________________
દીક્ષાદ્ધાત્રિશિકા/સંકલના
૧૨ દીક્ષા સાક્ષાત્ મોક્ષનું કારણ નથી,” તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે દીક્ષાના પ્રારંભકાળમાં પણ મુનિ સમભાવના ઉપયોગવાળા છે, અને ધ્યાનકાળમાં પણ મુનિ સમભાવના ઉપયોગવાળા છે. તેથી મુનિનો સર્વ ઉદ્યમ વીતરાગ થવાને અનુકૂળ છે. ફક્ત અધ્યાત્માદિ યોગની ભૂમિકા પ્રારંભિક છે અને ધ્યાનની ભૂમિકા ઉપરની છે, તે રૂ૫ શુભઉપયોગરૂપ દીક્ષા અને શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો ભેદ સ્વીકારી શકાય; પરંતુ દિગંબરો શુદ્ધઉપયોગરૂપ દીક્ષાને મોક્ષનું કારણ સ્વીકારે છે અને શુભઉપયોગરૂપ દીક્ષાને મોક્ષનું કારણ સ્વીકારતા નથી, તે વચન યુક્તિરહિત છે. દીક્ષા સામાયિક સ્વરૂપે એક અને ક્રિયાસ્વરૂપે ચિત્ર :
વસ્તુતઃ શાસ્ત્રમાં સમભાવના પરિણામને મોક્ષ પ્રત્યે કારણ કહેલ છે અને શાસ્ત્રમાં બકુશાદિ પાંચ ભેદોથી નિગ્રંથોને બતાવીને સમભાવનો પરિણામ ચિત્ર પ્રકારનો બતાવ્યો છે. તેનો વિચાર કર્યા વગર દીક્ષા શુદ્ધએકરૂપ છે અર્થાત્ પરમઉપેક્ષારૂપ છે, એમ જે દિગંબરો કહે છે, તે મિથ્યાવચન છે. દીક્ષા સામાયિકસ્વરૂપે એક અને ક્રિયાસ્વરૂપે ચિત્ર છે, તેથી આદ્ય ભૂમિકાવાળા યોગીઓ અધ્યાત્માદિની પ્રવૃત્તિ કરે છે અને ઉપરિતન ભૂમિકાવાળા યોગીઓ ધ્યાનમાં પ્રયત્ન કરે છે, આમ છતાં જ્ઞાન-ક્રિયામાં તુલ્ય યત્ન કરીને જેઓ સંયમ પાળે છે, તેમની દીક્ષા મોક્ષપ્રાપ્તિનું કારણ છે.
છબસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ “મિચ્છા મિ દુક્કડ' માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬ર, તિથિ-વૈશાખ સુદ-૧૦, તા. ૭-૫-૨૦૦૬ , ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org