Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 50
________________ હિંસાનું પાપ લાગે છે. આથી જ કહ્યું છે કે-જે પણ જીવો મરતા નથી તે જીવોનો પણ તે (યતનારહિત) આત્મા નિયમા હિંસક છે. કારણ કે તે ઉપયોગ-ભાવની અપેક્ષાએ સર્વભાવે (પ્રકારે) સાવદ્ય છે જ. આથી સમજી શકાશે કે યતનાનો પરિણામ હોય તો દ્રવ્યહિંસા થાય કે ન થાય તોય હિંસાનું પાપ લાગતું નથી. અન્યથા હિંસાનો અભાવ હોય તોય યતનાનો અભાવ હોવાથી ત્યાં હિંસાનું પાપ લાગે છે. II૭-૨૯ 0:00 ઉપર જણાવ્યા મુજબ હિંસા-અહિંસાદિમાં પરિણામનું જ પ્રાધાન્ય છે, તે જોવાય છે रहस्यं परमं साधोः समग्रश्रुतधारिणः । परिणामप्रमाणत्वं निश्चयैकाग्रचेतसः ॥७-३०॥ ‘નિશ્ચયનયમાં એકાગ્ર છે ચિત્ત જેનું એવા સમગ્ર શ્રતને ધરનારા પૂ. સાધુભગવંતનું પરિણામનું પ્રામાણ્ય એ સર્વશ્રેષ્ઠ રહસ્ય છે.'-આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જેઓએ સમસ્ત દ્વાદશાડ્મીનું સારી રીતે અધ્યયન કરી લીધું છે; એવા નિશ્ચયનયમાં એકાગ્રચિત્તવાળા પૂ. સાધુભગવંતોનું પરમ તત્ત્વ એ છે કે “મનના પરિણામ જ ફળની પ્રત્યે સ્વતંત્ર કારણ છે.’ એ પ્રમાણે તેઓ બરાબર માને છે. બાહ્ય ક્રિયાઓ પરિણામ દ્વારા જ ફળની પ્રત્યે કારણ બને છે. તેથી બાહ્ય ક્રિયાઓ ફળની પ્રત્યે સ્વતંત્ર કારણ નથી. તેમાં પરિણામોધીને કારણતા છે. ફળની પ્રત્યે સ્વતંત્ર કારણતા ચિત્તના પરિણામમાં છે. - નિશ્ચયનયમાં જેમનું ચિત્ત એકાગ્ર બન્યું છે એવા મુનિભગવંતો ફળની પ્રત્યે પરિણામનું કારણત્વ, મુખ્યપણે સમજે છે તેમ જ તે પ્રમાણે સમજાવે છે. તે પૂ. મુનિભગવંતોનું એ પરમ રહસ્ય છે. આ = = = == == જ છે આ જગ્યા =====

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56