Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
Catalog link: https://jainqq.org/explore/005724/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ માથાણદાથજીદORMા વિધિ - ધર્મવ્યવસ્થા બત્રીશી એક પરિશીલન : - | BETલવા પૂરા.લી.વ. ચન્દ્રગુપ્તસત્ર 25 ૪૨૦ કે 8પ્રકાર થી અનેકાનપ્રકાશનનરીલિજીયસસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત ત્રિ-ત્રિશિ પ્રકરણાન્તર્ગત ઘર્મવ્યવસ્થા બત્રીશી-એક પરિશીલન : પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ. મ.સા. ના પટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. અતિચન્દ્ર સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્ત સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુમ સૂ. મ. : પ્રકાશન : શ્રી અનેકાન્ત પ્રકાશન જેન રીલીજીયસ ટ્રસ્ટ : આર્થિક સહકાર : રશ્મિકાન્ત બાબુલાલ શાહ ૨૦૨, દિવ્યદર્શન, બ્રાહ્મણસભાલેન, મલાડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૪. Page #3 -------------------------------------------------------------------------- ________________ ધર્મવ્યવસ્થા બત્રીશી-એક પરિશીલન - ૭ આવૃત્તિ - પ્રથમ : પ્રકાશન : વિ. સં. ૨૦૫૮. નકલ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન જેન રીલીજીયસ ટ્રસ્ટ : પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલા રજનીકાંત એફ. વોરા મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ, પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧.. મુકુંદભાઈ આર. શાહ ૫, નવરત્ન લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ પાલડી- અમદાવાદ-૭ વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઈ હેમચંદ શાહ કોમલ', છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત – ૩૯૫૦૦૩. : આર્થિક સહકાર : રશ્મિકાન્ત બાબુલાલ શાહ ૨૦૨, દિવ્યદર્શન, બ્રાહ્મણસભાલેન, મલાડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૪. : મુદ્રણ વ્યવસ્થા : કુમાર ૧૩૮- બી. ચંદાવાડી, બીજે માળે, સી.પી. ટેક રોડ, મુંબઈ ૪૦૦૦૦૪. Page #4 -------------------------------------------------------------------------- ________________ अथ धर्मव्यवस्थाद्वात्रिंशिका प्रारभ्यते । છઠ્ઠી બત્રીશીમાં સાધુસામગ્રનું વર્ણન કર્યું. તેનો નિર્વાહ ધર્મવ્યવસ્થાથી થાય છે. તેથી હવે ધર્મવ્યવસ્થાનું નિરૂપણ કરાય છે भक्ष्याभक्ष्यविवेकाच्च गम्यागम्यविवेकतः । तपोदयाविशेषाच्च स धर्मो व्यवतिष्ठते ॥७-१॥ “ભક્ષ્ય અને અભક્ષ્યના વિવેકથી; ગમ્ય અને અગમ્યના વિવેકથી તપવિશેષથી અને દયાવિશેષથી છઠ્ઠી બત્રીશીમાં છેલ્લા શ્લોક દ્વારા જણાવેલો ધર્મ વ્યવસ્થિત થાય છે.'-આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે છઠ્ઠી સાધુસમગ્ર નામની બત્રીશીના છેલ્લા શ્લોકમાં પરમાનંદની પ્રાપ્તિ; જે ધર્મની આરાધનાથી વર્ણવી છે, તે ધર્મ ભક્ષ્યાભર્ચ અને ગમ્યાગમ્યના વિવેકથી તેમ જ તપ અને દયા વિશેષથી વ્યવસ્થિત-સદ્ગત બને છે. જ્યાં ભક્ષ્યાભઢ્ય અને ગમ્યાગમનો વિવેક નથી તેમ જ તપવિશેષ કે દયાવિશેષ નથી, તે ધર્મ વાસ્તવિક નથી. આમ તો દરેક ધર્મમાં ભણ્યાભઢ્યાદિનો વિવેક તેમ જ તપ, દયા વગેરેનું વર્ણન કર્યું તો હોય છે પરંતુ તે વાસ્તવિક અને પૂર્ણ હોતું નથી. અવાસ્તવિક અધકચરું નિરૂપણ ધર્મની વ્યવસ્થા માટે તદ્દન જ અર્થહીન બને છે. તેથી એ રીતે ધર્મનું નિરૂપણ કર્યા વિના અહીં વાસ્તવિક અને પૂર્ણ રીતે તેનું(ધર્મનું) નિરૂપણ કરવાનું ધાર્યું છે. અન્યદર્શનકારોએ ધર્મની વ્યવસ્થા માટે જે રીતે વ્યવસ્થા વિચારી છે; તેની અનુપપત્તિ જણાવવાપૂર્વક વાસ્તવિક વ્યવસ્થા કેવી હોય છે તે જણાવવાનું અહીં તાત્પર્ય છે. અજ્ઞાન અને કદાગ્રહ આત્માને વાસ્તવિકતાથી ખૂબ જ દૂર-સુદૂર રાખે છે. અન્યદર્શનકારો તો એ રીતે કરી છે RSS હssst==s 1stહxtહes issussess Page #5 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિકતાથી ખૂબ જ દૂર રહ્યા છે. પરંતુ એમની વાતમાં આવી જઈને આપણે વાસ્તવિકતાથી દૂર ન ધઈએ એ માટે .અહીં ગ્રંથકાર પરમર્ષિએ આપણી ઉપર અનુગ્રહ કરવા દ્વારા પ્રયત્ન કર્યો છે. ધર્મનું અગાધ સ્વરૂપ જોતાં અહીં ખૂબ જ અલ્પાંશે વાસ્તવિક વ્યવસ્થાનું નિરૂપણ કરાયું છે-એમ માન્યા વિના ચાલે એવું નથી. પરંતુ એ દિશાસૂચન મુજબ, અહીં જેનું નિરૂપણ કરાયું નથી એવા વિષયોનું પણ દર્શન કરી લેવાનું આવશ્યક છે. અહીં ભક્ષ્યાભક્ષ્યનો અને ગમ્યાગમ્યનો વિવેક તેમ જ તપવિશેષ અને દયાવિશેષ : એ ચારનું નિરૂપણ મુખ્યપણે કરાયું છે. શ્લો.નં. ૨ થી ૧૭, ૧૮ થી ૨૪; ૨૫-૨૬ અને ૨૭ થી ૩૧ : આ ચાર વિભાગમાં એ ચારનું નિરૂપણ કર્યું છે. ભક્ષ્યાભક્ષ્યના વિવેકમાં પેયાપેયનો વિવેક પણ પ્રસઙ્ગથી સત્તરમા શ્લોકમાં દર્શાવ્યો છે. સામાન્યથી નિરૂપણીય વિષયનો નિર્દેશ આ પ્રથમ શ્લોકથી કર્યો છે. શાસ્ત્રીય પરિભાષામાં આ શ્લોક દ્વારપરામર્શ છે. આ શ્લોકમાં વર્ણવેલા ચાર દ્વારથી અહીં ધર્મવ્યવસ્થાનું નિરૂપણ છે. ।।૧૭-૧ ઉપર જણાવેલા ચારમાં પ્રથમ ભણ્યાભક્ષ્યના વિવેકને જણાવાય છે. भक्ष्यं मांसमपि प्राह कश्चित् प्राण्यङ्गभावतः । ઓવનાવિવવિત્યેવમનુમાનપુર:સરમ્ II9-રા ‘‘કો’ક(બૌદ્ધ) કહે છે કે પ્રાણીનું અફ્ળ હોવાથી માંસ પણ ભક્ષ્ય છે. ભાત વગેરેની જેમ. આવા અનુમાનને આગળ કરીને માંસને પણ બૌદ્ધ ભક્ષ્ય તરીકે જણાવે છે.’’-આ પ્રમાણે બીજા શ્લોકનો 演 演 ) ૨ HE CENT અને મને Page #6 -------------------------------------------------------------------------- ________________ અર્થ છે. આશય એ છે કે સામાન્ય રીતે માંસ વગેરે અભક્ષ્ય છે અને ઓદન(ભાત) વગેરે ભક્ષ્ય છે. આવી વ્યવસ્થા સકલ શિષ્ટજનપ્રસિદ્ધ છે. આવી વ્યવસ્થામાં કો’ક-બૌદ્ધ કહે છે કે માંસમરિ ભક્ષ્ય પ્રાધ્યાત્વીત્-આ અનુમાનથી માંસમાં ભક્ષ્યત્વ સિદ્ધ થાય છે. આ અનુમાનનો પ્રાણ્યગ્રત્વ હેતુ અસિદ્ધ નથી. કારણ કે માંસમાં પ્રાણજ્ઞત્વ પ્રત્યક્ષસિદ્ધ છે. ઓદનાદિ જેમ ભક્ષ્ય છે તેમ માંસ પણ પ્રાણીનું અજ્ઞ હોવાથી ભક્ષ્ય છે. “ઓદનાદિ પ્રાણીના અડ્ઝ ન હોવાથી તે દષ્ટાંતમાં હેતુ નથી’ આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઓદનાદિ એકેન્દ્રિયપ્રાણી(વનસ્પતિકાય)ના અડ્ઝ તરીકે પ્રતીત છે. આથી સમજી શકાશે કે “મસમણિ મહ્યં પ્રખ્યાત્વત્ નહિવત્' (માંસ પણ ભક્ષ્ય છે, પ્રાણીનું અજ્ઞ હોવાથી. જે જે પ્રાણીનું અદ્ગ છે તે તે ભક્ષ્ય છે, ભાત વગેરેની જેમ)-આ અનુમાનને આગળ કરીને તે બૌદ્ધ માંસને ભક્ષ્ય કહે છે. I૭-રા એ અનુમાનમાં રોષ જણાવીને તેનું નિરાકરણ કરાય છે – स्वतन्त्रसाधनत्वेऽदोऽयुक्तं दृष्टान्तदोषतः । प्रसङ्गसाधनत्वेऽपि बाधकत्वाद् व्यवस्थितेः ॥७-३॥ દષ્ટાંતમાં દોષ હોવાથી, સ્વતન્ત-સાધનામાં આ અનુમાન અયુત છે. પ્રસદ્ગ સાધનતાની વિવક્ષામાં પણ વ્યવસ્થાનું બાધત્વ હોવાથી અર્થ વ્યવસ્થા; (શિષ્ટજન પ્રસિદ્ધ વ્યવસ્થા) બાધક હોવાથી આ અનુમાન દુર છે.” કહેવાનો આશય એ છે કે અનુમાન બે રીતે થતું હોય છે. એક તો; પોતાની જે માન્યતા છે (અર્થાત્ પોતાને જે :: sessiડ ડ ડ ડ ડ ડ ડ : Page #7 -------------------------------------------------------------------------- ________________ ઈષ્ટ છે) તેને સિદ્ધ કરવા માટે અનુમાન કરાય છે અને બીજું પરપક્ષમાં દૂષણ આપવા માટે પોતાની માન્યતા ન હોય તોપણ અનુમાન કરાય છે. માંસમાં લક્ષ્ય પ્રાધ્યાત્વીક્ મોનાવિદ્ (માંસ પણ ભક્ષ્ય છે, પ્રાણીનું અદ્ગ હોવાથી. ઓદનાદિની જેમ). આ અનુમાન સ્વતંત્રની સાધના માટે હોય તો આ બૌદ્ધોનું અનુમાન દુર છે. કારણ કે દષ્ટાંતમાં સાધનની વિકલતા છે. આશય એ છે કે ઉપરના અનુમાનમાં પ્રાપ્યદ્ભત્વ સાધન-હેતુ છે. તે હેતુ દષ્ટાંતમાં પણ રહેવો જોઈએ. અન્યથા દષ્ટાંતમાં સાધનની વિકલતા સ્વરૂપ દોષ પ્રાપ્ત થાય છે. બૌદ્ધોની એ માન્યતા નથી કે વનસ્પતિ વગેરે એકેન્દ્રિય પ્રાણી છે. એવી માન્યતા ન હોવાથી તેમના મતે ઓદનાદિમાં પ્રાપ્યદ્ભત્વ નથી. હેતુના અભાવે દષ્ટાંત તરીકે ઓદનાદિનો ઉપન્યાસ નહીં કરી શકાય. તેથી ઉપર જણાવેલું અનુમાન અયુક્ત છે. જે લોકો માંસને અભક્ષ્ય માને છે. એમના મતમાં માત્ર દૂષણ ઉભાવન કરવાના તાત્પર્યથી પ્રસંગ (અતિપ્રસંગ-અનિષ્ટાપદનાદિ) સાધન માટે જો ઉપર જણાવેલું અનુમાન માની લઈએ તો વિકલ્પ સિદ્ધદષ્ટાંતનું ઉપાદાન કરીને એ અનુમાન કરી શકાય. પરંતુ એ પણ અયુક્ત છે. કારણ કે આ અનુમાનથી સિદ્ધ થયેલા ભક્ષ્યત્વનો; લોક અને આગમથી સિદ્ધ ભક્ષ્યાભઢ્યની જે વ્યવસ્થા છે કે ઓદનાદિ ભક્ષ્ય છે; અને માંસ અભક્ષ્ય છે; તે વ્યવસ્થા બાધ કરે છે. આશય એ છે કે બીજાની માન્યતામાં માત્ર દૂષણનું જ ઉભાવન કરવાનું તાત્પર્ય હોય ત્યારે બીજાની માન્યતા મુજબના દષ્ટાંતથી અનુમાન કરી શકાય છે. દષ્ટાંત મુજબ પોતાની પણ એવી માન્યતા હોવી જોઈએ : એ આવશ્યક નથી. ઓદનાદિમાં બૌદ્ધો પ્રાપ્યજ્ઞત્વ માનતા નથી. પરંતુ બીજા લોકો માને છે. તેથી બૌદ્ધોની દષ્ટિએ ઓદનાદિમાં ::: : : : ::: :: :: : :: : :: :: : Page #8 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક પ્રાપ્યજ્ઞત્વ નથી. પરંતુ કાલ્પનિક છે. એ જ આશયથી અહીં ઓદનાદિદટાતને વિકલ્પસિદ્ધરૂપે વર્ણવ્યું છે. બીજાને એ દષ્ટાંત વાસ્તવિક હોવાથી ઓદનની જેમ પ્રાપ્યજ્ઞત્વને લઈને માંસમાં પણ ભક્ષ્યત્વ માનવાનો તેઓ અતિપ્રસંગ આપી શકે છે. એ અતિપ્રસંગનું વારણ; અનુમાનમાં બાધદોષના ઉદ્ભાવનથી ઉપર કર્યું છે અર્થાદ્ અતિપ્રસિદ્ગને સિદ્ધ કરવા માટે કરેલા અનુમાનમાં બાધ આવે છે. બાધનું સ્પષ્ટીકરણ કરવા માટે ગ્રંથકાર પરમર્ષિ ફરમાવે છે કે જ્યાં ભક્ષ્યત્વ મનાય છે ત્યાં પ્રાધ્યગત્વ હોવા છતાં તેના કારણે ભક્ષ્યત્વ માનવામાં આવતું નથી. અન્યથા અસ્થિ વગેરેમાં પ્રાપ્યદ્ભત્વ હોવાથી ત્યાં પણ ભક્ષ્યત્વ માનવાનો પ્રસ આવશે. યદ્યપિ આ અતિપ્રસંગનું વારણ શક્યભક્ષણત્વ સ્વરૂપ જ ભક્ષ્યત્વ માનવાથી થઈ શકે છે. કારણ કે