Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 38
________________ માધ્યચ્ચ પ્રાપ્ત થાય છે.' : આવી માન્યતા લગભગ આજે પ્રચલિત છે. વાસ્તવિકતા તો એ છે કે એવી પ્રવૃત્તિ કરવી પડે તો નિર્લેપ રહેવું એ માધ્યય્યનું બીજ છે. એ બન્નેમાં જે ફરક છે તે ન સમજાય એવો નથી. “રાગદ્વેષ વગર કરવું અને કરતી વખતે રાગદ્વેષ ન કરવા' : આ બે વચ્ચેનો ભેદ સમજ્યા વિના માધ્યચ્ય બન્નેમાં પગ રાખવા માટે ઉપયોગી બનશે. બંન્નેમાંથી પગ નીકળી જાય : એ માટે જે કરવું પડે તે કરવાથી માધ્યશ્ય સચવાય છે. વર્તમાનમાં જે માધ્યચ્ય પ્રસિદ્ધ છે; તે વાસ્તવિક નથી...ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ.૭-૨૪ 0:00 ઉપર જણાવ્યા મુજબ ભણ્યાલક્ષ્ય અને ગમ્યાગમ્યના વિવેકનું વ્યવસ્થાપન કરીને તપવિશેષનું સમર્થન કરાય છે. તેમાં પ્રથમ તપનો અનાદર કરનારના અભિપ્રાયને જણાવાય છે नाद्रियन्ते तप: केचिद् दुःखरूपतयाऽबुधाः । आर्तध्यानादिहेतुत्वात् कर्मोदयसमुद्भवात् ॥७-२५॥ “કેટલાક લોકો; આર્તધ્યાનાદિનું કારણ હોવાથી અને કર્મના ઉદયથી થતું હોવાથી દુઃખરૂપ એવા તપનો આદર કરતા નથી.'-આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કેટલાક અબુધ લોકો તપનો આદર કરતા નથી. કારણ કે તે દુઃખસ્વરૂપ છે. દુઃખસ્વરૂપ હોવા છતાં તેને જો તપ તરીકે મનાતું હોય તો બધા જ દુઃખી જનોને તપસ્વી સ્વરૂપ માનવા પડશે. દુઃખવિશેષને લઈને તો તપવિશેષનો પ્રસિદ્ઘ આવશે. આ આશયને જણાવતાં શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યું છે કે બધા જ દુઃખી લોકોને આ રીતે તપસ્વી માનવા પડશે; દુઃખવિશેષના કારણે વિશિષ્ટ તપસ્વી માનવા પડશે.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56