________________
દીક્ષાઢાત્રિશિકા/સંકલના પાંચ પ્રકારની ક્ષમાની જેમ મૃદુતાદિ ભાવ પણ પાંચ પ્રકારે –
વળી દીક્ષામાં પ્રગટ થતા ક્ષમા મૃદુતા, ઋજુતા અને નિરીહતા, આ ચારે ભાવો અપેક્ષાએ પાંચ ભેજવાળા છે : (૧) ઉપકારક્ષમા, (૨) અપકારક્ષમા, (૩) વિપાકક્ષમા, (૪) વચનક્ષમા અને (૫) ધર્મક્ષમા. આ પ્રકારે ક્ષમા પાંચ ભેદવાળી છે, તેમ મૃદુતાદિ ભાવો પણ પાંચ ભેટવાળા છે.
(૧) ઉપકારક્ષમા એટલે પોતાના ઉપર કરાયેલા ઉપકારને યાદ કરીને ઉપકારીના પ્રતિકૂળ વચનમાં પણ ક્રોધ, અરુચિ આદિ ભાવોનો અભાવ.
(૨) અપકારક્ષમાં એટલે પોતે કોઈના પ્રત્યે ગુસ્સો કરશે, તો તેના તરફથી પોતાને અપકાર થશે, એ પ્રકારના ચિંતવનથી ક્રોધાદિ ભાવોનો અભાવ.
(૩) વિપાકક્ષમા એટલે અક્ષમાના પરિણામોનો વિપાક અનર્થકારી છે, તેમ વિચારીને ક્રોધાદિ ભાવોનો અભાવ.
(૪) વચનક્ષમા એટલે ભગવાનનું વચન અપ્રમાદભાવથી વીતરાગતાને પ્રગટ કરવાનો ઉપદેશ આપે છે, એ પ્રકારના ભગવાનના વચનના પર્યાલોચનથી ક્રોધાદિ ભાવોનો અભાવ.
(૫) ધર્મક્ષમા એટલે જીવની સહજ પ્રકૃતિ શુદ્ધ આત્મભાવોમાં વિશ્રાંત થાય તેવી પ્રગટે, ત્યારે ચંદનગંધન્યાયથી ક્ષમાનો પરિણામ વર્તે છે, તે ધર્મક્ષમા છે.
આ રીતે માર્દવતા આદિ ભાવોનું પણ સમાલોચન કરવું. સઅનુષ્ઠાનના ચાર ભેદોનું સ્વરૂપ :
વળી સદનુષ્ઠાન ચાર પ્રકારનાં છે :(૧) પ્રીતિઅનુષ્ઠાન, (૨) ભક્તિઅનુષ્ઠાન, (૩) વચનાનુષ્ઠાન અને (૪) અસંગઅનુષ્ઠાન.
દિક્ષાકાળમાં વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ છે, અને દીક્ષા સુઅભ્યસ્ત થાય છે ત્યારે અસંગઅનુષ્ઠાન આવે છે. (૧) પ્રીતિઅનુષ્ઠાન :જેઓ હજી દીક્ષાના પરિણામને પામ્યા નથી, છતાં ભગવાનના વચન પ્રત્યેની પ્રીતિથી દીક્ષા ગ્રહણ કરીને દીક્ષાના આચારોને પ્રીતિપૂર્વક સેવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org