અસ્થિ વગેરેમાં પ્રાધ્યક્શત્વ હોવા છતાં ત્યાં શક્યભક્ષણકત્વ (જેનું ભક્ષણ શક્ય છે તેમાં શક્યભક્ષણત્વ મનાય છે.) ન હોવાથી ભક્ષ્યત્વ મનાતું નથી. પરંતુ આ વાત બરાબર નથી. કારણ કે ભક્ષ્યત્વ અધર્માજનકભક્ષણકત્વ સ્વરૂપ છે. જેના ભક્ષણથી અધર્મની ઉત્પત્તિ થતી નથી, તેને અધર્માજનકભક્ષણક કહેવાય છે. અને તેમાં અધર્માજનકભક્ષણત્વ રહે છે. આવા અધર્મા જનકભક્ષણકત્વને ક્યાં માનવું અને ક્યાં ન માનવું, તેની વ્યવસ્થા શાસ્ત્ર અને લોક(શિષ્ટજન)થી થતી હોય છે. મય શબ્દ મક્ષ ધાતુને વિધ્યર્થમાં પ્રત્યાયના વિધાનથી નિષ્પન્ન છે. બલવ એવા અનિષ્ટનો જે અનનુબંધી (અકારણો છે તે વિધ્યર્થ છે. તેથી જેનું ભક્ષણ બલવાન એવા અનિષ્ટનું અનુબંધી (કારણો હોય તે ભક્ષ્ય ન હોય એ સમજી શકાય છે. શાસ્ત્ર અને શિષ્ટજન પ્રસિદ્ધ વ્યવસ્થાથી માંસમાં ભક્ષ્યત્વનો આ રીતે બાધ થાય છે. તેથી ઉફત અનુમાન બાધદોષથી દુષ્ટ છે. sssssssssss: ૫ ૬sssssss Page #9 -------------------------------------------------------------------------- ________________ ભક્ષ્યાભક્ષ્યત્વની પ્રયોજિકા વ્યવસ્થા છે : એ વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે-“આ લોકમાં ભક્ષ્યાભઢ્ય વગેરે બધી જ વ્યવસ્થા પરમાર્થથી શાસ્ત્ર અને શિષ્યલોકના કારણે થતી હોય છે. તેથી ઉપર જણાવેલું માંસમાં ભક્ષ્યત્વને સિદ્ધ કરનારું અનુમાન અયુક્ત છે.” કારણ કે શાસ્ત્ર અને શિષ્ટજનોની વ્યવસ્થાથી માંસમાં ભક્ષ્યત્વ બાધિત છે.... ઈત્યાદિ સારી રીતે વિચારવું. I૭-ગાં @ ••0 ભક્ષ્યાભસ્યત્વની વ્યવસ્થા શાસ્ત્ર અને લોકના કારણે થતી હોય છે : આ વાત નીચે જણાવેલા આ કારણે પણ માનવી જોઈએ. (એનું જ કારણ છે તે જણાવાય છે.)- - व्यवस्थितं हि गोः पेयं क्षीरादि रुधिरादि न । न्यायोऽत्राप्येष नो चेत् स्याद् भिक्षुमांसादिकं तथा ॥७-४॥ “ગાયનું દૂધ વગેરે પેય છે પરંતુ લોહી વગેરે પેય નથી આવી વ્યવસ્થા પ્રસિદ્ધ છે. આવી જ વ્યવસ્થા અહીં પણ વિચારવી જોઈએ. અન્યથા એવી વ્યવસ્થા માનવામાં ન આવે તો ભિક્ષુમાંસાદિને પણ ભણ્ય માનવાનો પ્રસજ્ઞ આવશે.'-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ભક્ષ્યાભઢ્યની વ્યવસ્થા શાસ્ત્ર અને લોકના અનુસારે જ માનવી જોઈએ. લોકમાં અને શાસ્ત્રમાં એ વ્યવસ્થિત છે કે ગાયનું દૂધ પેય છે અને લોહી વગેરે અપેય છે. ગાયનું અદ્ગ હોવાથી તે રૂપે બન્નેમાં કોઈ વિશેષતા નથી છતાં એકને (ગોક્ષીરાદિને) પેય અને બીજાને (રુધિરાદિને અપેય મનાય છે. આ જ ન્યાય(રીત) અહીં પણ લાગે છે. પ્રાણ્યવ્રુત્વ હોવા છતાં ઓદન વગેરે ભક્ષ્ય છે અને માંસ વગેરે અભક્ષ્ય છે. શ્રી અષ્ટપ્રકરણમાં એ પ્રમાણે જણાવ્યું Page #10 -------------------------------------------------------------------------- ________________ છે કે-“પ્રાણીનું અદ્ગ પણ એક(ઓદનાદિ) ભક્ષ્ય છે અને બીજું (માંસાદિ) તેવું-ભક્ષ્ય નથી. કારણ કે ગાય વગેરેનું યોગ્ય દૂધ અને રુધિર વગેરેમાં તે મુજબ પેયાપેયત્વ પ્રસિદ્ધ છે.” શાસ્ત્ર અને લોકપ્રસિદ્ધ એવી પણ વ્યવસ્થા માનવી ન હોય અને અનુમાનથી જ, તે ભસ્યાભક્ષ્યત્વ માનવું હોય તો તમને (બૌદ્ધને) ભિક્ષુમાસમાં પણ ભક્ષ્યત્વ માનવાનો પ્રસદ્ગ આવશે. કારણ કે તેમાં પણ પ્રાપ્યજ્ઞત્વ સમાન જ છે. શ્રી અષ્ટપ્રકરણમાં એ વિષયમાં જણાવ્યું છે કે-પ્રાધ્યક્શત્વના કારણે જ જો ભક્ષ્યત્વ માનવામાં આવે તો ભિક્ષુના માંસભક્ષણનો નિષેધ કોઈ પણ રીતે ક્યારે ય સદ્ગત નહિ બને તેમ જ અસ્થિ (હાડકાં) શિગડા...વગેરેને પણ ભક્ષ્ય માનવાનો પ્રસિદ્ઘ આવશે. કારણ કે તેના પ્રાધ્યદ્ભત્વમાં કોઈ જ વિશેષતા નથી. બીજું આ રીતે પ્રાપ્યદ્ભત્વાદિ સ્વરૂપે સામ્ય હોવા માત્રથી જ માંસાદિમાં ભક્ષ્યત્વ માની લેવામાં આવે તો સ્ત્રીત્વના સામ્યથી પત્નીની જેમ માતામાં પણ ગમ્યત્વ(ભોગ્યત્વ) માનવાનો પ્રસદ્ગ આવશે. તેથી માંસ ભક્ષ્ય છે. કારણ કે તેમાં પ્રાણજ્ઞત્વ છે... ઈત્યાદિ પ્રલાપ ઉન્મત્ત માણસને શોભે. વિદ્વાનોની સભામાં એ શોભતો નથી. આ વાતને સ્પષ્ટ કરતાં અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કેપ્રાણ્યગ્રત્વમાત્રના સામ્યથી જ માંસાદિમાં પ્રવૃત્તિ ઈષ્ટ હોય તો સ્ત્રીત્વના સામ્યથી પત્નીમાં અને પોતાની માતામાં પણ તે પ્રવૃત્તિ સરખી જ માનવી પડશે. મંડલતંત્રવાદીઓને એ ઈટ જ છે, અનિષ્ટ નથી આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે મંડલતંત્રવાદીઓના મતનું નિરાકરણ અન્યત્ર અનેક રીતે કર્યું છે અને સંક્ષેપથી આગળ કરાશે. તેથી તેમના મતે જે ઈષ્ટ છે, તે શાસ્ત્ર અને લોકથી સિદ્ધ વ્યવસ્થાથી બાધિત થતું સરકારમાંsis: Sys ssssssssss Page #11 -------------------------------------------------------------------------- ________________ હોવાથી માનવાની જરૂર નથી...ઈત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. ૭-જા ખરી વાત તો એ છે કે ઉપર જણાવ્યા મુજબ પ્રગસાધનના તાત્પર્યથી પ્રવર્તાવેલું અનુમાન બીજાની માન્યતાનુસાર હોવું જોઈએ. ઓદનાદિને ભસ્ય માનનારા પ્રાપ્યજ્ઞસ્વરૂપે તેને ભક્ષ્ય માનતા નથી તેમ જ માંસ પ્રાપ્યગ છે માટે તે અભક્ષ્ય છે એવી પણ અમારી માન્યતા નથી. અમે જો પ્રાપ્યજ્ઞસ્વરૂપે માંસને અભક્ષ્ય માનતા હોઈએ તો ચોક્કસ જ એ સ્વરૂપે ઓદનાદિમાં પણ અભક્ષ્યત્વ માનવાનો અને ઓદનાદિની જેમ માંસ વગેરેમાં પણ ભક્ષ્યત્વ માનવાનો અમને પ્રસ આવે. પરંતુ જીવોત્પત્તિના આશ્રય સ્વરૂપે માંસને અમે અભક્ષ્ય માનીએ છીએ તેથી ઓદનાદિ તેમ ન હોવાથી તેમાં અભક્ષ્યત્વ માનવાનો પ્રસંગ આવતો નથી-એ જણાવવા માટે પાંચમો શ્લોક છે – प्राण्यङ्गत्वादभक्ष्यत्वं न हि मांसे मतं च नः ।। जीवसंसक्तिहेतुत्वात् किन्तु तद्गर्हितं बुधैः ॥७-५॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. ઉપર જણાવ્યા મુજબ આશય સ્પષ્ટ છે કે માસમાં પ્રાયવ્રુત્વ હોવાથી તે અભક્ષ્ય છે-એવી અમારી માન્યતા નથી. પરંતુ જીવોત્પત્તિનું કારણ-આશ્રય હોવાથી પંડિત પુરુષોએબહુશ્રુત મહાત્માઓએ તેનો નિષેધ કર્યો છે અર્થાત્ તેને અભક્ષ્ય તરીકે જણાવ્યું છે . //૭-પા. •• માંસમાં છવોત્પત્તિ કઈ રીતે થાય છે : તે જણાવાય છે - पच्यमानामपक्वासु मांसपेशीषु सर्वथा । તન્ને નિગોનીવીનાપુત્પત્તિમાતા નિનૈ- TIG-દા Page #12 -------------------------------------------------------------------------- ________________ “પકવવામાં આવતી કાચી કે પાકી માંસપેશીઓમાં સર્વથા નિગોદના જીવોની ઉત્પત્તિ થાય છે એ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવોએ આગમમાં વર્ણવ્યું છે.” આ પ્રમાણે છઠ્ઠી શ્લોકનો અર્થ છે-એ અર્થને જણાવનારી મામાણુ ય પાસુ ય વિપત્રમાણુ સંસપેસીપુ સાયંતિ મુવવામા મસિ મનિનોમનવા... આ ગાથા છે. પકાવાતી કાચી કે પાકી માંસપેશીઓમાં નિગોદ જીવોની આત્યનિક ઉત્પત્તિ જણાવી છે.- આ પ્રમાણે ગાથાનો અર્થ સ્પષ્ટ છે. //૭-૬ તમારા આગમમાં (શ્રી જિનાગમમાં) કોઈ સ્થાને માંસની ભસ્યતા જણાવી છે. તેથી પૂર્વાપરનો વિરોધ આવે છે-આ શંકાના સમાધાન માટે જણાવાય છે – सूत्राणि कानिचिच्छेदोपभोगादिपराणि तु । મઘમાંસાશિત રીતે પ્રસિથયા છ-છો શ્રી જિનાગમમાં કોઈ સ્થાને માંસના વિષયમાં જે સૂત્રો આવે છે કે કેટલાંક છેદસૂત્રમાં જણાવેલાં પ્રાયશ્ચિત્ત સંબંધી છે, કેટલાંક બાહ્યપરિભોગ (ઉપયોગ) સંબંધી છે અને કેટલાંક અત્યંત અપવાદના વિષય છે. તેથી જૈન સાધુઓ મઘ અને માંસને વાપરતા નથી.’ આ પ્રસિદ્ધિથી તે હણાતાં નથી અર્થાત્ તેનો વિરોધ આવતો નથી-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી જિનાગમનાં તે તે સૂત્રો ઉપર જણાવ્યા મુજબ છેદસૂત્રમાં જણાવેલા પ્રાયશ્ચિત્તના ઉપાયભૂત અર્થવિશેષને જણાવનારાં તેમ જ બાહ્ય ઉપચારપરક અને અત્યંત અપવાદના વિષયને જણાવનારાં છે. એ :::::::: કાર તક Page #13 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોથી જ સિદ્ધ થાય છે કે પૂ. સાધુભગવંતોને ઉત્સર્ગથી માંસભક્ષણ અત્યંત દુષ્ટ છે અને તેથી મધ અને માંસને નહિ વાપરવાની પ્રસિદ્ધ વાતની સાથે તેનો લેશ પણ વિરોધ નથી. ઉપર જણાવેલા અપવાદભૂત વિષયને સમજાવતાં ગ્રંથકાર પરમર્ષિ નીચે મુજબ જણાવે છે. વય સ્થ...માફકા શ્રી આચારાગૈસૂત્રમાંના એ સૂત્રનો અર્થ એ છે કે “વળી આ સ્વજનાદિકુળોમાં મનગમતી વસ્તુ મેળવીશ જેમ કે સારા સુગંધી ભાત વગેરે-પિંડ, મિષ્ટાન્ન, દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તલ, મધ, મદિરા, માંસ, તલપાપડી, ગોળની ચાસની, પૂત અને શિખરિણી(ચાસની) વગેરે..આવું બધું મળશે, એટલે પહેલાં જ સ્વજનાદિના ઘરે જઈને એ વસ્તુઓમાંથી જે કાંઈ મળશે તેને ખાઈને કે પીને પાત્રાને બરાબર ધોઈ-લૂછીને પછી જ્યારે ભિક્ષાકાળ થાય ત્યારે મેં ખાધું-પીધું છે-એમ ન જણાય એ રીતે) આગન્તુક સાધુઓ સાથે ગોચરી મેળવવાની ઈચ્છાથી ગૃહસ્થના ઘરે જઈશ તેમ જ ત્યાંથી પાછો આવીશ. આ પ્રમાણે વિચારવું : એ માયાસ્થાન છે. (માટે એવું વિચારવું કે કરવું નહિ.) આ સૂત્રની વ્યાખ્યામાં ટીકાકાર(વૃત્તિકૃત) શ્રી શીલાક્કાચાર્યજીએ ફરમાવ્યું છે કેઆ સૂત્રમાં જે માંસ અને મદિરાની વાત છે તેની વ્યાખ્યા છેદસૂત્રના અભિપ્રાયથી કરવી. અથવા કોઈ સાધુ અત્યંત પ્રમાદથી મૂઢ થયેલો અત્યંત આસક્તિના કારણે મદિરા અને માંસ પણ ગ્રહણ કરે; તેથી તેવી સંભાવનાને લઈને સૂત્રમાં મધ અને માંસનું ઉપાદાન ક્યું છે. પરંતુ એવું કરવાથી એમ કરનારને માયાસ્થાન પ્રાપ્ત થાય છે-આ પ્રમાણે જણાવીને તેનો નિષેધ કર્યો હોવાથી આ સૂત્ર વિરુદ્ધ બનતું નથી. તેમ જ સે મિલ્લૂ વ...વદુર્યો...