________________
૧૬
દીક્ષાદ્વાત્રિંશિકા|શ્લોક-૫
ઉઘમ હોય, અને અંતરંગ રીતે રત્નત્રયીની વૃદ્ધિ થતી રહેતી હોય, તો આ મહાત્મા છે, એ પ્રકારની કીર્તિ થાય છે. તેથી નામાદિ ચાર નિક્ષેપાઓ સમુદિત થઈને કીર્તિના હેતુ છે.
સમુદિત એવા નામાદિનું ભાવરોગના ઉપમર્ધનરૂપ કાર્ય :
કોઈ સાધુનું ગુણનિષ્પન્ન નામ હોય, નામના સ્મરણથી ગુણવૃદ્ધિમાં ઉદ્યમ કરતા હોય, રજોહરણાદિ સ્થાપનાના બળથી ભાવગર્ભિત પ્રવૃત્તિ કરીને ગુણવૃદ્ધિમાં યત્ન કરતા હોય, આચારાદિ શ્રુતઅધ્યયન દ્વારા અને સાધુસામાચારીના પાલન દ્વારા ગુણવૃદ્ધિમાં યત્ન કરતા હોય, અને સમ્યગ્દર્શનાદિ ભાવો પણ ઉત્તરોત્તર વૃદ્ધિને પામતા હોય, તો તે સાધુમાં ભાવરોગનું ઉપમર્દન થાય છે. તેથી જેમ પૃથક્ એવો સ્થાપના નિક્ષેપો પ્રધાનરૂપે તે ભાવરોગનું ઉપમર્દન કરે છે, તેમ સમુદિત એવા ચારેય નિક્ષેપા પણ રાગાદિ પરિણામરૂપ ભાવરોગનું ઉપમર્દન કરે છે.
સમુદિત એવા નામાદિનું વ્રતસ્મૈર્યરૂપ કાર્ય :
કોઈ સાધુનું ગુણનિષ્પન્ન નામ હોય, નામને અનુરૂપ ગુણમાં ઉદ્યમ કરતા હોય, વેશને અનુરૂપ ભાવગર્ભિત પ્રવૃત્તિ કરતા હોય, આચારાદિ શ્રુત અને સાધુસામાચારીમાં દૃઢ યત્ન કરતા હોય, અને અંતરંગ રીતે રત્નત્રયી પ્રકર્ષને પામતી હોય તો સ્વીકારાયેલ વિરતિના પરિણામ દૃઢ થાય છે. તેથી જન્મજન્માંતરમાં તે વિરતિના સંસ્કારો અનુવૃત્તિરૂપે પ્રાપ્ત થાય છે. તેથી જેમ પૃથક્ એવો દ્રવ્યનિક્ષેપો પ્રધાનરૂપે વ્રતસ્મૈર્યમાં કારણ છે, તેમ સમુદિત ચારેય નિક્ષેપા પણ વ્રતસ્મૈર્યના કા૨ણ છે.
સમુદિત એવા નામાદિનું સત્પદદીપનરૂપ કાર્ય :
કોઈ મહાત્માનું ગુણનિષ્પન્ન નામ હોય, તે નામનું સ્મરણ કરીને ગુણવૃદ્ધિમાં ઉદ્યમ કરતા હોય, તે ઉદ્યમથી પણ આત્મામાં સત્પદનું દીપન થાય છે અર્થાત્ આચાર્ય, તીર્થંકર અને સિદ્ધાવસ્થારૂપ સત્પદને અભિમુખ ભાવ વૃદ્ધિ પામે છે.
વળી તે મહાત્મા રજોહરણાદિરૂપ સ્થાપના દ્વારા ભાવગર્ભિત સંયમની પ્રવૃત્તિ કરતા હોય તો સત્પદનું દીપન થાય છે અર્થાત્ સત્પદને અભિમુખ ગુણવૃદ્ધિ થાય છે. વળી સંયમી સાધુ આચારાદિ શ્રુતના અભ્યાસરૂપ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org