________________
૩૪
દીક્ષાઢાત્રિશિકા/બ્લોક-૯-૧૦ ભાવાર્થ :વચનક્ષમામાં સૂક્ષ્મ અતિચારો અને પ્રથમની ત્રણ ક્ષમામાં સ્થૂલ અતિચારો:
જે સાધુ ભગવાનના વચનના સ્મરણથી ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા છે, તેઓ જે કંઈ અનુષ્ઠાન સેવે છે, તે સર્વ અનુષ્ઠાન ક્ષમાદિભાવોની વૃદ્ધિનું કારણ છે; અને ભગવાનના વચનને પરતંત્ર રહીને ગુપ્તિના બળથી પોતાના ક્ષમાદિભાવોની વૃદ્ધિ કરવા માટે તેઓ સતત જે ઉદ્યમ કરે છે, તે ઉદ્યમમાં પ્રાયઃ સ્કૂલના થતી નથી. આમ છતાં ક્યારેક અનાભોગથી કે સહસાત્કારથી થાય છે, ત્યારે સૂક્ષ્મ અતિચાર લાગે છે અર્થાત્ ક્ષમાદિભાવોની વૃદ્ધિ માટે કરાતો યત્ન કંઈક સ્કૂલના પામે છે. વળી આ પ્રકારની સ્કૂલના ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા મુનિને સતત હોતી નથી, પરંતુ ક્યારેક થાય છે, તેથી ક્ષમાદિભાવોને અનુકૂળ ઉદ્યમમાં અલના વિરલ હોય છે.
વળી વચનક્ષમાની પ્રાપ્તિ પૂર્વે જે સાધુઓ પ્રીતિઅનુષ્ઠાન કે ભક્તિઅનુષ્ઠાન સેવે છે, તે સાધુઓનો ઉદ્યમ, પ્રથમની ત્રણ ક્ષમામાં વર્તે છે, અને તે ક્ષમામાં કરાતો ઉદ્યમ ત્રણ ગુપ્તિના સામ્રાજ્યથી યુક્ત નહિ હોવાને કારણે સતત
ખલના પામતો હોય છે, તેથી મોટા અતિચારો લાગે છે અને નિરંતર અતિચાર થાય છે.
આનાથી એ ફલિત થાય કે વચનઅનુષ્ઠાનવાળા મુનિઓ ત્રણ ગુપ્તિવાળા હોવાથી પ્રાયઃ સર્વ શક્તિથી સમભાવમાં ઉદ્યમ કરે છે અર્થાત્ ક્ષમાદિ ચાર ભાવોમાં યત્ન કરે છે, આમ છતાં કંઈક ઉપયોગની પ્લાનિ થાય ત્યારે ક્ષમાદિનો યત્ન કંઈક અલના પામેલો હોય છે. વળી આ સ્કૂલના પામેલો યત્ન પણ ક્યારેક હોય છે, સતત હોતો નથી; અને જે સાધુ પ્રીતિઅનુષ્ઠાન કે ભક્તિઅનુષ્ઠાનની ભૂમિકામાં છે, તેઓ પણ ક્ષમાદિમાં ઉદ્યમ કરે છે, તોપણ વચનને પરતંત્ર થઈને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા થઈ શકતા નથી, તેથી તેઓનો ક્ષમાદિમાં કરાતો યત્ન સતત અતિચારવાળો છે અને મોટા અતિચારવાળો છે. III અવતારણિકા :
દીક્ષાનું સ્વરૂપ શ્લોક-૧માં બતાવ્યું, અને દીક્ષા ગ્રહણ કર્યા પછી પ્રથમ વચનક્ષમા આવે છે અને પછી ધર્મક્ષમા આવે છે, તેમ શ્લોકમાં કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org