ઈત્યાદિ સૂત્ર પણ વિરુદ્ધ નથી. કારણ કે એ સૂત્ર, જેમાંથી ઘણુંખરું ફેંકી દેવું પડે એવા Page #14 -------------------------------------------------------------------------- ________________ માંસને ગ્રહણ ન કરવાનું જણાવવા માટેનું છે; અને ગૃહસ્થ ખૂબ જ આગ્રહ કરવા વગેરે દ્વારા તેના ઘરે લઈ જાય અને ત્યારે ગમે તે રીતે માંસ આવી ગયું હોય તો તેના કાંટા વગેરે પરઠવવાનું જણાવવા માટે છે. આ સૂત્રની વ્યાખ્યામાં વ્યાખ્યાકારશ્રીએ ફરમાવ્યું છે કે, “સારાવૈદ્યની સલાહથી લૂતા વગેરેના ઉપશમ માટે બહારથી ઉપચાર કરવા, એ રીતે માંસાદિનું ઉપાદાન (ગ્રહણ) કરાય છે. સૂત્રમાં જે મુન્ ધાતુનો પ્રયોગ કર્યો છે, તે બાહ્યપરિભોગ સ્વરૂપ અર્થને જણાવે છે. આ પ્રમાણે ઉપચાર કરવાથી પરસેવો વગેરે થવાના કારણે લૂતા વગેરેનું ઉપશમન થાય છે જે જ્ઞાનાદિની સાધનામાં ઉપકારક બને છે.” આવી રીતે જ જે મિલ્લૂ વ....શિસ્ત્રાપII, આ સૂત્ર પણ વિરુદ્ધ નથી. સૂત્રનો તાત્પર્યાર્થિ એ છે કે-“સાધુ કે સાધ્વીને જાણવા મળે કે ગૃહસ્થના ઘરમાં મહેમાન માટે માંસ, મત્સ્ય કે તેલથી પૂર્ણ એવો પૂડલો તૈયાર થઈ રહ્યો છે તો તે જોઈને જલદી જલદી ત્યાં જઈને તે માંગવું નહિ. સિવાય કે એવું ગાઢ બિમારી વગેરેનું કારણ હોય.”-આ અર્થ ઉપરથી સમજી શકાશે કે ગ્લાનાદિપ્રયોજનના વિષયમાં આ તેમ જ બીજાં સૂત્રો અત્યંત અપવાદભૂત અર્થને છેદસમાન સૂત્રના વિષયરૂપે જણાવે છે. તેથી મૃતથી પરિકર્મિત ચિત્તવાળા આત્માને તેમાં કોઈ વિરોધ જણાતો નથી....ઈત્યાદિ કોઈ પણ જાતના પૂર્વગ્રહનો ત્યાગ કરી ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ.. અહીં તો માત્ર ગ્રંથની પક્તિઓનું જ વિવરણ કરવાનું હોવાથી આ વિષયમાં પ્રવર્તતા વિવાદ અંગે કશું જ જણાવ્યું નથી. છતાં જો જરૂર પડશે તો તે અંગે અવસરે જણાવીશ. અત્યારે એટલું યાદ રાખવું કે પૂ. સાધુસાધ્વીજી મ. મદિરા તેમ જ માંસ વાપરતા નથી : આ પ્રસિદ્ધ વાતની સાથે તે તે વાતનો વિરોધ આવતો નથી. છ-છા. TET 1 TEA ATTTTTTT Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવ્યા મુજબ પોતાના શાસ્ત્રમાં અત્યંતાપવાદાદિના વિષયમાં માંસ ગ્રહણ કરવાની વાત હોવા છતાં ઉત્સર્ગમાર્ગે તો તેનો સ્પષ્ટ નિષેધ હોવાથી તે અભક્ષ્ય છે-એ વાત જણાવીને પરશાસ્ત્રમાં પણ માંસને અભક્ષ્ય માન્યું છે, એ જણાવાય છે – न प्राण्यङ्गसमुत्थं चेत्यादिना वोऽपि वारितम् । लङ्कावतारसूत्रादौ तदित्येतद्बथोदितम् ॥७-८॥ . ‘ભક્ષ્યાભસ્યત્વની વ્યવસ્થા શાસ્ત્ર અને લોથ્રી સિદ્ધ થયેલી છે-એમ કહેવામાં આવે તો અમારા(બૌદ્ધ વગેરેના) શાસ્ત્રમાં માંસને અભક્ષ્ય તરીકે જણાવેલું નથી’.-આવી શક્કાનું સમાધાન કરાય છે. શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે બૌદ્ધોના લઠ્ઠાવતાર અને શીલપટલ વગેરે શાસ્ત્રમાં જ પ્રખ્યસમુન્દ મોદ શરવૂમનીષાત્ (પ્રાણીના અદ્ગથી ઉત્પન્ન થયેલું શખચૂર્ણ, મોહથી પણ ન ખાવું)...ઈત્યાદિ ગ્રંથથી માંસભક્ષણનો સ્પષ્ટ નિષેધ છે. તેથી બૌદ્ધોએ માંસનું ભક્ષ્યત્વ નકામું જણાવ્યું છે. નાક અને કાનની પાછળના હાડકાના ચૂર્ણને શબ્દચૂર્ણ કહેવાય છે. આથી સમજી શકાય છે કે બૌદ્ધોના શાસ્ત્રમાં પણ પ્રાણીના અંગથી ઉત્પન્ન થયેલું હોવા છતાં માંસભક્ષણનો નિષેધ કર્યો છે. ૭-૮ માંસભક્ષણની માન્યતા અંગેની બીજા વાદીઓની વાતનું નિરાકરણ કરવાનો પ્રારંભ કરાય છે – न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥७-९॥ માંસભક્ષણમાં દોષ નથી; મદિરાપાનમાં દોષ નથી તેમ જ આ જ કામ :::: : :: :::: : :: :: :: ::: ::::: :: : Page #16 -------------------------------------------------------------------------- ________________ મૈથુન સેવવામાં દોષ નથી. પ્રાણીઓની એ પ્રવૃત્તિ(સ્વભાવ) છે. એનાથી વિરામ પામવું-એ મહાફળવાળું છે.”-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે દ્વિજ(બ્રાહ્મણ)વાદીની એ માન્યતા છે કે માંસભક્ષણ, મદિરાપાન અને મૈથુનસેવન : એ પ્રાણીઓની સ્વભાવભૂત પ્રવૃત્તિ છે. એ કરવાથી કર્મબંધસ્વરૂપ દોષ પ્રાપ્ત થતો નથી. પરંતુ માંસભક્ષણાદિથી જે નિવૃત્તિ(વિરામ પામવું) છે તે મહાલવાળી છે. એનાથી મહાન અભ્યદય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મનુસ્મૃતિમાં જણાવ્યું છે. બ્રિજવાદીઓની એ માન્યતા સ્પષ્ટ છે. I૭-૯ •0•@ બ્રિજવાદીઓની માન્યતાનું નિરાકરણ કરાય છે – भक्ष्यं मांसं परः प्राहानालोच्य वचनादतः । जन्मान्तरार्जनाद् दुष्टं न चैतद् वेद यत्स्मृतम् ॥७-१०॥ માંસભક્ષણમાં દોષ નથી.. ઈત્યાદિ વચનથી બ્રિજવાદીએ માંસને ભક્ષ્ય તરીકે જે જણાવ્યું છે તે, શાસ્ત્રનાં પૂર્વાપર વચનોને વિચાર્યા વિના કહ્યું છે. કારણ કે આ માંસભક્ષણ બીજા જન્મને પ્રાપ્ત કરાવનારું હોવાથી તે દુષ્ટ છે : એની તેને જાણ નથી. મનુએ આ વિષયમાં નીચે મુજબ જણાવ્યું છે-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. ૭-૧ના මමම મનુએ આ વિષયમાં જે જણાવ્યું છે, તે જણાવાય છે – मां स भक्षयिताऽमुत्र यस्य मांसमिहाम्यहम् । एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः ॥७-११॥ RASTRATA Page #17 -------------------------------------------------------------------------- ________________ ‘જેનું માંસ હું અહીં ખાઉં છું એ મને પરલોકમાં ખાશે. આ માંસ શબ્દની વ્યુત્પત્તિ છે.-આ પ્રમાણે બુદ્ધિમાનો કહે છે. અગિયારમાં શ્લોકનો એ અર્થ સમજી શકાય છે. અહીં માંસનું ભક્ષણ કરનારને ભક્ષિત (જેનું માંસ ખાધું છે તે) વડે પોતે ખવાય એવી અવસ્થાને પ્રાપ્ત કરાવનાર જન્માન્તરની પ્રાપ્તિ થવાથી માંસભક્ષણનું દુત્વ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. તેથી માંસભક્ષણમાં કોઈ દોષ નથી ( માંસમક્ષ કોષો.). ઈત્યાદિ વચન માં મયિતા આ વચનથી જ વિરુદ્ધ થાય છે, એ સારી રીતે સમજી શકાય છે...... II૭-૧૧] . D•©©©© ઉપર જણાવેલા વિરોધના પરિહાર માટે બ્રિજવાદીના તાત્પર્યને જણાવાય છે - निषेधः शास्त्रबाह्योऽस्तु विधिः शास्त्रीयगोचरः। दोषो विशेषतात्पर्यान्नन्वेवं न यतः स्मृतम् ॥७-१२॥ “શાસ્ત્રબાહ્ય માંસભક્ષણમાં નિષેધ હોય અને વિધિ શાસ્ત્રીય માંસભક્ષણમાં હોય-આ પ્રમાણેના વિશેષતાત્પર્યથી કોઈ દોષ નથી.આનું કારણ આ પ્રમાણે (હવે પછી જણાવાય છે તેમ) કહેવાયું છે.”-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માં જ ભક્ષયિતામનુસ્મૃતિના પાંચમા અધ્યાયના પંચાવનમાં એ શ્લોથી માંસભક્ષણનો નિષેધ પ્રતીત થાય છે અને ર માસમક્ષ રોપાઆ ત્યાંના છપ્પનમા શ્લોકથી માંસભક્ષણનું વિધાન પ્રતીત થાય છે. કારણ કે ઉપરના (પંચાવનમા) શ્લોકથી માંસભક્ષણનો નિષેધ ક્યાં પછી છપ્પનમાં શ્લોકથી માંસભક્ષણમાં દોષના અભાવને જણાવવાનું ખરેખર તો કોઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ જ પ્રયોજન નથી. આમ છતાં એ શ્લોક હોવાથી, એની પૂર્વેના શ્લોકથી નિષેધ કરાયે છતે છપ્પનમા શ્લોથી વિધાન થઈ જાય છે. અને તેથી આ રીતે એક જ માંસભક્ષણમાં નિષેધ અને વિધિ બંન્નેનો અન્વય થવાથી વિરોધ સ્પષ્ટ છે. તેના પરિહાર માટે શાસ્ત્રબાહ્યમાં માંસભક્ષણનો નિષેધ અને શાસ્ત્રીય માંસભક્ષણમાં માંસભક્ષણનું વિધાન સમજી લેવું જોઈએ. આ રીતે વિધિવાક્યર્થનો અન્વયે વિધેય (શાસ્ત્રોક્ત માંસભક્ષણ)માં અને નિષેધવાદ્યાર્થનો અન્વય નિષેધ્ય (શાસ્ત્રબાહ્યમાંસભક્ષણ)માં સામાનાધિકરણ્યથી કરવાના તાત્પર્ય સ્વરૂપ વિશેષતાત્પર્યના કારણે દોષ નથી. અર્થાત માંસમક્ષ કોષો અહીં માંસભક્ષણસામાન્યમાં દોષાભાવનો જે બાધ થતો હતો તે થતો નથી. કારણ કે એ રીતે માંસભક્ષણસામાન્યમાં વિધિ કે નિષેધનું અહીં તાત્પર્ય નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ માંસભક્ષણવિશેષમાં તાત્પર્ય છે. * આ પ્રમાણે વિશેષતાત્પર્ય માનવાના બદલે સામાન્યમાં જ તાત્પર્ય માનવામાં આવે તો ચોતિણોમેન સ્વવા નેત્ અહીં પણ સ્વર્ગાદિસામાન્યમાં જે યજ્ઞાદિની કાર્યતા મનાય છે તેનો બાધ થશે. કારણ કે જ્યોતિટોમયજ્ઞથી સ્વર્ગસામાન્યની પ્રાપ્તિ થવાની હોય તો; વવાનો યત્ આ વાક્યથી યજ્ઞસામાન્યને સ્વર્ગસામાન્યનું કારણ જણાવવાનું નિરર્થક બને અને તેથી યજ્ઞસામાન્ય સ્વર્ગસામાન્યનું કારણ નથી; એમ સમજવું પડે. તેથી સ્વર્ગસામાન્ય, યજ્ઞસામાન્યનું કાર્ય છે અને સ્વર્ગવિશેષ જ્યોતિeોમયજ્ઞનું કાર્ય છે-આ પ્રમાણે વિશેષતાત્પર્ય અહીં મનાય છે. વિશેષતાત્પર્યની વિવક્ષા કરવાની ન જ હોય તો અહીં ઉપર જણાવ્યા મુજબ બાધદોષ આવશે. " આથી સમજી શકાશે કે રૂā નનૈવ ટ્રોપોડઝ ન શાસ્ત્રાર્ A is 28 1 1:15 ક માઇઝડ Page #19 -------------------------------------------------------------------------- ________________ बाह्यभक्षणम् । प्रतीत्यैष निषेधश्च न्याय्यो वाक्यान्तराद् गतेः ॥ અષ્ટક પ્રકરણ ૧૮-૪ો આ શ્લોકમાં ન ઈત્યાદિની વ્યાખ્યા પૂર્વપક્ષના અભિપ્રાયે જે કરી છે તે માન્ય રાખી છે. કહેવાનો આશય એ છે કે ન માંસમક્ષ રોષ... ઈત્યાદિ શ્લોકથી માંસભક્ષણમાં કોઈ દોષ નથી-આ પ્રમાણે જણાવાયું છે અને માં જ મક્ષયિતા.. ઈત્યાદિ શ્લોકથી માંસભક્ષકને જન્માન્તરમાં પોતે બીજાનું ભક્ષ્ય બને એવો જન્મ પ્રાપ્ત થાય છે-આ પ્રમાણે જણાવાયું છે. તેથી નનૈવ કોષોડત્ર... આ શ્લોકથી; એ વિરોધને જણાવતાં ફરમાવ્યું છે કેરીતે માંસભક્ષકને જન્માન્તરમાં બીજાના ભક્ષ્ય તરીકે થવાનો દોષ પ્રામ થવા છતાં માંસભક્ષણમાં દોષ નથી : એ કઈ રીતે કહ્યું? કારણ કે એવા જન્મની પ્રાપ્તિ; એ જ તો મોટો દોષ છે. બીજો કયો દોષ શોધવો પડે? અર્થાત્ બીજો કોઈ દોષ હોય કે ન પણ હોય તો ય માંસભક્ષણ કરનારને ભક્ષ્ય બનવાના જન્મની પ્રામિ થવી એ જ મોટો દોષ છે. આ પ્રમાણે સિદ્ધાન્તી (માંસને અભક્ષ્ય માનનારા) જણાવે છે. આવી સ્થિતિમાં માંસભક્ષણમાં કોઈ પણ દોષ નથી-એમ માનનારા જણાવે છે કે માંસનું ભક્ષણ કરનારને ભવાંતરમાં બીજાના (જેનું માંસ ખાધું છે તેના) ભક્ષ્ય બનવા સ્વરૂપ દોષની પ્રામિ થતી નથી. કારણ કે એ દોષ શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને આશ્રયીને છે, પરંતુ શાસ્ત્રવિહિત માંસભક્ષણમાં એ દોષ નથી. માંસભક્ષણમાં (શાસ્ત્રવિહિત હોવાથી) જે દોષનો નિષેધ ક્યો છે તે બીજા વાક્યના કારણે સદ્ગત છે અર્થાત્ હવે પછી જણાવાતાં વાદ્યાન્તરના કારણે એ દોષનિષેધ સદ્ગત છે. અથવા જન્મ આ જ દોષ છે. પરંતુ સર્વસામાન્ય ન માંસમક્ષ કોષો... ઈત્યાદિ શ્લોકથી દોષનો જે નિષેધ કરાય છે તે શાસ્ત્રબાહ્યભક્ષણને આશ્રયીને યોગ્ય નથી. કારણ કે શાસ્ત્રબાહ્યભક્ષણ Page #20 -------------------------------------------------------------------------- ________________ અંગે તે નિષેધ સદ્ગત નથી. પ્રક્ષi.