________________
દીક્ષાઢાત્રિશિકા/બ્લોક-૫
૧૫ અને તેના દ્વારા તેનામાં ભાવસાધુના આકારવિશેષરૂપ સ્થાપનાનિપાની પ્રાપ્તિ થાય છે; અને યોગ્ય જીવો તે સ્થાપનાને અનુરૂપ ભાવથી યુક્ત સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. તેથી સાધુના વેશરૂપ સ્થાપના સાધુના ભાવઆરોગ્યને કરનારી છે; કેમ કે સ્થાપનાને કારણે પરિણામથી યુક્ત કરાયેલી પ્રવૃત્તિથી ભાવરોગ ક્ષીણ થાય છે, અને આત્મામાં તત્ત્વજ્ઞાનના સંસ્કારો દૃઢ થાય છે, તેથી સ્થાપનાથી ભાવઆરોગ્યની પ્રાપ્તિ થાય છે. (૩) દ્રવ્યનિપાનું કાર્ય :
સંયમી સાધુ અભિનવ આચારાદિ શ્રતનું અધ્યયન કરે છે, અને સંયમને ઉપષ્ટભક સકલ સાધુક્રિયા કરે છે. તે બંને આચારો સાધુના દ્રવ્યઆચાર છે, અને આ દ્રવ્યઆચારના પાલનથી, સ્વીકારાયેલી વિરતિના પરિણામો દૃઢ થાય છે; કેમ કે આચારાદિ શ્રુતના અધ્યયનથી યોગમાર્ગવિષયક સૂક્ષ્મ બોધ થાય છે અને તે સૂક્ષ્મ બોધથી આત્મા ભાવિત બને છે; અને સાધુના સકલ આચારો ઉચિત ક્રિયારૂપ હોવાને કારણે તે આચારોના સેવનથી ઉચિત ક્રિયા કરવાના સંસ્કારો દઢ બને છે. તેથી સ્વીકારાયેલ ઉચિત પ્રવૃત્તિની પરિણતિરૂપ વિરતિ દઢ થાય છે.
(૪) ભાવનિપાનું કાર્ય :સમ્યગ્દર્શનાદિના પ્રકર્ષરૂપ જે ભાવ છે, તે સત્પદનું દીપન કરે છે અર્થાત્ સાધુ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્રમાં ઉદ્યમ કરીને જેમ જેમ રત્નત્રયીની વૃદ્ધિ કરે છે, તેમ તેમ આચાર્યપદને અનુકૂળ પરિણતિવાળા થાય છે, ક્રમે કરીને તીર્થંકરપદને યોગ્ય થાય છે અને અંતે સિદ્ધપદને યોગ્ય થાય છે. તેથી આત્મામાં વર્તતા સમ્યગ્દર્શનાદિ ભાવો આત્માનાં પારમાર્થિક પદને પ્રગટ કરનારા છે.
પૂર્વમાં નામાદિ પ્રત્યેકની પ્રધાનતાની અપેક્ષાએ કાર્ય બતાવ્યું. હવે ચારેય નિપાઓ સમુદિત કીર્તિ આદિના કારણ છે, તે બતાવે છે –
સમુદિત એવા નામાદિનું કીર્તિરૂપ કાર્ય :
જેમ કોઈ સાધુનું ગુણનિષ્પન્ન નામ હોય, રજોહરણાદિ વસ્ત્રોનું ધારણ હોય, વળી અપ્રમાદથી શ્રુતઅધ્યયનમાં અને સકલ સાધુસામાચારીના પાલનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org