Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 55
________________ પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટેનું મૂળભૂત કારણ છે. જેમ વનસ્પતિના કંદ ભૂમિમાં ઉત્પન્ન થાય છે તેમ પરમાનંદસ્વરૂપ કંદ આ પ્રમાણપ્રસિદ્ધ ધર્મમાં ઉત્પન્ન થાય છે. આ ધર્મને છોડીને બીજા કોઈ પણ ધર્મથી પરમાનંદસ્વરૂપ મોક્ષની ઉત્પત્તિ થતી નથી. વેદમાં જણાવેલા માંસભક્ષણને અને મદિરાપાનને નિર્દોષ માનનારા પુત્રાદિની પ્રાપ્તિ માટે મૈથુનને ધર્મ તરીકે માનનારા દરેક સ્ત્રીને ગમ્ય (સેવવા યોગ્ય) માનનારા; તપને દુઃખરૂપ માનીને અકરણીય માનનારા અને માત્ર લૌકિક ધ્યાને આદરણીય માનનારા લોકો પોતાને ધાર્મિક માને છે, તે તેમનું અભિમાન છે. આ પૂર્વે જણાવ્યા મુજબ તેમનો તે તે ધર્મ પ્રમાણથી સિદ્ધ નથી. તે તે ધર્મમાં જણાવેલા દોષોનો વિચાર કરીને પ્રમાણપ્રસિદ્ધ લોકોત્તર ધર્મને શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ આરાધવામાં પ્રયત્નશીલ બની પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા...... ||૭-૩૨ા अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां धर्मव्यवस्थाद्वात्रिंशिका ॥ છે)

Loading...

Page Navigation
1 ... 53 54 55 56