૦ વૈદિક મન્નથી સંસ્કૃત માંસનું ભક્ષણ કરવું જોઈએ...) ઈત્યાદિ વાક્યાન્તરથી શાસ્ત્રોત માંસભક્ષણને આશ્રયીને એ દોષનો નિષેધ છે-એ જણાય છે. સામાન્યથી માંસભક્ષણને આશ્રયીને એ દોષનિષેધ નથી. આ પ્રમાણે ‘ફલ્થ કનૈa૦” ઈત્યાદિ લોકની વ્યાખ્યા અષ્ટક પ્રકરણમાં વ્યાખ્યાકારશ્રીએ બે પ્રકારે કરી છે. - એમાંથી પૂર્વપક્ષના અભિપ્રાયે કરેલી પ્રથમ વ્યાખ્યાનો અહીં આદર ક્યું છે. શાસ્ત્રબાહ્યમાંસભક્ષણને આશ્રયીને-સામાન્યથી દોષનો નિષેધ નથી-આ પ્રમાણેની વ્યાખ્યા વિશેષતાત્પર્યની વિવક્ષામાં બીજાને ઈષ્ટ જ છે. વિશેષતાત્પર્યની વિવક્ષા જે કારણે જણાય છે તે ઉપાયને થત: મૃતમ્ આ ગ્રંથ દ્વારા જણાવાય છે અર્થા આગળના શ્લોકથી એ ઉપાયને જણાવવાનું થત: મૃતમ્ આ ગ્રંથથી સૂચવ્યું છે. અહીં યાદ રાખવું જોઈએ કે અગિયારમા શ્લોકમાં જણાવેલા વિરોધના પરિવાર માટે આ બારમા શ્લોકથી વિશેષતાત્પર્ય જણાવ્યું છે. એના અનુસંધાનમાં જ નનૈવ..' ઈત્યાદિ શ્લોકની વૃત્તિકારે શ્રી અટકપ્રકરણમાં કરેલી પ્રથમ વ્યાખ્યાનો આદર કર્યો છે...ઈત્યાદિ વિચારવું જોઈએ. ત્યાંની પ્રથમ વ્યાખ્યાનું સામાન્યથી એ તાત્પર્ય છે કે “આ રીતે જન્મ સ્વરૂપદોષ છે: એ કહેવાનું યોગ્ય નથી. કારણ કે આ જન્મસ્વરૂપ દોષ અને માંસભક્ષણનો નિષેધ શાસ્ત્રબાહ્યભક્ષણને આશ્રયીને છે.” અને દ્વિતીય વ્યાખ્યાનું તાત્પર્ય એ છે કે ‘શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને આશ્રયીને એટલે કે સામાન્યથી માંસભક્ષણમાં દોષનો નિષેધ સદ્ગત નથી.' આ શ્લોકનો ભાવાર્થ સમજી લીધા પછી ટીકાની પતિઓ સમજવાનું થોડું સરળ બનશે. ૭-૧૨ . I Page #21 -------------------------------------------------------------------------- ________________ યત: સ્મૃતમ્-આ પદથી જે જણાવાયું છે તે ગ્રંથકારશ્રી જણાવે છે અર્થાત્ ‘જેથી કહેવાયું છે’આ પ્રમાણે કહીને જે કહેવાયું હતું તે ગ્રંથકારશ્રી જણાવે છે w प्रोक्षितं भक्षयेन्मांसं ब्राह्मणानां च काम्यया । यथाविधि नियुक्तस्तु प्राणानामेव चात्यये ॥७-१३॥ ‘બ્રાહ્મણોની અનુજ્ઞાથી વૈદિક મંત્રોથી સંસ્કૃત એવા માંસનું ભક્ષણ કરવું જોઈએ તેમ જ વિધિપૂર્વક નિયુક્ત થયેલ(અધિકારી) માણસે માંસભક્ષણ કરવું જોઈએ અને પ્રાણાદિ(ઈન્દ્રિયાદિ)ના નાશનો પ્રસંગ આવ્યે છતે માંસભક્ષણ કરવું જોઈએ.’’-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વૈદિક મંત્રોના પાઠથી અભિમંત્રિત માંસને પ્રોક્ષિત માંસ કહેવાય છે. એ માંસ બ્રાહ્મણો ખાઈ લે, પછી જે વધે તે માંસ તેમની ઈચ્છા-અનુજ્ઞાથી ખાવું જોઈએ. એ પણ વિધિ એટલે કે ન્યાયનું ઉલ્લંઘન કર્યા વિના ખાવું, જ્યાં વિધિ; યજ્ઞ, શ્રાદ્ધ અને મહેમાન વગેરે સંબંધી પ્રક્રિયા સ્વરૂપ છે. પશુમેધ અને અશ્વમેધાદિ શાસ્ત્રપ્રસિદ્ધ વિધિ યાવિધિ છે. બે મહિના મત્સ્યમાંસથી શ્રાદ્ધ કરવું... ઈત્યાદિ પ્રસિદ્ધ શ્રાદ્ધવિધિ છે અને યાજ્ઞવલ્કયમાં જણાવ્યા મુજબ મોટા બળદને અથવા મોટા બકરાને શ્રોત્રિય બ્રાહ્મણ માટે રાંધવો..ઈત્યાદિ પ્રાથૂર્ણવિધિ છે. એ વિધિનું ઉલ્લંઘન કર્યા વિના માંસભક્ષણ કરવું જોઈએ તેમ જ ગુરુએ જેને કહ્યું હોય એવા જ માણસે તે ખાવું જોઈએ. તેમ જ ઈન્દ્રિયો વગેરે પ્રાણોનો વિનાશ થતો હોય ત્યારે માંસ ખાવું જોઈએ કારણ કે આત્મા ગમે તે રીતે રક્ષણ કરવા યોગ્ય છે, એ પ્રમાણે શાસ્ત્રકારો પણ કહે છે કે “બધી રીતે આત્માની રક્ષા કરવી જોઈએ.'' NON IN UNITને ૧૮૨૫ મ EXE 演出演演演出 演出 灣 મન ન હ Page #22 -------------------------------------------------------------------------- ________________ આથી સમજી શકાશે કે શાસ્ત્રમાં માંસભક્ષણનું વિધાન હોવાથી માંસભક્ષણનો નિષેધ કરનારાં માં સમક્ષયિતા...ઈત્યાદિ વાક્યો શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને આશ્રયીને છે અને માંસભક્ષણમાં દોષનો નિષેધ કરનારાં વાક્યો અને માંસમક્ષ કોષો...ઈત્યાદિ વાક્યો) શાસ્ત્રવિહિત માંસભક્ષણને આશ્રયીને છે. તેથી કોઈ વિરોધ નથી.-આ પ્રમાણે પૂર્વપક્ષીની માન્યતા છે. I૭-૧૩ - @•®•0 એ પૂર્વપક્ષના કથનનું નિરાકરણ કરાય છે - नैतन्निवृत्त्ययोगेन तस्याः प्राप्तिनियन्त्रणात् । प्राप्ते तस्या निषेधेन यत एतदुदाहृतम् ॥७-१४॥ વિશેષતાત્પર્યની વિવક્ષાથી શાસ્ત્રબાહ્ય અને શાસ્ત્રીય માંસભક્ષણને આશ્રયીને નિષેધ અને વિધિનું ઉપર જણાવેલું સમાધાન યોગ્ય નથી. કારણ કે માંસભક્ષણની નિવૃત્તિનો સંભવ નથી. નિવૃત્તિ; પ્રાપ્તિથી નિયંત્રિત હોય. માંસભક્ષણ પ્રાપ્ત થયે છતે અર્થાત્ પ્રાપ્ત માંસભક્ષણમાં નિવૃત્તિનો નિષેધ કરવાથી તેનો(નિવૃત્તિનો) સંભવ નથી. કારણ કે તમારા શાસ્ત્રમાં આ પ્રમાણે (હવે પછીના શ્લોકથી કહેવાશે તેમ) જણાવ્યું છે.” આ પ્રમાણે ચૌદમા શ્લોક્નો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપર જણાવ્યા મુજબ વિશેષતાત્પર્યની વિરક્ષા કરી વિધિ અને નિષેધને આશ્રયીને જે સમાધાન કરાયું છે, તે યોગ્ય નથી. કારણ કે માંસમક્ષoto' આ શ્લોકમાં જે મહાફળવાળી નિવૃત્તિ જણાવી છે તેનો સંભવ જ નથી. જેની પ્રાપ્તિ છે તેનો જ નિષેધ કરાય છે. જે પ્રાપ્ત નથી તેનો નિષેધ કરાતો નથી. શાસ્ત્રબાહ્ય માંસભક્ષણ પ્રાપ્ત જ ન હોવાથી એની નિવૃત્તિ થવાનો 25 xxx sssssssssssssss Page #23 -------------------------------------------------------------------------- ________________ સંભવ નથી. આ નિવૃત્તિના અયોગને દૂર કરવા પ્રક્ષિત અક્ષયેત્... . ઈત્યાદિવિધિપ્રામ માંસભક્ષણનો નિષેધ કરાય છે-એ પ્રમાણે કહી શકાય એમ નથી. કારણ કે પ્રક્ષિત અક્ષયેત્ ઈત્યાદિથી માંસભક્ષણ પ્રાપ્ત થયે છતે તેનો નિષેધ કરવાના કારણે મહાફળવાળી નિવૃત્તિ સંભવતી નથી. કારણ કે શાસ્ત્રીય માંસભક્ષણનો નિષેધ કરાયા પછી નિષિદ્ધ કર્મના આચરણથી પાપના બંધનો જ સંભવ છે. તેના (નિવૃત્તિના) મહાફળની સંભાવના નથી, જેથી તમારા જ શાસ્ત્રમાં (નીચે મુજબ) જણાવ્યું છે. II૭-૧૪ તેમના ગ્રંથમાં જે કહ્યું છે તે જણાવાય છે – यथाविधि नियुक्तस्तु यो मांसं नात्ति वै द्विजः । स प्रेत्य पशुतां याति सम्भवानेकविंशतिम् ॥७-१५।। “યથાવિધિ નિયુક્ત જે બ્રાહ્મણ માંસ ખાતો નથી તે મરીને ભવાંતરમાં એક્વીશ જન્મ સુધી પશુતાને પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે, શાસ્ત્રીય નીતિનું ઉલ્લંઘન ર્યા વિના ગુરુઓ દ્વારા નિયુક્ત(અનુમત) જે બ્રાહ્મણ છે; તે જો માંસ ખાય નહિ તો તે ભવાન્તરમાં મરીને એકવીશ જન્મ સુધી પશુપણાને પ્રાપ્ત કરે છે. શ્લોકમાંનું તુ પદ પુનર્ અર્થને જણાવનારું છે. તેથી તેનો આ રીતે પ્રયોગ કરવાનો છે-અવિધિથી માંસને નહિ ખાનારો નિર્દોષ જ છે; પરંતુ યથાવિધિ નિયુક્ત જે માંસ ખાતો નથી તે ભવાન્તરમાં ઉપર જણાવ્યા મુજબ તિર્થીપણાને પ્રાપ્ત કરે છે. આથી સમજી શકાશે કે શાસ્ત્રવિહિત માંસભક્ષણનો નિષેધ મહાઅપાયનું કારણ હોવાથી તેની નિવૃત્તિ શક્ય નથી અને શાસ્ત્રબાહ્ય માંસભક્ષણ SSSSSSSSSSSSS SS : : : : : Page #24 -------------------------------------------------------------------------- ________________ તે પ્રાપ્ત જ નથી કે જેથી તેની નિવૃત્તિ જણાવી શકાય. આ રીતે બન્ને પ્રકારે નિવૃત્તિ શક્ય ન હોવાથી નિવૃત્તિડું મહાપા એ કથન અયુક્ત છે. I૭-૧પ WWW પ્રામ-માંસભક્ષણની નિવૃત્તિના સંભવને જણાવનારની યુક્તિને જણાવવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છે – अधिकारपरित्यागात् पारिवाज्येऽस्तु तत्फलम् । इति चेत् तदभावे नादुष्टतेत्यपि संकटम् ॥७-१६॥ “પરિવ્રાજક્ષણામાં અધિકારનો પરિત્યાગ થતો હોવાથી માંસભક્ષણની નિવૃત્તિનું મહાફળ પ્રાપ્ત થાય”-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે એ પ્રમાણે માની લેવામાં આવે તો પરિવ્રાજક્ષણાના અભાવમાં દોષનો અભાવ નહિ રહેવાનું સંકટ આવશે.”-આ પ્રમાણે સોળમા શ્લોકના અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્યારે માંસ ખાવાના અધિકાર સ્વરૂપ ગૃહસ્થપણાનો પરિત્યાગ થાય છે, ત્યારે પરિવ્રાજકપણામાં માંસભક્ષણની નિવૃત્તિનું ફળ પ્રાપ્ત થાય. આશય એ છે કે ગૃહસ્થપણામાં પ્રોક્ષિતાદિ વિશેષણોથી વિશિષ્ટ (શ્લો.નં. ૧૩ માં જણાવ્યા મુજબ)માંસ ખાવું જ જોઈએ. પરંતુ પરિવ્રાજકપણાનો સ્વીકાર કરવાથી માંસભક્ષણથી તે નિવૃત્ત થાય છે. આ રીતે માંસભક્ષણની નિવૃત્તિ, પ્રામિપૂર્વકની થઈ શકે છે અને આ નિવૃત્તિ મહાફળવાળી છે. આ પ્રમાણેના કથનનું નિરાકરણ તમારે....ઈત્યાદિ ગ્રંથથી કરાય છે. એનો આશય એ છે કે પરિવ્રાજક્ષણાનો અભાવ હોય ત્યારે, પ્રામિપૂર્વકની નિવૃત્તિ(માંસભક્ષણની નિવૃત્તિ)નો અભાવ હોવાથી અભ્યદયાદિ ફળ પ્રાપ્ત નહિ થાય. તેથી મહાફળના અભાવની આપત્તિ કઢડા:: : :ડ 1 st a rs Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ દોષનો પરિહાર કરવાનું પણ સંકટ પ્રાપ્ત થશે અર્થા ‘માંસભક્ષણમાં દોષ નથી.” એમ કહેનારાને પારિવ્રાજ્યના અભાવે મહાફળના અભાવની પ્રાપ્તિ સ્વરૂપ દોષ પ્રાપ્ત થશે. શ્રી અંકપ્રકરણમાં પણ એ પ્રમાણે જણાવ્યું છે કે-“પારિવ્રાજ્ય જ જો નિવૃત્તિ(માંસભક્ષણની નિવૃત્તિ) હોય તો તેના અસ્વીકારથી જે અભ્યદયાદિ મહાફળનો અભાવ થાય છે તે જ મોટો દોષ છે. બીજા દોષને શોધવાની આવશ્યક્તા નથી. તેથી માંસભક્ષણમાં નિર્દોષતા નથી.” આથી સમજી શકાશે કે “ન માંસમક્ષ કોપ: અને નિવૃત્તિનું મહાપher અર્થાત્ “માંસભક્ષણમાં દોષ નથી.” અને માંસભક્ષણની નિવૃત્તિ મહાફળવાળી છે.'-આ કથન ઉચિત નથી. અહીં પૂર્વે જણાવ્યા મુજબ પ્રામનો જ પ્રતિષેધ થતો હોવાથી માંસભક્ષણની નિવૃત્તિનો અસંભવ થાય છે. પરંતુ ખરી રીતે પ્રામિ; પ્રમાણથી પરિચ્છેદ(બોધ-જ્ઞાન)સ્વરૂપ છે. શાસ્ત્રબાહ્યમાંસભક્ષણનો પણ પ્રમાણપરિચ્છેદ થાય છે. તેથી તેનો નિષેધ શક્ય છે જેથી તેની નિવૃત્તિ મહાફળવાળી છે.