Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 37
________________ અભાવ સ્વરૂપ માધ્યચ્ય રહેતું નથી. કારણ કે ગમ્ય સ્ત્રીમાં મૈથુન સેવવાથી રાગ થાય છે અને અગમ્યસ્ત્રીની પ્રત્યે દ્વેષ વગેરે થાય છે. તેથી ગમ્ય અને અગમ્ય વ્યક્તિને વિશે સમાન પ્રવૃત્તિ થવાથી માધ્યચ્ય જળવાય છે, સફલેશ થતો નથી. પરંતુ આ પ્રમાણે મંડલતંત્રવાદીઓનું કથન યુક્ત નથી. કારણ કે ગમ્યાગમ્યના અવિવેકથી નહિ પણ તેના વિપર્યયથી એટલે કે - ગમ્યાગમ્યના વિવેથી જ સફલેશ દૂર થાય છે. રાગ-દ્વેષની પરિણતિને સક્લેશ કહેવાય છે. ગમ્યાગમ્યના અવિવેકના કારણે મૈથુનની ઈચ્છા અનર્મલ-હદ ઉપરાંત હોય છે. ગમ્યાગમ્યના વિવેકથી મોહના વિકાર સ્વરૂપ એ ઈચ્છાનો નિરોધ થવાથી સહજ રીતે જ સક્લેશ નાશ પામે છે. નિરોધ કરાયેલી ઈચ્છા, અલ્પ બળતણવાળા અગ્નિની જેમ ખૂબ જ અલ્પકાળ રહેતી હોય છે. ગમ્યાગમ્યના વિવેકથી અગમ્યની નિવૃત્તિને લઈને દેશથી નિવૃત્તિથી યુક્ત ઈચ્છાનો નિરોધ થાય છે. તેથી નિરુદ્ધ (વિવેકથી નિરોધ કરાયેલી) ઈચ્છા માધ્યશ્મનું કારણ બને છે. આથી સ્પષ્ટ છે કે આ રીતે ગમ્યાગમ્યના વિવેકથી ઉત્પન્ન થયેલ શુભ આશય(અગમ્યથી નિવૃત્ત થવાદિના શુભ આશય)થી અલ્પકાળમાં જ પરમ કોટિનું માધ્યચ્ય પ્રાપ્ત કરાય છે. . અહીં યાદ રાખવું જોઈએ કે રાગ-દ્વેષાદિના અભાવ સ્વરૂપ સર્ક્યુલેશાભાવને માધ્યથ્ય કહેવાય છે. અપ્રશસ્ત વિષયમાં પ્રવૃત્તિ કરવી પડે અને કરીએ : એ બેમાં ઘણું અંતર છે. અપ્રશસ્ત વિષયથી નિવૃત્તિ જેટલી વધારે થશે એટલી સલેશની નિવૃત્તિ પણ વધારે થશે. જ્ઞાનાદિ પ્રશસ્ત વિષયમાં જેટલી પ્રવૃત્તિ વધશે તેટલી સક્લેશની નિવૃત્તિ પણ અધિક પ્રમાણમાં થશે, જે માધ્યય્યનું એકમાત્ર બીજ છે. ‘અપ્રશસ્ત વિષયમાં પ્રવૃત્તિ કરવી, પણ નિર્લેપભાવે કરીએ; તેથી

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56