Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 31
________________ અર્થાત્ પુત્રરહિત માણસની સદ્ગતિ નથી થતી અને પુત્રરહિત માણસને ધર્મ હોતો નથી... ઈત્યાદિ વચનોના આધારે સદ્ગતિ અને ધર્મની પ્રાપ્તિ માટે તે તે માણસને પુત્રને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. એ ઈચ્છાવાળા અધિકારી ગૃહસ્થને પોતાની પત્નીમાં મૈથુન દુષ્ટ નથી. પરંતુ આવા પણ ગૃહસ્થો જ પરસ્ત્રી કે વેશ્યામાં મૈથુન સેવે તો તે અનર્થનું જ કારણ બને છે. તેથી શ્લોમાં વાપુ આ પદ . આ રીતે સ્વસ્ત્રીમાં પણ ઋતુકાળમાં જ ઉપર જણાવ્યા મુજબ મૈથુન દુષ્ટ નથી. અન્યથા ઋતુકાળને છોડીને બીજા કાળમાં તો મૈથુનમાં દોષ છે. એ વિષયમાં દોષ જણાવતાં કહ્યું છે કે, ઋતુકાળ ગયે છતે જે મૈથુનને સેવે છે; તેને બ્રહ્મહત્યાના પાપનું ફળ પ્રાપ્ત થાય છે અને દરરોજ સૂતક લાગે છે. આથી અહીં 20ાત્રે આ પદ છે. આથી સમજી શકાશે કે પ્રયોજનવિશેષે ઉપર જણાવ્યા મુજબ અધિકારી (વેદાદિનું અધ્યયન જેણે કરી લીધું છે) એવા ગૃહસ્થને મૈથુન દુર નથી. સુધાની વેદના શમાવવા જેમ ભોજન દુષ્ટ નથી તેમ વિશિષ્ટ સંયોગોમાં તે રીતે મૈથુન પણ દુર નથી. કારણમશ્રિત મૈથુનમવુઈ જાતર/પ્રવૃત્તિમવદ્િ વેનાાિરાશ્રિતમોગનવિદ્યા અર્ધા ધર્મ માટે પુત્રપ્રાપ્તિના કારણે સેવાતું મૈથુન દુષ્ટ નથી. કારણ કે રાગરહિત એ પ્રવૃત્તિ છે. વેદનાદિ કારણે કરાતું ભોજન જેમ રાગરહિત પ્રવૃત્તિ સ્વરૂપ હોવાથી દુર નથી તેમ ઉક્ત કારણે સેવાતું મૈથુન પણ દુષ્ટ નથી. આ પ્રમાણે બ્રાહ્મણોની માન્યતા છે. II૭-૧૯ll બ્રાહ્મણોની એ માન્યતાનું નિરાકરણ કરાય છે - नैवमित्थं स्वरूपेण दुष्टत्वानिबिडापदि । श्वमांसभक्षणस्येवापवादिकनिभत्वतः ॥७-२०॥

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56