- એમ માનવામાં ન આવે અને પ્રામેવ પ્રતિષિય આનો મંત્રપાઠ કરવામાં આવે તો જલદ વગેરેમાં વહિ પણ કોઈવાર સિદ્ધ થશે. કારણ કે ત્યાં જલદ વગેરેમાં પણ વહિનો નિષેધ તો કરાય છે જ. તેથી તેને લઈને કોઈવાર તેની પ્રાપ્તિ પણ થઈ જાય. અશાસ્ત્રીય માંસભક્ષણનો પ્રમાણપરિચ્છેદ થતો હોવાથી તે સ્વરૂપ તેની પ્રામિપૂર્વકની તેની નિવૃત્તિ મહાફળવાળી છે એમ માનવામાં કોઈ બાધ નથી. ખરી રીતે નિષિદ્ધ વસ્તુની નિવૃત્તિ ધર્મનું કારણ નથી, પરંતુ અધર્માભાવની પ્રયોજિકા હોય છે. કારણ કે નિષિદ્ધ પ્રવૃત્તિ અધર્મનું કારણ હોવાથી એની (નિષિદ્ધની) પ્રવૃત્તિના અભાવમાં અધર્મની ઉત્પત્તિ થતી નથી. આથી નિવૃત્તિ તુ મહાપા અહીં હરિ 5 ses s :: ૨૨ ટકા મissex' sp; &; & & Page #26 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તિ પદ માંસભક્ષણની નિવૃત્તિને જણાવનારું નથી પરંતુ પારિવ્રાજ્યને જણાવનારું છે. સર્વ સાવદ્યકર્મના ત્યાગ સ્વરૂપ એ પારિવ્રાજ્ય હોવાથી તેનું મહાફલત્વ માનવામાં કોઈ જ અનુપપત્તિ નથી. તેથી ‘ન માંસમક્ષ રોષ:'...ઈત્યાદિ બરાબર જ છે. આ પ્રમાણેની શક્કાનું સમાધાન તથાપિ....ઈત્યાદિ ગ્રંથથી કરાય છે. એનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ નિવૃત્તિનુ મહા -એમાં કોઈ અનુપપત્તિ ન હોય તોપણ ન માસમક્ષ ફોષો...અહીં માંસભક્ષણમાં દુષ્ટતાના અભાવને જણાવવા હેતુ તરીકે પ્રાણીઓની પ્રવૃત્તિના વિષયત્વને જણાવ્યો છે. તેથી “માંસમક્ષ (શાસ્ત્રીય માંસભક્ષણની અપેક્ષાએ) કુછવામાવવત્ ભૂતપ્રવૃત્તિવિષયવૈદું જ્ઞાનાતિવ”-આ પ્રમાણે અનુમાનનું સ્વરૂપ છે. એમાં હેતુ વ્યભિચારી છે. કારણ કે શાસ્ત્રબાહ્યમાંસભક્ષણ પ્રાણીઓ કરતા હોવાથી ભૂતપ્રવૃત્તિવિયત્વ શાસ્ત્રબાહ્યમાંસભક્ષણમાં છે અને ત્યાં સુકૃત્વામવિવર્વ (અદુષ્ટત્વ-દોષાભાવી નથી. આ વ્યભિચારદોષના નિવારણ માટે હેતુમાં વિહિતત્વનો નિવેશ કરી લેવાય તો વ્યભિચાર નહીં આવે. કારણ કે વિહિત એવી પ્રવૃત્તિનું વિષયત્વ શાસ્ત્રબાહ્યમાંસભક્ષણંમાં ન હોવાથી ત્યાં અદુત્વ ન હોય તોપણ દોષ નથી. પરંતુ આ રીતે પ્રવૃત્તિમાં વિહિતત્વ' વિશેષણના ઉપાદાનથી વ્યભિચારનું વારણ કરવાથી વિહિતત્વ’ હેતુ જ બરાબર છે. ભૂતપ્રવૃત્તિવિષયત્વનું ઉપાદાન નિરર્થક છે. માંસમક્ષUTદુષ્ટ વિહતત્વાર્.... ઈત્યાદિ અનુમાન પર્યાપ્ત છે. યદ્યપિ ‘એ અનુમાનથી પણ શાસ્ત્રવિહિત માંસભક્ષણમાં અદુત્વ સિદ્ધ થતું હોવાથી ભૂતપ્રવૃત્તિવિષયત્વનું ઉપાદાન નહીં કરીએ – પ્રમાણે પૂર્વપક્ષી કહી શકે છે. પરંતુ માંસમક્ષ Page #27 -------------------------------------------------------------------------- ________________ (શાશ્વવિદિતમસમક્ષT)મવુઈ વિદિતત્વાર્ આ અનુમાનમાં વિહિતત્વ હેતુ છે અને પક્ષ, શાસ્ત્રવિહિત માંસભક્ષણ છે. પક્ષતાવચ્છેદક શાસ્ત્રવિહિતમાંસભક્ષણત્વ એટલે કે ખરી રીતે વિહિતત્વ છે. માંસભક્ષણ છે તેથી તેમાં અદુષ્ટત્વ નથી મનાતું પરંતુ તે વિહિત છે માટે તેમાં અદુત્વ મનાય છે અર્થા માંસભક્ષણત્વ સ્વરૂપે તેમાં આદુષ્ટત્વ સિદ્ધ કરાતું નથી પરંતુ વિહિતત્વરૂપે અદુત્વ સિદ્ધ કરાય છે. આથી સમજી શકાશે કે એ અનુમાનમાં પક્ષતાવચ્છેદક અને હેતુ બન્ને એક જ થાય છે. પક્ષઘેલ્વોવિશેષાપત્તે અહીં પક્ષ પદ પક્ષતાવચ્છેદકારક છે... . ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. બીજું ઉત્સર્ગથી જેનો નિષેધ કરાયો છે તેનું કોઈવાર કોઈ સ્થાને કોઈ વ્યક્તિને પુષ્ટ આલંબને ગુણનું કારણ બને તોપણ પોતાની દુષ્ટતાનો સ્વરૂપથી ત્યાગ કરતું નથી અર્થા એ સ્વરૂપથી દુર જ મનાય છે. જેમ વૈદ્યકશાસ્ત્રનિષિદ્ધ સ્વેદકર્મ, તાવને દૂર કરવા માટે કરાય છે. પરંતુ તે સ્વરૂપથી તો દુષ્ટ જ મનાય છે તેમ ઉપર જણાવ્યા મુજબ ઉત્સર્ગથી નિષિદ્ધ એવું માંસભક્ષણ પ્રોષિતાદિવિશિષ્ટ હોવામાત્રથી અદુષ્ટ નહિ મનાય. કારણ કે અહીં એવું કોઈ પુષ્ટ આલંબન અમને દેખાતું નથી; સિવાય કે અધર્મને વધારનાર કુતૂહલ. આથી સમજી શકાશે કે શાસ્ત્રીયમાંસભક્ષણસ્થળે એવા કુતૂહલને છોડીને બીજું કોઈ પુરાલંબન ન હોવાથી તે માંસભક્ષણ અદુષ્ટ નથી. આથી વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ ગ્રંથકારશ્રીની સ્યાદ્વાદકલ્પલતામાં જોવું જોઈએ. //૭-૧૬ @ @ @ માંસભક્ષણમાં દોષનું ઉદ્ભાવન કરીને હવે મદ્યપાનમાં દોષ જણાવાય છે - Page #28 -------------------------------------------------------------------------- ________________ मद्येऽपि प्रकटो दोषः श्रीह्रीनाशादिरैहिकः । सन्धानजीवमिश्रत्वान्महानामुष्मिकोऽपि च ॥७-१७॥ લક્ષ્મી અને લજજાનો નાશ વગેરે આ લોક સંબંધી પ્રગટ દોષ મદ્યપાનમાં છે તેમ જ સંધાનજીવોથી મિશ્ર હોવાથી પરલોકસંબંધી પણ મોટો દોષ છે.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મદિરાપાનમાં પ્રક્ટ દોષ છે. કારણ કે તેથી લક્ષ્મી, લજ્જા અને વિવેક વગેરેનો નાશ થાય છે. લક્ષ્મી વગેરેનો નાશ, આ લોકમાં વિપાક બતાવે છે તેથી તે ઐહિક (આ લોક સંબંધી) દોષ છે. તેમ જ મદ્યપાનમાં પરલોકમાં વિપાકને બતાવનાર આમુષ્મિકપારલૌક્કિ પણ દોષ છે. કારણ કે જલમિશ્રિત ઘણાં પુષ્પાદિ દ્રવ્યના સંસ્થાપન સ્વરૂપ સંધાનના કારણે તે જીવયુક્ત છે. એ જીવોની વિરાધના મદ્યપાનથી થાય છે. તેથી પરલોકસંબંધી દોષ પણ છે. સંધાનયુક્ત આરનાલ(ખાટી છાશ વગેરે) વગેરેની જેમ મદિરાપાનમાં દોષ નથી'-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે શાસ્ત્રમાં તે દુષ્ટ છે એમ જણાવ્યું છે. શ્રી અષ્ટપ્રકરણમાં એ મુજબ જણાવ્યું છે કે મદ્ય પાંચ પ્રકારના પ્રમાદનું એક અંગ છે. સચ્ચિત્તનો એ નાશ કરનારું છે અને સંધાનના જીવોથી એ યુક્ત છે. તેથી તેમાં દોષ નથી'-એ પ્રમાણે કહેવું એ સાહસ(અવિચારી કૃત્ય) છે. મદ્યપાનથી વિરૂપતા, વ્યાધિઓ, સ્વજનોથી પરાભવ, કાર્ય કરવાના અવસરનો નાશ, દ્વેષ, જ્ઞાનનો નાશ, સ્મૃતિ અને પતિનો નાશ, સજ્જનોની સાથે વિયોગ અને ધર્મ અર્થ તથા કામની હાનિ વગેરે પ્રત્યક્ષસિદ્ધદોષો પ્રાપ્ત થતા હોય છે. છતાં મદ્યપાનમાં કોઈ દોષ નથી-એ કથન એટલે એક જાતની ધૃષ્ટતા છે. મદ્યપાનની દુષ્ટતાને જણાવતાં પુરાણકથામાં જણાવ્યું છે કે 1 : 5 3 5 7 : ૨૧ ::::: ::: Page #29 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક ઋષિએ તપ તપ્યું. તેથી તે તપના પ્રભાવે તે ઈન્દ્ર થઈ જાય તો પોતાનું આસન નહીં રહે-એ ભયથી તે ઋષિને ક્ષોભ પમાડવા માટે ઈન્દ્ર દેવાડ્ઝનાઓને મોકલી. તે દેવીઓએ તે ઋષિની પાસે આવીને તેની વિનયપૂર્વક આરાધના કરી. વરદાનને આપવા માટે તત્પર થયેલા તે ઋષિને તે દેવીઓએ કહ્યું કે તમે મદ્યપાન કરો, હિંસાને કરો અથવા મૈથુનને સેવો! તમારી ઈચ્છા પ્રમાણે ત્રણમાંથી કોઈ પણ એક કરો ! તે દેવીઓથી આ પ્રમાણે જણાવેલા તે ઋષિએ હિંસા અને મૈથુનને નરકના કારણ જાણીને તેમ જ મદિરા શુદ્ધકારણોથી બનેલી છે : એમ સમજીને મદિરાને પીવાનું સ્વીકાર્યું અને તેથી તેને પીવાથી જેની ધર્મમર્યાદાનો નાશ થયો છે એવા તે ઋષિએ મદથી મદ્યપાનના વિદંશ માટે બોકડાને મારીને બધું જ કર્યું અર્થાત્ મૈથુન પણ સેવ્યું, જેથી દેવીઓના કહ્યા મુજબ બધું કરવાથી સામર્થ્ય(તપના સામર્થ્ય)થી ભ્રષ્ટ થયેલો એવો તે ઋષિ મરીને દુર્ગતિમાં ગયો. આથી ધર્મને આચરનારાઓએ આ મદ્યને દોષની ખાણ તરીકે જાણવું. આથી સમજી શકાશે કે મદ્યપાન કેટલું દુષ્ટ છે. મધ, વિષય (શબ્દાદિ), કષાય (ક્રોધાદિ), વિકથા અને નિદ્રા-આ પાંચ પ્રમાદ છે. પ્રમાદના અદ્ઘભૂત મદિરા ઉભય રીતે દુષ્ટ છે. આ લોકના પ્રકટ દોષો અને પરલોકના અપ્રગટ દોષોનો વિચાર કરી મદિરાપાનથી દૂર રહેવું જોઈએ. - II૭-૧ળા. ©©© હવે મૈથુનને અદુષ્ટ માનનારની માન્યતાનું નિરાકરણ કરાય છેनियमेन सरागत्वाद् दुष्टं मैथुनमप्यहो । मूलमेतदधर्मस्य निषिद्धं योगिपुङ्गवैः ॥७-१८॥ “નિયમે કરી રાગપૂર્વકનું હોવાથી અહો ! મૈથુન પણ દુર છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ અધર્મનું એ મૂળ છે. યોગીઓમાં શ્રેષ્ઠ એવા શ્રી તીર્થંકર પરમાત્માએ તેનો નિષેધ કર્યો છે.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે મૈથુન ચોક્કસપણે રાગાદિથી થાય છે. રાગદ્વેષ વિના મૈથુન થતું નથી'-આ વચન હોવાથી મૈથુન રાગપૂર્વક હોય છે-એ ચોક્કસ છે. રાગપૂર્વકની એ પ્રવૃત્તિ હોવાથી તે દુષ્ટ છે. “મૂમેમદમ” ઈત્યાદિ પાઠથી મૈથુન અધર્મનું મૂળ છે એ સિદ્ધ છે. યોગી જનોના પૂજ્ય એવા શ્રી તીર્થંકર પરમાત્માએ તેનો નિષેધ કર્યો છે. ભગવતીસૂત્રમાં તેને મહાઅસંયમના કારણ તરીકે વર્ણવ્યું છે. ત્યાં ફરમાવ્યું છે કે-'ભદન્ત ! મૈથુનને સેવનારો કેવો અસંયમ કરે છે ? ગૌતમ! જેમ કોઈ પુરુષ બૂરનલિકા કે રતનલિકાને તપેલા લોઢાના સળિયાથી નષ્ટ કરે તેમ મૈથુનને સેવનારો એવો અસંયમ કરે છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે જે રાગપૂર્વક થાય છે, અધર્મનું મૂળ છે અને અસંયમનું કારણ હોવાથી શ્રી તીર્થંકર પરમાત્મા વડે નિષિદ્ધ છે; તે દુષ્ટ જ છે. તેને અદુષ્ટ માનવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. આમ પણ મૈથુનની દુષ્ટતા સર્વજનપ્રસિદ્ધ છે.ar૭-૧૮ મિથુનને અદુષ્ટ માનનારા બ્રાહ્મણોની માન્યતાને જણાવાય છેधर्मार्थं पुत्रकामस्य स्वदारेष्वधिकारिणः । ऋतुकाले न तद् दुष्टं क्षुधादाविव भोजनम् ॥७-१९॥ “ધર્મ માટે પુત્રની ઈચ્છાવાળા અધિકારીને ઋતુકાળમાં પોતાની સ્ત્રીને વિશે મૈથુન, સુધાકાળમાં જેમ ભોજન દુર નથી તેમ દુષ્ટ નથી.” આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે-મપુત્રય જાતિ નતિ અને સંપુણ્ય દિ થર્મો મવતિ Page #31 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ પુત્રરહિત માણસની સદ્ગતિ નથી થતી અને પુત્રરહિત માણસને ધર્મ હોતો નથી... ઈત્યાદિ વચનોના આધારે સદ્ગતિ અને ધર્મની પ્રાપ્તિ માટે તે તે માણસને પુત્રને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. એ ઈચ્છાવાળા અધિકારી ગૃહસ્થને પોતાની પત્નીમાં મૈથુન દુષ્ટ નથી. પરંતુ આવા પણ ગૃહસ્થો જ પરસ્ત્રી કે વેશ્યામાં મૈથુન સેવે તો તે અનર્થનું જ કારણ બને છે. તેથી શ્લોમાં વાપુ આ પદ . આ રીતે સ્વસ્ત્રીમાં પણ ઋતુકાળમાં જ ઉપર જણાવ્યા મુજબ મૈથુન દુષ્ટ નથી. અન્યથા ઋતુકાળને છોડીને બીજા કાળમાં તો મૈથુનમાં દોષ છે. એ વિષયમાં દોષ જણાવતાં કહ્યું છે કે, ઋતુકાળ ગયે છતે જે મૈથુનને સેવે છે; તેને બ્રહ્મહત્યાના પાપનું ફળ પ્રાપ્ત થાય છે અને દરરોજ સૂતક લાગે છે. આથી અહીં 20ાત્રે આ પદ છે. આથી સમજી શકાશે કે પ્રયોજનવિશેષે ઉપર જણાવ્યા મુજબ અધિકારી (વેદાદિનું અધ્યયન જેણે કરી લીધું છે) એવા ગૃહસ્થને મૈથુન દુર નથી. સુધાની વેદના શમાવવા જેમ ભોજન દુષ્ટ નથી તેમ વિશિષ્ટ સંયોગોમાં તે રીતે મૈથુન પણ દુર નથી. કારણમશ્રિત મૈથુનમવુઈ જાતર/પ્રવૃત્તિમવદ્િ વેનાાિરાશ્રિતમોગનવિદ્યા અર્ધા ધર્મ માટે પુત્રપ્રાપ્તિના કારણે સેવાતું મૈથુન દુષ્ટ નથી. કારણ કે રાગરહિત એ પ્રવૃત્તિ છે. વેદનાદિ કારણે કરાતું ભોજન જેમ રાગરહિત પ્રવૃત્તિ સ્વરૂપ હોવાથી દુર નથી તેમ ઉક્ત કારણે સેવાતું મૈથુન પણ દુષ્ટ નથી. આ પ્રમાણે બ્રાહ્મણોની માન્યતા છે. II૭-૧૯ll બ્રાહ્મણોની એ માન્યતાનું નિરાકરણ કરાય છે - नैवमित्थं स्वरूपेण दुष्टत्वानिबिडापदि । श्वमांसभक्षणस्येवापवादिकनिभत्वतः ॥७-२०॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવ્યા મુજબ કહેવાનું ઉચિત નથી, કારણ કે આપવાદિકજેવું હોવાથી ગાઢ(અત્યંત) આપત્તિના કાળમાં કરાતા થાનમાંસના ભક્ષણની જેમ સ્વરૂપથી તો તે (મૈથુન) દુર જ છે.'-આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઘમર્થ પુત્રામસ્થ.... ઈત્યાદિ શ્લોકમાં જણાવેલી વાત બરાબર નથી. કારણ કે ધર્મ માટે પુત્રોત્પત્તિસ્વરૂપ ગુણના આલંબને મૈથુન સેવવાની પ્રવૃત્તિ આપવાદિક જેવી વિશેષવિધિરૂપ છે. અત્યંત આપત્તિમાં શ્વાનના માંસભક્ષણની પ્રવૃત્તિની જેમ સ્વરૂપથી તો દુર જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અપવાદે જોકે શ્વાનનું માંસ વાપરે છે; પરંતુ તેમ કરનારા પણ સ્વરૂપથી તો તેને દુષ્ટ જ માને છે તેથી જ તો તે અંગે તેઓ પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે. આવી જ રીતે સ્વરૂપે દુષ્ટ એવું પણ મૈથુન અપવાદે જ સેવાય છે. કુમારાવસ્થાથી જ સાધુપણાના પાલન માટે અસમર્થ એવા આત્માઓ ભવિષ્યમાં અનાચારાદિ દોષોથી બચવા સ્વરૂપ ગુણાન્તરની અપેક્ષાએ મૈથુનને સેવે છે. આથી મૈથુન સ્વરૂપથી પણ દુષ્ટ ન હોય અને સર્વથા નિર્દોષ હોય તો કુમારાવસ્થાથી જ સાધુપણાના પાલન અંગે જે ઉપદેશ અપાય છે, તે નિરર્થક થઈ જશે અને ગૃહસ્થપણાના ત્યાગનો પણ ઉપદેશ અર્થહીન બનશે. અપવાદે પણ ધર્મના અર્થને સ્વરૂપથી દુર એવા મૈથુનને સેવવાથી લિજ્ઞ(પુરુષચિહ)ના વિકારવાળા કામના ઉદયથી યુક્ત એવા તેને આરંભ(હિંસા) અને પરિગ્રહનો દોષ તો અવશ્ય પ્રાપ્ત થાય છે. કામના ઉદય વિના લિગ્રના વિકારનો સંભવ નથી. ભય વગેરેની અવસ્થામાં એવા વિકાર ઉત્પન્ન થતા નથી. આથી આ વિષયમાં શ્રી અપ્રકરણમાં ફરમાવ્યું છે કે પૂર્વપક્ષી(બ્રાહ્મણો)નું કથન બરાબર નથી. કારણ કે એ મૈથુન આપવાદિક જેવું હોવાથી સર્વથા મૈથુનમાં દોષ Page #33 -------------------------------------------------------------------------- ________________ નથી એ પ્રમાણે કહેવાનું સદ્ગત નથી...ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૭-૨વા 0•• આપવાદિક જેવું મૈથુન પણ દુષ્ટ છે. આ વાતનું સમર્થન કરાય वेदं ह्यधीत्य स्नायाद् यत् तत्रैवाधीत्यसङ्गतः । .. व्याख्यातस्तदसावर्थो ब्रूते हीनां गृहस्थताम् ॥७-२१॥ વેદનું અધ્યયન કર્યા પછી સ્નાન કરવું જોઈએ-આ અર્થને જણાવનારા વેદં ાથત્યની દ્િ આ પાઠમાં તેના વ્યાખ્યાતાઓએ જે કારણથી કથીત્યસદ્ગત વિકારનો અધ્યાહાર કર્યો છે. તેથી તે; ગૃહસ્થાવસ્થાની હીનતાને જણાવે છે.'-આ પ્રમાણે એક્વીસમા શ્લોનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “વેઢું ઢાધીત્ય નાથાત્ અર્થાત્ ગૂ વગેરે વેદનું અધ્યયન કરીને પત્નીના સંગ્રહ માટે સ્નાન કરવું જોઈએ- આ પ્રમાણે પાઠ છે. એ પાઠના વ્યાખ્યાતાઓએ કથીત્ય પછી જીવ પદનો અધ્યાહાર કરીને એ જણાવ્યું છે કે વેદનું અધ્યયન કર્યા પછી જ પત્નીના સંગ્રહ માટે સ્નાન કરવું જોઈએ. વેદાધ્યયન ક્ય પછી સ્નાન કરવું જ (પત્નીનો સંગ્રહ કરવો જ) જોઈએ આવા અર્થને જણાવનાર પવનો અધ્યાહાર નાથાત્ આ પદ પછી કર્યો નથી. પત્નીનો સંગ્રહ કરવો હોય તો તે વેદાધ્યયન પછી જ કરવો, વેદાધ્યયન પૂર્વે નહિ. આવો અર્થ તેઓએ જણાવ્યો છે. તેથી વેદનું અધ્યયન ક્ય પછી પત્નીના સંગ્રહ માટે સ્નાન કરવું જ જોઈએ એવો અર્થ થતો નથી. એથી સમજી શકાશે કે પત્નીના સંગ્રહ સ્વરૂપ ગૃહસ્થતાને; ઉત્સર્ગથી સર્વથા મૈથુનના પરિવારની અપેક્ષાએ આપવાદિક-જઘન્ય (હીન) જણાવાય છે. આ વાતને અનુલક્ષીને શ્રી અટકપ્રકરણમાં Page #34 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું છે કે “વે રાધીત્ય નાથાત્ આ પદની વ્યાખ્યા કરતી વખતે અધ્યયન કરીને જ સ્નાન કરવું એમ જણાવ્યું છે. અધ્યયન કરીને સ્નાન કરવું જ એવો અર્થ જણાવ્યો નથી. તેથી ગૃહસ્થાશ્રમ (પત્નીનો સંગ્રહ કરવા સ્વરૂપ ગૃહસ્થતા) હીન છે. આ ગૃહસ્થાવસ્થામાં મૈથુન છે, તેથી તે પણ હીન છે”-એ સમજી શકાય છે. II૭-૨૧ હિન-ગૃહસ્થાશ્રમમાં મૈથુન છે : આમ કહેવાના આશયને જણાવાય છે अदोषकीर्तनादस्य प्रशंसा तदसङ्गता। विध्युक्तेरिष्टसंसिद्धे बहुलोकप्रवृत्तितः ॥७-२२॥ “હીન એવા ગૃહસ્થપણામાં મૈથુન હોવાથી તેમાં દોષ નથી એવું કહેવાના કારણે થતી મૈથુનની પ્રશંસા સદ્ગત નથી. કારણ કે આ રીતે થતી પ્રશંસાના કારણે તેના વિધિનું જ્ઞાન થવાથી ઈષ્ટસાધનતાના જ્ઞાનને લઈને તેમાં(મૈથુનમાં) ઘણા લોકોની પ્રવૃત્તિ થાય છે.”-આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. - આશય એ છે કે “ર માંસમક્ષ રોષો ન મ ર ર મૈથુને'આ રીતે મૈથુનમાં દોષાભાવનું પ્રતિપાદન થવાના કારણે થતી તેની પ્રશંસા સદ્ગત નથી. અર્થા યોગ્ય નથી. આવી પ્રશંસા કરવાથી તે આમ પુરુષોને માન્ય છે; એમ સમજાયાથી “તે વિહિત છે'; એવું વિધિજ્ઞાન થાય છે. વિહિતમાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન થવાથી પરલોકમાં એ અનિષ્ટપ્રદ નથી બનતું; એમ માનીને ઘણા લોકોનો પરલોકનો ભય જતો રહે છે અને તેથી નિ:શંકપણે તેઓ તેમાં પ્રવૃત્તિ કરનારા બને છે. આંથી મૈથુને” ઈત્યાદિ કથન દ્વારા કરાતી મૈથુનની પ્રશંસા Page #35 -------------------------------------------------------------------------- ________________ અસગત છે...ઈત્યાદિ શાંતચિત્તે વિચારવું જોઈએ. અપવાદે પણ કરાતી પ્રવૃત્તિ બધા માટે ઉપાદેય નથી- એ યાદ રાખવું જોઈએ. અન્યથા માર્ગ અને ઉન્માર્ગ વચ્ચેનો ભેદ સમજવાનું શક્ય નહિ બને.. દુષ્ટ કામ કરવું અને દુષ્ટ કામનો ઉપદેશ આપવો: એ બંન્નેમાં જે ફરક છે તે આપણે સમજી શકીએ છીએ. ધર્મના નામે કેવી કેવી દુષ્ટ પ્રવૃત્તિઓનું વિધાન થાય છે: એનો આથી સ્પષ્ટપણે ખ્યાલ આવી જાય છે. મિથ્યાત્વ અને કદાગ્રહ આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપથી ખૂબ જ દૂર રાખે છે. જે વાત લોકને સમજાય છે તે વાત જ્યારે કહેવાતા શાસ્રકારોને ન સમજાય ત્યારે ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે. અન્યદર્શનો લગભગ આવી જ પરિસ્થિતિથી ગ્રસ્ત છે. ‘ધર્મ માટે પુત્રની જરૂર છે અને તે માટે મૈથુનની આવશ્યકતા છે..’ ખૂબ જ વિચિત્ર અને બુદ્ધિહીન એ વાત છે. II૭-૨૨ © આપવાદિક પણ મૈથુનની દુષ્ટતા બીજી રીતે જણાવાય છેनिवृत्तिः किं च युक्ता भोः सावद्यस्येतरस्य वा । आद्ये स्याद् दुष्टता तेषामन्त्ये योगाद्यनादरः ॥ ७-२३॥ “નિવૃત્તિ; સાવઘની યુક્ત હોય છે કે અસાવદ્યની ? સાવદ્યની છે નિવૃત્તિ હોય છે-એ માનવામાં આવે તો માંસ, મદિરા અને મૈથુનને દુષ્ટ (સાવદ્ય) માનવાનો પ્રસઙ્ગ આવશે અને નિરવધની નિવૃત્તિ હોય છેએમ માનવામાં આવે તો યોગાદિનો અનાદર થશે.'' આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે “માંસભક્ષણ મદ્યપાન અને મૈથુનસેવનમાં કોઈ દોષ નથી. પરંતુ તેની નિવૃત્તિ મહાફળનું કારણ છે.’’-આ પ્રમાણેની માન્યતાવાળા બ્રાહ્મણવાદીને 演出 警 ) ને માર મારી ૩૨ 有演 燦燦燦燦 Page #36 -------------------------------------------------------------------------- ________________ પૂછવાનું કે સાવદ્યની નિવૃત્તિ મહાફળવાળી છે કે પછી નિરવદ્યની નિવૃત્તિ મહાફળવાળી છે. ? આમાંથી પ્રથમ પક્ષનો સ્વીકાર કરી સાવઘની નિવૃત્તિને ધર્મના કારણ તરીકે જણાવાય તો માંસ, મદ્ય અને મૈથુનને દુષ્ટ માનવા પડશે. કારણ કે તેની નિવૃત્તિને મહાફળવાળી-ધર્મકારણ તરીકે વર્ણવી છે. આથી છેલ્લો પક્ષ સ્વીકારીને નિરવદ્યની નિવૃત્તિ ધર્મનું કારણ છે એમ જણાવાય તો યોગાદિના અનાદરનો પ્રસઙ્ગ આવશે. કારણ કે નિરવદ્ય યોગ, યોગનાં અગો વગેરેની નિવૃત્તિ મહાફળને આપનારી હોય તો માંસાદિની નિવૃત્તિની જેમ અનવદ્ય યોગાદિની નિવૃત્તિ ઈષ્ટ છે. પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ જ ઈષ્ટ છે. તેથી યોગાદિમાં આદર નહીં રહે. આથી સમજી શકાશે કે ‘માંસભક્ષણાદિમાં દોષ નથી. પરંતુ તેની નિવૃત્તિ મહાફળને આપનારી છે.’-આ વાતમાં તથ્ય નથી. II૭-૨૩॥ ල්ල ට કેટલાક લોકોની મૈથુન અંગેની જે માન્યતા છે તે જણાવવા પૂર્વક તેનું નિરાકરણ કરાય છે माध्यस्थ्यं केचिदिच्छन्ति गम्यागम्याविवेकतः । तन्नो विपर्ययादेवानर्गलेच्छानिरोधतः ॥७-२४॥ ‘“ગમ્ય અને અગમ્યના વિવેકના અભાવે માધ્યસ્થ્યને કેટલાક લોકો માને છે-તે યુક્ત નથી. કારણ કે ખરી રીતે તો ગમ્ય અને અગમ્યના વિવેકથી જ મર્યાદા બહારની ઈચ્છાનો નિરોધ થતો હોવાથી જ માધ્યસ્થ્ય પ્રાપ્ત થાય છે.’’