Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 53
________________ જાણતા નથી. હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ નિશ્ચયનયનું જ્ઞાન ન હોવાથી તેઓ વાસ્તવિક રીતે નિશ્ચયનયને જાણતા નથી. આ પ્રમાણે અન્યત્ર જણાવતાં ફરમાવ્યું છે કે “ચોક્કસ રીતે નિશ્ચયનયને નહિ જાણતા નિશ્ચયનયનું અવલંબન લેનારા; બાહ્ય (પરપ્રાણરક્ષણાદિની) પ્રવૃત્તિમાં આળસુ બનેલા ચરણ અને કરણનો નાશ કરે છે.” તેથી પરિશુદ્ધ બાહ્યયતના સ્વરૂપ સદાચાર અને આત્માનો અભ્યન્તર શુદ્ધપરિણામ (ભાવ)-એ બંન્નેથી અભ્યન્તરમાર્ગે મુમુક્ષુ આત્માઓએ ચાલવું જોઈએ. આથી જ યાવિશેષની સિદ્ધિ થાય છે. નિશ્ચય અભિમત દયાવિશેષની સિદ્ધિમાં પરપ્રાણરક્ષાની પ્રવૃત્તિ ખૂબ જ પ્રબળ સાધન છે. અહિંસાનો જેને પરિણામ છે તે પરપ્રાણરક્ષામાં પ્રવૃત્તિ કર્યા વિના નહિ રહે. કોઈ વાર એ પ્રવૃત્તિથી પરપ્રાણની રક્ષા થાય કે ન પણ થાય. પરંતુ તેથી અહિંસાનો પરિણામ ન હતો અને હિંસાનો પરિણામ હતો-એવું નથી હોતું. તેથી નિશ્ચયનયાભિમત અહિંસાની પ્રાપ્તિ માટે પરપ્રાણની રક્ષા કરવામાં ખૂબ જ અપ્રમત્ત રહેવું જોઈએ. ૭-૩૧ પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે.विदित्वा लोकमुक्षिप्य लोकसंज्ञां च लभ्यते । इत्थं व्यवस्थितो धर्मः परमानन्दकन्दभूः ॥७-३२॥ લોકને જાણીને અને લોકસંજ્ઞાનો ત્યાગ કરીને ઉપર જણાવ્યા મુજબ પ્રમાણથી પ્રસિદ્ધ એવો ધર્મ પ્રાપ્ત થાય છે, જે પરમાનંદસ્વરૂપ કંદની ઉત્પત્તિનું સ્થાન છે.'-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56