Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 8
________________ વાસ્તવિક પ્રાપ્યજ્ઞત્વ નથી. પરંતુ કાલ્પનિક છે. એ જ આશયથી અહીં ઓદનાદિદટાતને વિકલ્પસિદ્ધરૂપે વર્ણવ્યું છે. બીજાને એ દષ્ટાંત વાસ્તવિક હોવાથી ઓદનની જેમ પ્રાપ્યજ્ઞત્વને લઈને માંસમાં પણ ભક્ષ્યત્વ માનવાનો તેઓ અતિપ્રસંગ આપી શકે છે. એ અતિપ્રસંગનું વારણ; અનુમાનમાં બાધદોષના ઉદ્ભાવનથી ઉપર કર્યું છે અર્થાદ્ અતિપ્રસિદ્ગને સિદ્ધ કરવા માટે કરેલા અનુમાનમાં બાધ આવે છે. બાધનું સ્પષ્ટીકરણ કરવા માટે ગ્રંથકાર પરમર્ષિ ફરમાવે છે કે જ્યાં ભક્ષ્યત્વ મનાય છે ત્યાં પ્રાધ્યગત્વ હોવા છતાં તેના કારણે ભક્ષ્યત્વ માનવામાં આવતું નથી. અન્યથા અસ્થિ વગેરેમાં પ્રાપ્યદ્ભત્વ હોવાથી ત્યાં પણ ભક્ષ્યત્વ માનવાનો પ્રસ આવશે. યદ્યપિ આ અતિપ્રસંગનું વારણ શક્યભક્ષણત્વ સ્વરૂપ જ ભક્ષ્યત્વ માનવાથી થઈ શકે છે. કારણ કે અસ્થિ વગેરેમાં પ્રાધ્યક્શત્વ હોવા છતાં ત્યાં શક્યભક્ષણકત્વ (જેનું ભક્ષણ શક્ય છે તેમાં શક્યભક્ષણત્વ મનાય છે.) ન હોવાથી ભક્ષ્યત્વ મનાતું નથી. પરંતુ આ વાત બરાબર નથી. કારણ કે ભક્ષ્યત્વ અધર્માજનકભક્ષણકત્વ સ્વરૂપ છે. જેના ભક્ષણથી અધર્મની ઉત્પત્તિ થતી નથી, તેને અધર્માજનકભક્ષણક કહેવાય છે. અને તેમાં અધર્માજનકભક્ષણત્વ રહે છે. આવા અધર્મા જનકભક્ષણકત્વને ક્યાં માનવું અને ક્યાં ન માનવું, તેની વ્યવસ્થા શાસ્ત્ર અને લોક(શિષ્ટજન)થી થતી હોય છે. મય શબ્દ મક્ષ ધાતુને વિધ્યર્થમાં પ્રત્યાયના વિધાનથી નિષ્પન્ન છે. બલવ એવા અનિષ્ટનો જે અનનુબંધી (અકારણો છે તે વિધ્યર્થ છે. તેથી જેનું ભક્ષણ બલવાન એવા અનિષ્ટનું અનુબંધી (કારણો હોય તે ભક્ષ્ય ન હોય એ સમજી શકાય છે. શાસ્ત્ર અને શિષ્ટજન પ્રસિદ્ધ વ્યવસ્થાથી માંસમાં ભક્ષ્યત્વનો આ રીતે બાધ થાય છે. તેથી ઉફત અનુમાન બાધદોષથી દુષ્ટ છે. sssssssssss: ૫ ૬sssssssPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56