-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કેટલાક મંડલતંત્રવાદીઓનો કહેવાનો આશય એ છે કે મૈથુન સેવવામાં ગમ્ય કે અગમ્યનો વિવેક કરવામાં આવે તો રાગ-દ્વેષના 表演演出 演 演出 演出演演 રા ૩૩ ૨૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ અભાવ સ્વરૂપ માધ્યચ્ય રહેતું નથી. કારણ કે ગમ્ય સ્ત્રીમાં મૈથુન સેવવાથી રાગ થાય છે અને અગમ્યસ્ત્રીની પ્રત્યે દ્વેષ વગેરે થાય છે. તેથી ગમ્ય અને અગમ્ય વ્યક્તિને વિશે સમાન પ્રવૃત્તિ થવાથી માધ્યચ્ય જળવાય છે, સફલેશ થતો નથી. પરંતુ આ પ્રમાણે મંડલતંત્રવાદીઓનું કથન યુક્ત નથી. કારણ કે ગમ્યાગમ્યના અવિવેકથી નહિ પણ તેના વિપર્યયથી એટલે કે - ગમ્યાગમ્યના વિવેથી જ સફલેશ દૂર થાય છે. રાગ-દ્વેષની પરિણતિને સક્લેશ કહેવાય છે. ગમ્યાગમ્યના અવિવેકના કારણે મૈથુનની ઈચ્છા અનર્મલ-હદ ઉપરાંત હોય છે. ગમ્યાગમ્યના વિવેકથી મોહના વિકાર સ્વરૂપ એ ઈચ્છાનો નિરોધ થવાથી સહજ રીતે જ સક્લેશ નાશ પામે છે. નિરોધ કરાયેલી ઈચ્છા, અલ્પ બળતણવાળા અગ્નિની જેમ ખૂબ જ અલ્પકાળ રહેતી હોય છે. ગમ્યાગમ્યના વિવેકથી અગમ્યની નિવૃત્તિને લઈને દેશથી નિવૃત્તિથી યુક્ત ઈચ્છાનો નિરોધ થાય છે. તેથી નિરુદ્ધ (વિવેકથી નિરોધ કરાયેલી) ઈચ્છા માધ્યશ્મનું કારણ બને છે. આથી સ્પષ્ટ છે કે આ રીતે ગમ્યાગમ્યના વિવેકથી ઉત્પન્ન થયેલ શુભ આશય(અગમ્યથી નિવૃત્ત થવાદિના શુભ આશય)થી અલ્પકાળમાં જ પરમ કોટિનું માધ્યચ્ય પ્રાપ્ત કરાય છે. . અહીં યાદ રાખવું જોઈએ કે રાગ-દ્વેષાદિના અભાવ સ્વરૂપ સર્ક્યુલેશાભાવને માધ્યથ્ય કહેવાય છે. અપ્રશસ્ત વિષયમાં પ્રવૃત્તિ કરવી પડે અને કરીએ : એ બેમાં ઘણું અંતર છે. અપ્રશસ્ત વિષયથી નિવૃત્તિ જેટલી વધારે થશે એટલી સલેશની નિવૃત્તિ પણ વધારે થશે. જ્ઞાનાદિ પ્રશસ્ત વિષયમાં જેટલી પ્રવૃત્તિ વધશે તેટલી સક્લેશની નિવૃત્તિ પણ અધિક પ્રમાણમાં થશે, જે માધ્યય્યનું એકમાત્ર બીજ છે. ‘અપ્રશસ્ત વિષયમાં પ્રવૃત્તિ કરવી, પણ નિર્લેપભાવે કરીએ; તેથી Page #38 -------------------------------------------------------------------------- ________________ માધ્યચ્ચ પ્રાપ્ત થાય છે.' : આવી માન્યતા લગભગ આજે પ્રચલિત છે. વાસ્તવિકતા તો એ છે કે એવી પ્રવૃત્તિ કરવી પડે તો નિર્લેપ રહેવું એ માધ્યય્યનું બીજ છે. એ બન્નેમાં જે ફરક છે તે ન સમજાય એવો નથી. “રાગદ્વેષ વગર કરવું અને કરતી વખતે રાગદ્વેષ ન કરવા' : આ બે વચ્ચેનો ભેદ સમજ્યા વિના માધ્યચ્ય બન્નેમાં પગ રાખવા માટે ઉપયોગી બનશે. બંન્નેમાંથી પગ નીકળી જાય : એ માટે જે કરવું પડે તે કરવાથી માધ્યશ્ય સચવાય છે. વર્તમાનમાં જે માધ્યચ્ય પ્રસિદ્ધ છે; તે વાસ્તવિક નથી...ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ.૭-૨૪ 0:00 ઉપર જણાવ્યા મુજબ ભણ્યાલક્ષ્ય અને ગમ્યાગમ્યના વિવેકનું વ્યવસ્થાપન કરીને તપવિશેષનું સમર્થન કરાય છે. તેમાં પ્રથમ તપનો અનાદર કરનારના અભિપ્રાયને જણાવાય છે नाद्रियन्ते तप: केचिद् दुःखरूपतयाऽबुधाः । आर्तध्यानादिहेतुत्वात् कर्मोदयसमुद्भवात् ॥७-२५॥ “કેટલાક લોકો; આર્તધ્યાનાદિનું કારણ હોવાથી અને કર્મના ઉદયથી થતું હોવાથી દુઃખરૂપ એવા તપનો આદર કરતા નથી.'-આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કેટલાક અબુધ લોકો તપનો આદર કરતા નથી. કારણ કે તે દુઃખસ્વરૂપ છે. દુઃખસ્વરૂપ હોવા છતાં તેને જો તપ તરીકે મનાતું હોય તો બધા જ દુઃખી જનોને તપસ્વી સ્વરૂપ માનવા પડશે. દુઃખવિશેષને લઈને તો તપવિશેષનો પ્રસિદ્ઘ આવશે. આ આશયને જણાવતાં શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યું છે કે બધા જ દુઃખી લોકોને આ રીતે તપસ્વી માનવા પડશે; દુઃખવિશેષના કારણે વિશિષ્ટ તપસ્વી માનવા પડશે. Page #39 -------------------------------------------------------------------------- ________________ જેમ ધનવિશેષના કારણે ધનવાન કહેવાય છે તેમ દુઃખવિશેષના કારણે તપસ્વી માનવાનો પ્રસંગ આવશે. આ રીતે તે મહાદુઃખી એવા નારકીઓને મહાતપસ્વી માનવા પડશે અને શમના સુખના કારણે જેઓ પરમસુખી છે એવા યોગી જનોને અતપસ્વી માનવા પડશે. ઉપવાસાદિ તપને તે અબુધ લોકો દુઃખસ્વરૂપ માને છે. કારણ કે તે કાયપીડાસ્વરૂપ તપ આર્તધ્યાનાદિનું કારણ છે. આ પ્રમાણે શ્રી અટકપ્રકરણમાં કહ્યું છે કે-આહારથી વર્જિત એવા શરીરમાં ધાતુઓનો ક્ષય થાય છે. તે અવસ્થામાં અધિક સત્ત્વવાળા જીવોને પણ ચિત્તભ્રંશ થાય છે. –આથી સ્પષ્ટ છે કે આર્તધ્યાનાદિનું કારણ હોવાથી તપ દુઃખ-સ્વરૂપ છે તેમ જ અશાતાવેદનીયર્મના ઉદયથી તપનો ઉદ્ભવ હોવાથી તાવ વગેરેની જેમ તપ દુઃખસ્વરૂપ છે. આથી સમજી શકાશે કે અનર્થનું કારણ હોવાથી આ તપ ત્યાગ કરવા યોગ્ય છે. લોકની માન્યતા મુજબ નહિ કરવું જોઈએ.-આવું કેટલાક પરમાર્થથી અજાણ લોકો કહે છે. II૭-રપા •• અબુધ લોકોની માન્યતાનું નિરાકરણ કરાય છેयथासमाधानविधेरन्तः सुखनिषेकतः । नैतज्ज्ञानादियोगेन क्षायोपशमिकत्वतः ॥७-२६॥ “તપને દુ:ખસ્વરૂપ માનનારા અબુધ લોકોની માન્યતા બરાબર નથી. કારણ કે તે તપ મન અને ઈન્દ્રિયોની સમાધિનું અતિક્રમણ કર્યા વિના કરાય છે. તે વખતે આંતરિક સુખની પ્રાપ્તિ થતી હોય છે તેમ જ જ્ઞાનાદિપૂર્વક તે તપ કરાતું હોવાથી સાયોપથમિક છે.” આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા Page #40 -------------------------------------------------------------------------- ________________ મુજબ આર્તધ્યાનાદિનું કારણ હોવાથી અને કર્મના કારણે ઉદ્ભવતું હોવાથી દુઃખસ્વરૂપ તપ આચરવાજેવું નથી. -આ પ્રમાણેની પૂર્વપક્ષીની માન્યતા બરાબર નથી. કારણ કે મન અને ઈન્દ્રિયોના યોગોની સમાધિનું ઉલ્લંઘન કર્યા વિના અર્ધા એ યોગોને અસમાધિન થાય એ રીતે તપ કરાય છે. આગમમાં જણાવ્યું છે કે તપ એવી રીતે કરવાનો છે કે જેથી મન ખરાબ વિચાર ન કરે, ઈન્દ્રિયોની હાનિ ન થાય અને સંયમના જ્ઞાનાદિ યોગોની હાનિ ન થાય. આ રીતના વચનથી તપ કરાય છે તેથી તે દુ:ખસ્વરૂપ થતો નથી તેમ જ આર્તધ્યાનનું કારણ પણ બનતો નથી. પરંતુ તેવા પ્રકારની તપની આરાધનાથી ભાવારોગ્યના લાભની સંભાવનાથી મનમાં સુખની પ્રાપ્તિ થાય છે. આમ છતાં કોઈ વાર કોઈ તપસ્વીને દેહને પીડા થતી હોવા છતાં પુષ્કળ એવા માનસિક સુખના કારણે અલ્પ એવી શરીરની પીડાનો પ્રતિરોધ થાય છે અર્થાત્ શરીરની પીડા, પીડારૂપે જણાતી નથી. આ જ વિષયમાં શ્રી અષ્ટપ્રકરણમાં ફરમાવ્યું છે. “મન, ઈન્દ્રિયો અને સંયમના યોગોની હાનિ અહીં (તપમાં) થતી નથી, તો કઈ રીતે આ તપની દુઃખરૂપતા વર્ણવાય છે. ? અનશનાદિ તપને લઈને જે કોઈ વાર કાયપીડા થાય છે, તે રોગની ચિકિત્સા વખતની પીડાની જેમ ઈષ્ટ એવા ફળ(નિર્જરાદિ)ની સિદ્ધિના કારણે ફળની પ્રત્યે બાધક બનતી નથી. ઈષ્ટ અર્થની સિદ્ધિ થતી હોય તો કાયાની પીડા દુ:ખને આપનારી બનતી નથી. એ લોકમાં પ્રત્યક્ષસિદ્ધ છે. રત્નોનો વ્યાપાર કરનારા વ્યાપારીના દષ્ટાંતથી અહીં પણ એ રીતે વિચારવું જોઈએ. તેમ જ જ્ઞાન, શમ, સંવેગ અને બ્રહ્મચર્યની ગુમિ વગેરેના સંબંધવાળો તપ, ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી થાય છે. તેથી તે ઔદયિકભાવથી થયેલો ન હોવાથી અનાદર કરવા યોગ્ય નથી. શ્રી RE: Page #41 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકરણમાં એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે સમ્યગ્દર્શનાદિના કારણે વિશિષ્ટ બનેલા જ્ઞાન, સંવેગ અને ઉપશમ વગેરેની પ્રધાનતાથી યુક્ત હોવાથી સાયોપથમિકભાવનો તપ જાણવો જોઈએ. તે તપ અવ્યાબાધ સુખ સ્વરૂપ છે. 'જ્ઞાન, શમ અને સંવેગાદિના સંબંધવાળો તપ ખરી રીતે તો ઔદયિકભાવનો જ છે. એમાં શમ, જ્ઞાન અને સંવેગ વગેરે લયોપશમભાવના છે.'-આવી શક્કા કરવી ના જોઈએ. કારણ કે જ્ઞાનાદિસમન્વિત જ અનશનાદિ તપ ગુણના સમુદાય સ્વરૂપ છે. કેવલ અનશનાદિસ્વરૂપ તપ નથી. ગુણના સમુદાય સ્વરૂપ તપમાંથી જ્ઞાનાદિ અંશોને લાયોપથમિકભાવના માનીને કેવલ અનશનાદિને તપ માનવામાં આવે તો માત્ર અનશનાદિને કરનારા ભિખારીઓને પણ તપસ્વી માનવાનો પ્રસંગ આવશે. ભિખારી વગેરેના અનશનાદિને કોઈ જ તપ તરીકે વર્ણવતું નથી. તેથી તે અતિપ્રસંગના નિવારણ માટે જ્ઞાનાદિસમન્વિત જ અનશનાદિને તપ મનાય છે. માત્ર અનશનાદિ સ્વરૂપ અંશને લઈને તપને ઔદયિક માનવાનું ઉચિત નથી. પરંતુ ખરી રીતે તો તપ આત્માના ગુણ સ્વરૂપ છે. ક્રોધાદિ કષાયના નિરોધ વડે ઉત્પન્ન થનારા શમાદિ ગુણો; જેમ આત્માના ગુણો છે તેમ પ્રમાદ, આહારસંજ્ઞા વગેરે દોષોના નિરોધ વડે પ્રાપ્ત થનાર તપ પણ આત્માનો ગુણ છે. તેથી આત્મગુણસ્વરૂપ તપને ઔદયિક માનીને અનાદરણીય કઈ રીતે મનાય ? ગમે તે કારણે જેઓ આર્તધ્યાનને વશ થયા હોય અને ત્યારે કોઈ પણ રીતે તપ કરે, તેથી કોઈ વાર આર્તધ્યાનાદિદોષસહચરિત તપ જોવા મળે એટલામાત્રથી તપને ત્યાજ્ય કોટિનો માનવાનું યોગ્ય નથી. આમ તો કોઈ વાર અહંકારાદિ દોષથી સમન્વિત પણ જ્ઞાન જોવા મળે છે, તેથી કાંઈ જ્ઞાનને ત્યાજ્ય ન મનાય તેમ આર્તધ્યાનાદિ સહચરિત Page #42 -------------------------------------------------------------------------- ________________ તપ જોવા મળે તેટલામાત્રથી તપને ત્યાજ્ય ન મનાય. વિવેકી લોકો માટે જ્ઞાન અહંકારનું કારણ બનતું ન હોવાથી તે ત્યાજ્ય બનતું નથી.'