Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ દીક્ષાદ્વાત્રિંશિકા|પ્રસ્તાવના છે. તેમાં બત્રીશ વિષયો ઉપર પ્રત્યેક વિષયવાર ૩૨-૩૨ શ્લોકોમાં આગમગ્રંથોનાં અને પૂર્વાચાર્યોનાં અર્થગંભીર વિશદ છણાવટવાળા ઉદ્ધરણો આપીને પ્રત્યેક વિષયની ઊંડી છણાવટ કરવામાં આવી છે, તથા ૫૦૫૦ શ્લોકપ્રમાણ અદ્ભુત, મનનીય ‘તત્ત્વાર્થ દીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી પૂ. ઉપાધ્યાયજીએ તેને સમલંકૃત કરીને તેની ઉપયોગિતા સિદ્ધ કરી છે. પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા રચિત ‘દ્વાત્રિંશદ્ધાત્રિંશિકા’ ગ્રંથની ૨૮મી ‘દીક્ષાદ્વાત્રિંશિકા'નું આ શબ્દશઃ વિવેચન કરવામાં આવેલ છે. દ્વાત્રિંશદ્વાત્રિંશિકા : દીક્ષાદ્વાત્રિંશિકા : . દીક્ષાદ્વાત્રિંશિકામાં ‘દીક્ષા' શબ્દનો વ્યુત્પત્તિ અર્થ ગ્રંથકાર શ્રી યશોવિજયજી મહારાજાએ કર્યો કે “જે શ્રેયનું દાન કરે અને અશિવનું ક્ષપણ કરે” તે દીક્ષા કહેવાય. “જે પ્રવૃત્તિથી સંસારના અનર્થરૂપ અશિવોનો નાશ થાય અને સદ્ગતિની પરંપરા દ્વારા પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિ થાય” તે દીક્ષા કહેવાય. પ્રસ્તુત દીક્ષાબત્રીશીમાં ‘દીક્ષા' વસ્તુ શું છે, તેનું સચોટ નિરૂપણ કરવામાં આવેલ છે. દીક્ષાબત્રીશીમાં આવતા પદાર્થોનું સંક્ષિપ્ત કથન : ♦ (૧) નામદીક્ષા, (૨) સ્થાપનાદીક્ષા, (૩) દ્રવ્યદીક્ષા અને (૪) ભાવદીક્ષાનું સ્વરૂપ. દીક્ષાના પ્રારંભકાળમાં પ્રગટતી (૧) વચનક્ષમા, (૨) વચનમૃદુતા, (૩) વચનઋજુતા અને (૪) વચનનિરીહતાનું સ્વરૂપ. • દીક્ષા સુઅભ્યસ્ત થાય ત્યારે પ્રગટતી (૧) ધર્મક્ષમા, (૨) ધર્મમૃદુતા, (૩) ધર્મઋજુતા અને (૪) ધર્મનિરીહતાનું સ્વરૂપ. ♦ (૧) ઉપકારક્ષમા, (૨) અપકારક્ષમા, (૩) વિપાકક્ષમા, (૪) વચનક્ષમા અને (૫) ધર્મક્ષમારૂપ પાંચ પ્રકારની ક્ષમા તથા તેનું સ્વરૂપ. ક્ષમાના આ પાંચ પ્રકારો છે. એ રીતે મૃદુતા, ઋજુતા અને નિરીહતા આદિના પણ પાંચ પાંચ પ્રકારો સમજવા. • સદ્અનુષ્ઠાનના (૧) પ્રીતિઅનુષ્ઠાન, (૨) ભક્તિઅનુષ્ઠાન, (૩) વચનાનુષ્ઠાન અને (૪) અસંગાનુષ્ઠાનરૂપ ચાર ભેદોનું સ્વરૂપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 122