________________
દીક્ષાદ્વાત્રિંશિકા/બ્લોક-૧૨-૧૩-૧૪ સ્પષ્ટ કરવા અર્થે કહે છે
શ્લોક ઃ
इन्द्रियाणां कषायाणां गृह्यते मुण्डनोत्तरम् ।
या शिरोमुण्डनव्यङ्ग्या तां सद्दीक्षां प्रचक्षते ॥ १४ ॥
અન્વયાર્થ :
ફન્દ્રિયાળાં પાયાનાં=ઇન્દ્રિયોના અને કષાયોના મુખ્તનોત્તર=મુંડતથી ઉત્તર એવા, શિરોમુજીનવ્યવા=શિરમુંડતથી વ્યંગ્ય, યા વૃદ્યતે=જે ગ્રહણ કરાય છે તાં સદ્દીક્ષાં પ્રક્ષતે તેને સદ્દીક્ષા મહાત્માઓ કહે છે. ।।૧૪।।
શ્લોકાર્થ :
ઈન્દ્રિયોના અને કષાયોના મુંડનથી ઉત્તર એવા શિરમુંડનથી વ્યંગ્ય જે ગ્રહણ કરાય છે, તેને સદ્દીક્ષા મહાત્માઓ કહે છે. ।।૧૪।।
ટીકા ઃ
ટીનાનીતિ હ્તોત્રયમવા ચમ્ ।।૨-૨-૨૪।।
૪૧
ટીકાર્ય :
ટીનાનિ ઈત્યાદિ શ્લોક ત્રણ=૧૨-૧૩-૧૪ શ્લોક સરળ હોવાથી આ ત્રણ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ રચેલ નથી. ।।૧૨-૧૩-૧૪
શ્લોક-૧૨-૧૩-૧૪નો ભાવાર્થ :
ત્રણ ગુપ્તિના સામ્રાજ્યમાં સંવરરૂપ ગુણનો અવિઘાત :
સંયમ ગ્રહણ કરવાની ક્ષણોથી દીક્ષાના પર્યાયની ગણના થતી નથી, પરંતુ દીક્ષા ગ્રહણ કર્યા પછી જેટલી ક્ષણોમાં ત્રણ ગુપ્તિનું સામ્રાજ્ય વર્તે છે, જેટલી ક્ષણોમાં સંવરરૂપ ગુણનો અવિધાત વર્તે છે, તેટલી ક્ષણોને દીક્ષાનો પર્યાય ગણાય છે. તેથી જે સાધુ ત્રણ ગુપ્તિના સામ્રાજ્યના બળથી માસાદિના પર્યાયવાળા થાય, તેઓમાં ગુણશ્રેણિની વૃદ્ધિ થાય છે, અને તેના બળથી વ્યંતરાદિની તેજોલેશ્યાનો વ્યતિક્રમ થાય છે, તેમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org