Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 49
________________ ૨૬ દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૮ (૩) વચનઅનુષ્ઠાન : આપ્ત એવા સર્વજ્ઞના વચનના પુરસ્કારપૂર્વક સર્વ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થવું, એવું અનુષ્ઠાન વચનાનુષ્ઠાન છે. આશય એ છે કે જીવના હિતનું કારણ સર્વજ્ઞના વચનાનુસાર પ્રવૃત્તિ છે, અને તેનાથી વિપરીત પ્રવૃત્તિ અહિતનું કારણ છે, એવો બોધ થવાથી સર્વજ્ઞના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓનું સેવન તે વચનાનુષ્ઠાન છે. (૪) અસંગઅનુષ્ઠાન : સર્વજ્ઞના વચનાનુસાર પ્રવૃત્તિ સુઅભ્યસ્ત થાય છે, ત્યારે તે અનુષ્ઠાન પ્રકૃતિરૂપ બને છે, અને તે વખતે ભગવાનના વચનરૂપ પરદ્રવ્યની અપેક્ષા વગર તે અનુષ્ઠાનનું સેવન થાય છે, તે અસંગઅનુષ્ઠાન છે. ટીકાર્ય : વહુ જેને કહે છે-પૂર્વમાં પ્રીતિ આદિ ચાર પ્રકારનાં અનુષ્ઠાન બતાવ્યા. જેને, ષોડશકમાં ૧૦-૨ થી ૧૦-૮માં કહે છે. તપ્રીતિપવિત્તવવનાસંપર્વ ..... ત” “પ્રીતિ, ભક્તિ, વચન (અ) અસંગ એ પ્રકારના ઉપપદવાળું, ચાર પ્રકારનું એવું તે અનુષ્ઠાન, તત્ત્વના જાણનારાઓ વડે કહેવાયું છે. સર્વ જનપૂર્વમાં કહ્યું તે સર્વ જ, આ ચાર પ્રકારનું અનુષ્ઠાન, પરમપદનું સાધન છે અર્થાત્ મોક્ષનું કારણ છે.” પ્રીતિઅનુષ્ઠાનનું લક્ષણ કહે છે – “યત્રીદરો ..... પ્રીત્યનુષ્ઠાનમ્” / “જેમાં=જે અનુષ્ઠાનમાં, પરમ આદર છે અને કર્તાને હિતના ઉદયવાળી પ્રીતિ છે, અને જે શેષના ત્યાગથી=સેવાતા અનુષ્ઠાનથી અન્ય સર્વ પ્રવૃત્તિના ત્યાગથી કરે છે, તે પ્રીતિઅનુષ્ઠાન છે.” ભક્તિઅનુષ્ઠાનનું લક્ષણ કહે છે – “રવવિશેષ ..... મનુષ્ઠાનમ્” || “ગૌરવવિશેષના યોગથી=ગુણવાન પુરુષના ગુણના પરિજ્ઞાનના કારણે ગુણવાન પુરુષ પ્રત્યે બહુમાનવિશેષના યોગથી, બુદ્ધિમાન પુરુષનો, જે વિશુદ્ધતર યોગ છે=પ્રીતિઅનુષ્ઠાન કરતાં વિશુદ્ધતર યોગ છે, તે ક્રિયાથી ઈતર તુલ્ય પણ=પ્રીતિઅનુષ્ઠાન તુલ્ય પણ, ભક્તિઅનુષ્ઠાન જાણવું.” પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાન વચ્ચેનો ભેદ બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122