________________
દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૧-૨ શબ્દના શ્રવણથી પણ દીક્ષાના પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે, અને પક્ષપાત તીવ્ર થાય તો દીક્ષાના શબ્દથી વાચ્ય તે ભાવો સ્વમાં પ્રગટ થાય છે અને હું દીક્ષિત છું” તેવી બુદ્ધિ થવાથી સદા તે શબ્દોથી વાચ્ય અર્થમાં અપ્રમાદથી ઉદ્યમ થાય છે.
આવા વ્યુત્પત્તિ અર્થવાળી દીક્ષા નિયમથી જ્ઞાનને હોય છે; કેમ કે જ્ઞાની પુરુષ ભગવાનના વચનાનુસાર દીક્ષાના પારમાર્થિક અર્થને જાણનારા હોય છે, અને તેના પારમાર્થિક અર્થને જાણીને તેને જીવનમાં સેવવાની રુચિવાળા હોય છે અને શક્તિના પ્રકર્ષથી સેવે છે. આથી “જ્ઞાત્વી ડુત્ય શરળ'તત્ત્વને જાણીને, સ્વીકારીને, કરવું એ પ્રકારના શાસ્ત્રવચનનું અવલંબન લઈને જ્ઞાની પુરુષ દીક્ષામાં ઉદ્યમ કરે છે, તેથી નિયમથી જ્ઞાનીને દીક્ષા છે. ગુરુપરતંત્રને જ્ઞાનીની નિશ્રાને કારણે દીક્ષા -
વળી જેઓ જ્ઞાની નથી, પણ જેઓને પ્રસ્તુતમાં બતાવેલ તેવો દીક્ષા શબ્દના અર્થનો સામાન્યથી બોધ છે અને દીક્ષા સેવવાની રુચિ છે; તેથી વિશદ બોધવાળા જ્ઞાનીને પરતંત્ર થઈને તેમના વચનાનુસાર સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે, તેમનામાં પણ જ્ઞાનીની નિશ્રાને કારણે દીક્ષા છે. ૧૫ અવતરણિકા :
एतदेव भावयति - અવતરણિકાર્ય :
આને જ=પૂર્વમાં કહ્યું કે જ્ઞાનીને નિયોગથી દીક્ષા છે અથવા જ્ઞાનીની વિશ્રાવાળાને દીક્ષા છે એને જ, ભાવન કરે છે અનુભવને અનુરૂપ દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – શ્લોક :
एक: स्यादिह चक्षुष्मानन्यस्तदनुवृत्तिमान् । प्राप्नुतो युगपद् ग्रामं गन्तव्यं यदुभावपि ।।२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org