________________
૩૨
દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન સેવનારા યોગીઓમાં વચનક્ષમા અને ધર્મક્ષમા :
વળી જેઓ આગમને પરતંત્ર છે તેવા વચનાનુષ્ઠાનવાળા મુનિઓ, “ભગવાનનું વચન સર્વ પ્રવૃત્તિઓમાં સમભાવની વૃદ્ધિ થાય તે રીતે દઢ યત્ન કરવાનો ઉપદેશ આપે છે,” એમ વિચારીને પોતાના મન, વચન અને કાયાને બાહ્ય પદાર્થોના સંગથી ગુપ્ત કરીને ભગવાનના વચનાનુસાર સર્વત્ર પ્રવર્તાવે છે. તેથી જે સાધુઓ વચનાનુષ્ઠાન સેવનારા છે, તે સાધુઓમાં વચનના બળથી ક્ષમાદિ ચારેય ભાવો વર્તે છે; અને દીર્ઘકાળ સુધી વચનાનુષ્ઠાનના સેવનના બળથી જેઓની સહજ પ્રકૃતિ સમભાવના પરિણામવાળી થયેલી છે, તેઓ વચનના સ્મરણ વગર સમભાવમાં વર્તે છે અર્થાત્ નિર્વિકલ્પ ઉપયોગમાં વર્તે છે; અને નિર્વિકલ્પ ઉપયોગ સર્વસંગ વગરની જીવની પરિણતિરૂપ છે; તેથી સર્વસંગરહિત પરિણતિવાળા જે સાધુઓ અસંગઅનુષ્ઠાનને સેવે છે, તેઓમાં ધર્મક્ષમાં વર્તે છે અર્થાત્ જીવના સહજભાવરૂપ ક્ષમા વર્તે છે, અને ઉપલક્ષણથી ધર્મમાર્દવાદિ ભાવો વર્તે છે; અને આ ક્ષમાદિભાવો પણ ક્ષયોપશમભાવવાળા હોવાથી અનુષ્ઠાનના બળથી ઉત્તરોત્તર અધિક-અધિક ક્ષયોપશમભાવવાળા થાય છે, અને પ્રકર્ષને પામીને ક્ષાયિકભાવમાં વિશ્રાંત પામે છે. llઢા અવતરણિકા :
પૂર્વમાં ચાર પ્રકારના અનુષ્ઠાનોમાં પાંચ પ્રકારની ક્ષમા બતાવી. હવે તેમાં કઈ ક્ષમામાં કેવા અતિચારો થાય છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :__ सूक्ष्माश्च विरलाश्चैवातिचारा वचनोदये ।
स्थूलाश्चैव घनाश्चैव ततः पूर्वममी पुनः ।।९।। અન્વયાર્થ :
સૂક્ષ્મણ્ય વિસ્તા૨ેવ=સૂક્ષ્મ અને વિરલ તિવાર અતિચારો વરનો વચનના ઉદયમાં હોય છે. પુનઃ વળી ત: તેનાથી પૂર્વપૂર્વમાં વચનક્ષમાથી પૂર્વની ત્રણ ક્ષમામાં કમી આ=અતિચારો પૂનાગ્રેવ ધનાડ્યૂવઃસ્થૂલ અને ઘન હોય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org