Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 53
________________ 30 ષોડશક-૧૦/૭માં અસંગઅનુષ્ઠાનનું લક્ષણ કહે છે : જે સાધુઓ વચનાનુષ્ઠાન સેવીને વચનાનુષ્ઠાનના સેવનરૂપ અભ્યાસના અતિશયના કારણે પ્રકૃતિથી જ સમભાવમાં વર્તવાના સ્વભાવવાળા બન્યા છે, તેઓ અંતરવૃત્તિથી ક્યાંય સંગ ક૨વાના પરિણામવાળા નથી; પરંતુ જીવનો જે અસંગસ્વભાવ છે, તેના પ્રકર્ષ અર્થે તેઓ જે ઉચિત અનુષ્ઠાન સેવે છે, તે અસંગઅનુષ્ઠાન છે. વળી આ અસંગઅનુષ્ઠાન વચનાનુષ્ઠાનના આવેધથી પ્રગટે છે અર્થાત્ વચનના સ્મરણથી જે સમભાવનો પરિણામ વર્તતો હતો, તે સમભાવના સંસ્કારો આત્મામાં ઘનિષ્ઠ થવાથી વચનનિરપેક્ષ તે સમભાવ જીવમાં વર્તે છે, જે અસંગપરિણામ છે; અને ઉત્તરના વિશિષ્ટ ક્ષયોપશમવાળા એવા અસંગનું કારણ બને તેવું જે અસંગપરિણામથી અનુષ્ઠાન સેવાય છે, તે અસંગઅનુષ્ઠાન છે. ષોડશક-૧૦/૮માં વચનઅનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાનનો ભેદ બતાવે છે દીક્ષાદ્વાત્રિંશિકા|શ્લોક-૮ જેમ દંડથી ચક્રનું ભ્રમણ થાય છે, અને તે ચક્ર અતિશય ગમનવાળું થાય ત્યારે દંડના અભાવમાં પણ ચક્રભ્રમણ ચાલુ રહે છે; તેમ ભગવાનના વચનના સ્મરણરૂપી દંડથી સમભાવને અનુકૂળ વ્યાપાર કરવાથી સમભાવનો પરિણામ સ્ફુરાયમાન થાય છે અર્થાત્ આત્મામાં સમભાવનું ચક્ર ગતિમાન થાય છે, અને પુનઃ પુનઃ વચનના સ્મરણથી અતિશયિત થયેલું સમભાવના પરિણામરૂપ ચક્રનું ભ્રમણ, વચનનિરપેક્ષ થાય તેવું બને, ત્યારે તે અસંગઅનુષ્ઠાન બને છે; કેમ કે વચનના સેવનના બળથી થયેલો સમભાવનો પરિણામ જીવની સર્વત્ર સંગ વગરની પરિણતિને ઉલ્લસિત કરે છે, વળી અસંગઅનુષ્ઠાનકાળમાં વર્તતી તે સંગ વગરની પરિણતિ ક્ષાયિકભાવને પ્રગટ કરવા અર્થે ઉત્તરોત્તરના અસંગભાવની વૃદ્ધિને અનુકૂળ ધ્યાનમાં સુદૃઢ યત્ન કરાવે છે, જે ધ્યાનના બળથી અસંગપરિણતિ વૃદ્ધિ પામીને ક્ષાયિકભાવની વીતરાગતાનું કારણ બને છે. પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધમાં ચાર અનુષ્ઠાનમાં પાંચ પ્રકારની ક્ષમાદિનું યોજન બતાવે છે – ટીકાર્ય : आद्यद्वये વચનથર્મોત્તરે ।। ઉપકારના ઉત્તરપદમાં અભિધેય એવી ક્ષમા= ઉપકાર વિશેષણથી વિશિષ્ટ એવી ક્ષમા, એ ઉપકારક્ષમા છે. ..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122