશથી આક્રાન્ત એવો શુભઉપયોગ મોક્ષનું પ્રધાન કારણ નથી, તો તે દિગંબરોએ મોક્ષ પ્રત્યે અતિઆસન્ન એવી શૈલેશીની ચરમ ક્ષણને જ મોક્ષ પ્રત્યે પ્રધાન કારણ સ્વીકારવી જોઈએ, અને શુદ્ધઉપયોગ પણ મોક્ષનો પ્રધાન હેતુ નથી, એમ કહેવું જોઈએ; કેમ કે જેમ શુભઉપયોગમાં રાગાંશની આકુળતા છે, માટે મોક્ષનું કારણ નથી, એમ કહેવામાં આવે, તેમ શુદ્ધઉપયોગકાળમાં પણ સર્વસંવર નથી, માટે શુદ્ધઉપયોગ પણ મોક્ષનું પ્રધાન કારણ નથી, એમ દિગંબરોને માનવું પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org