Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 51
________________ નિશ્ચયનયની તરફ દષ્ટિ ન હોય તો કેવલ વ્યવહારનયની દષ્ટિએ તે તે ફળને પ્રાપ્ત કરવાનું શક્ય થતું નથી. મુમુક્ષુ જનોએ ચિત્તના વિશુદ્ધ પરિણામને પ્રાપ્ત કરવા પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. પ્રવૃત્તિ પરિણામનું નિમિત્ત બને છે. પરંતુ પરિણામને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ન હોય તો કોઈ પણ રીતે પ્રવૃત્તિથી પરિણામની પ્રાપ્તિ નહિ થાય. ફળ પ્રત્યેની ઉદાસીનતા છવને પરિણામથી વિમુખ બનાવે છે અને તેથી ગમે તે કારણે થતી પ્રવૃત્તિની વિદ્યમાનતામાં આત્માને ફળની પ્રાપ્તિ થતી નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પ્રવૃત્તિને સફળ બનાવવા માટે ચિત્તના પરિણામ તરફ દૃષ્ટિ સ્થિર બનાવ્યા વિના ચાલે એવું નથી, જે નિશ્ચયનયની એકાગ્રતાથી જ શક્ય છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૭-૩ળા. - 0:00 આ પ્રમાણે નિશ્ચયનય ફળની પ્રત્યે મુખ્ય-સ્વતંત્ર કારણ છે. તો માત્ર લોકોને “અમે હિંસા નથી કરતા’- પ્રમાણે જણાવનારી પરપ્રાણની રક્ષા કરવાનું કોઈ જ પ્રયોજન નથી. અર્થા આશય એ છે કે જે મનના પરિણામના કારણે જ હિંસાનું પાપ લાગતું હોય અને પ્રવૃત્તિના કારણે પાપ લાગતું ન હોય તો પરપ્રાણની રક્ષા માટે યતના વગેરે કરવાનું કોઈ જ પ્રયોજન નથી. કારણ કે બાહ્યયતનાથી લોકોને જાણ થાય કે-આ મહાત્મા હિંસા કરતા નથી. આથી વિશેષ કોઈ જ બીજું પ્રયોજન તેનું નથી. પાપનો પરિહાર તો મનના પરિણામથી જ થાય છે. તેથી પરપ્રાણની રક્ષા કરવાની આવશ્યકતા નથી.... આવી શંકાના સમાધાન માટે જણાવાય છે तिष्ठतो न शुभो भावो ह्यसदायतनेषु च । गन्तव्यं तत्सदाचारभावाभ्यन्तरवर्मना ॥७-३१॥


Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56