Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 27
________________ (શાશ્વવિદિતમસમક્ષT)મવુઈ વિદિતત્વાર્ આ અનુમાનમાં વિહિતત્વ હેતુ છે અને પક્ષ, શાસ્ત્રવિહિત માંસભક્ષણ છે. પક્ષતાવચ્છેદક શાસ્ત્રવિહિતમાંસભક્ષણત્વ એટલે કે ખરી રીતે વિહિતત્વ છે. માંસભક્ષણ છે તેથી તેમાં અદુષ્ટત્વ નથી મનાતું પરંતુ તે વિહિત છે માટે તેમાં અદુત્વ મનાય છે અર્થા માંસભક્ષણત્વ સ્વરૂપે તેમાં આદુષ્ટત્વ સિદ્ધ કરાતું નથી પરંતુ વિહિતત્વરૂપે અદુત્વ સિદ્ધ કરાય છે. આથી સમજી શકાશે કે એ અનુમાનમાં પક્ષતાવચ્છેદક અને હેતુ બન્ને એક જ થાય છે. પક્ષઘેલ્વોવિશેષાપત્તે અહીં પક્ષ પદ પક્ષતાવચ્છેદકારક છે... . ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. બીજું ઉત્સર્ગથી જેનો નિષેધ કરાયો છે તેનું કોઈવાર કોઈ સ્થાને કોઈ વ્યક્તિને પુષ્ટ આલંબને ગુણનું કારણ બને તોપણ પોતાની દુષ્ટતાનો સ્વરૂપથી ત્યાગ કરતું નથી અર્થા એ સ્વરૂપથી દુર જ મનાય છે. જેમ વૈદ્યકશાસ્ત્રનિષિદ્ધ સ્વેદકર્મ, તાવને દૂર કરવા માટે કરાય છે. પરંતુ તે સ્વરૂપથી તો દુષ્ટ જ મનાય છે તેમ ઉપર જણાવ્યા મુજબ ઉત્સર્ગથી નિષિદ્ધ એવું માંસભક્ષણ પ્રોષિતાદિવિશિષ્ટ હોવામાત્રથી અદુષ્ટ નહિ મનાય. કારણ કે અહીં એવું કોઈ પુષ્ટ આલંબન અમને દેખાતું નથી; સિવાય કે અધર્મને વધારનાર કુતૂહલ. આથી સમજી શકાશે કે શાસ્ત્રીયમાંસભક્ષણસ્થળે એવા કુતૂહલને છોડીને બીજું કોઈ પુરાલંબન ન હોવાથી તે માંસભક્ષણ અદુષ્ટ નથી. આથી વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ ગ્રંથકારશ્રીની સ્યાદ્વાદકલ્પલતામાં જોવું જોઈએ. //૭-૧૬ @ @ @ માંસભક્ષણમાં દોષનું ઉદ્ભાવન કરીને હવે મદ્યપાનમાં દોષ જણાવાય છે -

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56