-આ પ્રમાણે જો કહી શકાતું હોય તો વિવેકી જનો માટે તપ પણ દુખસ્વરૂપ બનતો ન હોવાથી તે ત્યાજ્ય બનતો નથી'-આ પ્રમાણે કહેવાનું યુક્ત જ છે. અબુધ લોકોની માન્યતાનું નિરાકરણ કરતાં જે વાત કરી છે, તેનો ખ્યાલ તપ કરનારાએ અવશ્ય રાખવો જોઈએ. જ્ઞાન, શમ, સંવેગ અને બ્રહ્મગુમિથી સંબદ્ધ જ તપને અહીં તપ તરીકે વર્ણવાનું તાત્પર્ય છે. જ્ઞાનાદિથી રહિત તપને તપ તરીકે વર્ણવવાનો અહીં ઉદ્દેશ નથી. તપની લાયોપથમિક્તા તપની સાથે જે જ્ઞાનાદિ છે; તેને લઈને છે. અન્યથા તો તે તપ ઔદયિકભાવસ્વરૂપ હોવાથી ત્યાજ્ય બને છે. લાયોપથમિકભાવના તપને આરાધવાનું ખૂબ જ અઘરું છે. વર્તમાન તપનો મહિમા જે રીતે વધી રહ્યો છે, એ જોતાં તો એમ જ લાગે કે લાયોપથમિકભાવના તપની પ્રાપ્તિ શક્ય નથી. આ વિષયમાં થોડું વિચારવાનું આવશ્યક છે. માત્ર અનશન જ જાણે તપ ન હોય એ રીતે આજે તપનો મહિમા વધારવાનું પૂરજોશમાં ચાલી રહ્યું છે. એને અટકાવવાનું કઈ રીતે શક્ય બને : તે વિચાર્યા વિના ચાલે એવું નથી. અબુધ લોકોની માન્યતા મુજબ તપને ત્યાજ્ય માનવાની અહીં વાત નથી. પરંતુ અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા તપની વ્યવસ્થા કરવાની અહીં વાત છે. જ્ઞાનાદિસમન્વિત જ તપનું અહીં વ્યવસ્થાપન છે. કર્મનિર્જરા માટેનું એ અમોઘ સાધન અકિંચિત્કર બને નહીં એ માટે આ તપની વ્યવસ્થાને સમજી લેવી જોઈએ. ૭-૨ ન ધર્મના અગ્રભૂત દયાવિશેષનું વ્યવસ્થાપન કરાય છે :: : :: :: :: ::: : ::::: : ::: : :: : : Page #43 -------------------------------------------------------------------------- ________________ दयाऽपि लौकिकी नेष्टा षटकायानवबोधतः । પેશાન્તિ ર નાગજ્ઞાનાગ્નિ વ્યવહારયો: I૭-રો “પૃથ્વીકાય, અપકાય વગેરે પકાયનું જ્ઞાન ન હોવાથી લૌકિક દયા પણ ઈષ્ટ નથી અર્થાત્ ફળને પ્રાપ્ત કરાવનારી નથી તેમ જ વ્યવહાર નય અને નિશ્ચયનયના અજ્ઞાનને કારણે ઐકાન્તિકી દયા પણ ઈષ્ટ નથી.” –આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે અરણ્યમાં રહેનારા તાપસ વગેરે; લોકમાં પ્રસિદ્ધ એવી જે દયા પાળે છે, એ લૌકિક યા ઈષ્ટ નથી. કારણ કે એ દયાના પાલક તાપસાદિને પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય : આ ષકાય જીવોનું જ્ઞાન હોતું નથી. તેથી એ જ્ઞાનના અભાવે તેમને દયાનું ફળ પ્રાપ્ત થતું નથી. ‘ઢના તો તથા આ શ્રી દશવૈકાલિકસૂત્રના વચનથી દયા જ્ઞાનથી સાધ્ય છે. દયાનું સાધન જ્ઞાન છે. જ્ઞાન વિના દયાની સિદ્ધિ થતી નથી. હિંસાથી વિરામ પામવાના પરિણામને દયા કહેવાય છે. એ માટે જીવ અને અજીવનું જ્ઞાન હોવું જોઈએ. અરણ્યમાં રહેનારા તાપસ વગેરેને એ વિષયનું પૂરતું જ્ઞાન હોતું નથી. તેથી તેઓ દયા પાળી શકતા નથી. જીવ અને અજીવનું વાસ્તવિક રીતે જ્ઞાન શ્રી વિતરાગ પરમાત્માના શાસનમાં છે. તેથી સાચી દયા પણ એ શાસનમાં જ છે. તાપસાદિની દયા બાહ્ય રીતે દેખાતી હોવા છતાં તે લૌકિક છે, પારમાર્થિક નથી. કારણ કે તે જ્ઞાનથી રહિત છે. આવી જ રીતે નિશ્ચય અને વ્યવહારનું જ્ઞાન ન હોવાથી કેટલાક લોકો માત્ર બાહ્યદષ્ટિએ અહિંસાનું પાલન કરે છે તે લોકોત્તરના આભાસને ઊભી કરનારી દયા પણ ઈષ્ટ નથી. તેથી પણ નિર્જરાદિ ફળની પ્રાપ્તિ થતી નથી. કારણ કે આ યા અજ્ઞાનમૂલક હોવાથી :: :: :: : : :::: 1 :31: 1 1 : Page #44 -------------------------------------------------------------------------- ________________ ઐકાન્તિકી છે. સ્કૂલદષ્ટિએ જણાતી એ દયા, સ્થૂલવ્યવહારને આશ્રયીને હોવાથી લોકોત્તરજેવી જણાતી હોવાથી ઈષ્ટ ફળને આપનારી બનતી નથી. સ્થૂલવ્યવહારને અભિમત એવી હિંસા પોતે જ અતિપ્રસક્ત હોવાથી તે હિંસાના અભાવને દયા માનવાનું અભિમાનિક છે, પારમાર્થિક નથી. સ્થૂલવ્યવહારની દૃષ્ટિએ ક્યા દેખાતી હોવા છતાં ત્યાં તત્ત્વજ્ઞાનનો અભાવ છે. કારણ ન હોવા છતાં કાર્યના સાવને માનવાનું વાસ્તવિક નથી હોતું પરંતુ આભિમાનિક હોય છે-એ સમજી શકાય છે. કહેવાનો આશય એ છે કે સ્થાનકવાસી વગેરે (જૈનો) હિંસાના ભયથી પૂજાદિને માનતા નથી. વનસ્પતિકાયાદિની આ રીતે કરાતી એ દયા ખરી રીતે દયા નથી પરંતુ એમાં હિંસા જે રહેલી છે. શ્રી વીતરાગ પરમાત્માએ જે પૂજાનું વિધાન કર્યું છે તેમાં બાહ્યદષ્ટિએ હિંસા માની તેનો ત્યાગ કરવા દ્વારા તેઓ જે દયાનું પાલન કરે છે, તે તેમનું અભિમાન છે. કારણ કે શ્રી વીતરાગપરમાત્માના વચનની આરાધનામાં જ દયા વગેરે ધર્મ રહેલો છે. વચનની અનારાધનામાં ધર્મ નથી પણ અધર્મ છે. નિશ્ચયનયની દૃષ્ટિએ પ્રમાદ-અનુપયોગ અને યતનાનો અભાવ એ હિંસા છે અને તેનો અભાવ એ અહિંસા છે. વ્યવહારનયની અપેક્ષાએ પ્રાણનો નાશ પણ હિંસા છે અને તેનો અભાવ અહિંસા છે. શ્રી વીતરાગ પરમાત્માએ વિહિત કરેલાં પૂજાદિ અનુષ્ઠાનોમાં સ્વરૂપહિંસા હોય છે, અનુબંધહિંસા નથી. વિહારાદિ પ્રસંગે અને નદી ઊતરવાદિ વખતે હિંસાને નહિ માનનારા, પૂજાદિ વખતે હિંસા માને છે તે તેમનું અજ્ઞાન છે અને પૂજાદિના ત્યાગમાં યાના પાલનને જણાવવાનું આભિમાનિક છે. તેથી આવી લોકોત્તર યાના આભાસવાળી દયા પણ ઈષ્ટ ફળને આપનારી નથી. નિશ્ચય અને વ્યવહાર નયના જ્ઞાનના 1111 21110111 Page #45 -------------------------------------------------------------------------- ________________ અભાવે અજ્ઞાનમૂલક કરાતી દયા અનિષ્ટ છે-એ સ્પષ્ટ છે. ૭-૨ા © વ્યવહારાદિનયને આશ્રયીને દયાનું વાસ્તવિક સ્વરૂપ જણાવાયું છે व्यवहारात् परप्राणरक्षणं यतनावतः । निश्चयान्निर्विकल्पस्वभावप्राणावनं तु सा ॥७-२८॥ “યતનાવન્ત આત્મા જે બીજાના પ્રાણની રક્ષા કરે છે તેને વ્યવહારનયની અપેક્ષાએ અહિંસા-દયા કહેવાય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ; નિર્વિકલ્પ સ્વભાવે પોતાના ભાવપ્રાણની જે રક્ષા કરાય છે તેને અહિંસા-દયા કહેવાય છે.’’-આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે વ્યવહારનય અને નિશ્ચયનયની અપેક્ષાએ અહીં અહિંસા-દયાનું સ્વરૂપ વર્ણવ્યું છે. લોકોની માન્યતા મુજબના અર્થનો સંગ્રહ કરનાર વ્યવહારનય છે. બીજાના પ્રાણની રક્ષાને દયા કહેવાનું લોકમાં પ્રસિદ્ધ છે. સૂત્ર (આગમાદિ)માં વર્ણવેલી યતના(જીવને દુ:ખ પહોંચે નહિ; એ અંગેની ભાવના વગેરે)વાળા, બીજા જીવોના પ્રાણની જે રક્ષા કરે છે તેને વ્યવહારનય દયા તરીકે વર્ણવે છે તેમ જ બીજા પ્રાણીને બચાવવાના શુભ અધ્યવસાયને પણ દયા કહેવાય છે. બીજા જીવોથી બીજા જીવોના પ્રાણની રક્ષા થઈ શકે છે-એમ જાણ્યા પછી આત્માને પોતાને એમ અધ્યવસાય ઉત્પન્ન થાય છે કે મારાથી બીજા પ્રાણીના પ્રાણની રક્ષા થઈ શકે છે. આ શુભ અધ્યવસાયથી અનુવિદ્ધ(યુક્ત) હોવાથી બીજાના પ્રાણની રક્ષાને; વ્યવહારનય દયા-અહિંસા સ્વરૂપે વર્ણવે છે. નિશ્ચયનયની અપેક્ષાએ તો પોતાના ભાવપ્રાણની રક્ષાને જ એક CA CE G ૪૨૦ A KE IN EATENEMIE Page #46 -------------------------------------------------------------------------- ________________ અહિંસા-દયા કહેવાય છે. વિકલ્પસ્વરૂપ પવનની નિવૃત્તિના કારણે શાંત(સ્વિમિત-તરંગોથી રહિત)સમુદ્રની અવસ્થા જેવી અવસ્થા (સંકલ્પ કે વિકલ્પશૂન્ય અવસ્થા) સ્વરૂપ જે પોતાનો ભાવપ્રાણ છે; તેને નિશ્ચયનયની અપેક્ષાએ દયા કહેવાય છે. બીજાના પ્રાણની રક્ષાના અવસરે પણ તે વખતે અવશ્ય થનાર શુભસંકલ્પના કારણે; અશુભસંકલ્પથી ભવસમુદ્રમાં ડૂબતા એવા જીવને એ શુભસંકલ્પ સ્વરૂપ વિષમ તરાપાની પ્રાપ્તિ થવાથી પોતાના ભાવપ્રાણની રક્ષા થવાથી જ તે રક્ષા સ્વરૂપ યા મનાય છે. સમુદ્રમાં ડૂબતાને, વિષમ (દુપ્રાપ્ય) તરાપાની પ્રાપ્તિના કારણે જેમ પોતાની રક્ષા કરવાનું શક્ય બને છે તેમ અહીં પણ અશુભસંકલ્પના કારણે ભવસમુદ્રમાં ડૂબતાને પરપ્રાણની રક્ષા વખતે અવશ્ય વિદ્યમાન એવા શુભસંકલ્પને લઈને વિકલ્પશુન્ય અવસ્થા સ્વરૂપ ભાવપ્રાણની રક્ષા કરવાનું શક્ય બને છે. નિશ્ચયનયની અપેક્ષાએ આ રીતે થતી પોતાના ભાવપ્રાણની રક્ષાને જ અહિંસા-દયા કહેવાય છે. આથી જ આગમમાં કહ્યું છે કે “આત્મા જ અહિંસા છે અને આત્મા પોતે જ હિંસા છે-આ નિશ્ચયનય છે. જે અપ્રમત્ત હોય છે; તે અહિંસક છે અને ઈતર-પ્રમત્ત હિંસક છે.” આથી સમજી શકાશે કે નિશ્ચયનયની અપેક્ષાએ પ્રમાદ હિંસા છે અને પ્રમત્ત આત્મા એ જ હિંસક છે. તેમ જ અપ્રમાદ અહિંસા છે, અપ્રમત્ત આત્મા અહિંસક છે. પરપ્રાણના રક્ષણ વખતે પણ મુખ્યપણે આત્માની વિકલ્પશૂન્ય અવસ્થાની રક્ષા કરવાનો જ ભાવ રહ્યો છે. બાહ્યદષ્ટિએ બીજાના પ્રાણની રક્ષા થતી હોવા છતાં, એના આલંબને જો પોતાની સંક્ષિણ સ્થિતિ રહેતી હોય તો નિશ્ચયનયની અપેક્ષાએ એ દયા નથી. પોતાની સફલેશરહિત અવસ્થા સ્વરૂપ ભાવપ્રાણની રક્ષા કોઈ પણ રીતે થવી જ જોઈએ. નિશ્ચયનયની અપેક્ષાએ એ જ દયા છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ નૈગમનયની અપેક્ષાએ જીવો અને અજીવોની હિંસા મનાય છે. આ વ્યક્તિએ જીવની હિંસા કરી અને આ જીવે ઘટની હિંસા કરી.' ઈત્યાદિ વ્યવહાર પ્રસિદ્ધ છે. સ્વરૂપનો નાશ કરવાદિના કારણે અજીવની હિંસા મનાય છે. હિંસા શબ્દનો પ્રયોગ જીવાજીવ-ઉભયમાં અનુગત હોવાથી નૈગમનય બંન્નેની હિંસા માને છે. તેમ જ તેના પ્રતિપક્ષરૂપે અહિંસા પણ બંન્નેની માને છે. વસ્તુના પરિચાયક બધા જ પ્રકારોને ધ્યાનમાં લેવાનું કાર્ય નૈગમન કરે છે. વસ્તુને વાસ્તવિક રીતે જણાવવા માટેના સર્વ પ્રકારો નૈગમનયને માન્ય છે. સર્વનયોમાં આ નય ખૂબ જ સ્થૂલ છે. સંગ્રહનયની અપેક્ષાએ અને વ્યવહારનયની અપેક્ષાએ પૃથ્વીકાયાદિ છ જવનિકાયની જ હિંસા મનાય છે. અજીવની હિંસા આ નયોથી મનાતી નથી. અહીં સંપ્રદ પદ દેશસંગ્રહને જણાવે છે. કારણ કે સામાન્યગ્રાહી સંગ્રહનો સમાવેશ નૈગમનમાં થઈ જાય છે. આશય એ છે કે નૈગમનયને અભિમત પદાર્થને- સામાન્ય(જાતિ)ની અપેક્ષાએ અનેકને- પણ એકસ્વરૂપ સંગ્રહનય માને છે. સમગ્ર વિશ્વને સત્ત્વની અપેક્ષાએ સંગ્રહ નય એક માને છે. આ સંગ્રહ નયને ‘સામાન્યગ્રાહી' સંગ્રહનય કહેવાય છે. સકલ વિશ્વમાંના તે તે ઘટ-પટ વગેરેને ઘટત્વ-પટવાદિની અપેક્ષાએ; પરસ્પર ભિન્ન એવા ઘટપટાદિને એક એક માનવાનું કાર્ય દેશસંગ્રહ(દેશગ્રાહી સંગ્રહ)નયનું છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે સામાન્યપ્રાણી સંગ્રહનયની અપેક્ષાએ જીવ અને અજીવનો ભેદ ન હોવાથી તેની અપેક્ષાએ જીવની જ હિંસા વર્ણવવાનું શક્ય નથી. તેથી અહીં દેશગ્રાહી સંગ્રહાયનું ગ્રહણ કર્યું છે. સામાન્યપ્રાણી સંગ્રહને તો નૈગમનયમાં સમાવ્યો છે. વ્યવહારનય તો સ્થલ દષ્ટિએ વિશેષ પદાર્થનું જ્ઞાન કરાવવાના સ્વભાવવાળો અને લોક TESTS TTTTTTTTER Page #48 -------------------------------------------------------------------------- ________________ (આપામર)ના વ્યવહારના અનુકરણના સ્વભાવવાળો છે. લોક લગભગ છ જવનિકાયના વિષયમાં જ હિંસાને માને છે. તેથી દેશગ્રાહી સંગ્રહ અને વ્યવહારનયની માન્યતા મુજબ છ જવનિકાય સંબંધી જ હિંસા મનાય છે, અવની નહિ. ઋજુસૂત્રનયની અપેક્ષાએ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેના ભેદે તે તે હિંસા જુદી જુદી મનાય છે. નિશ્ચયનયવિશેષસ્વરૂપ શબ્દ, સમભિરૂઢ અને એવભૂતનયની અપેક્ષાએ; પોતાના ગુણોના શત્રુ સ્વરૂપ પ્રમાદમાં પરિણત(પ્રમાદપૂર્ણ) આત્મા પોતે જ હિંસા છે અને પોતાના જ્ઞાનાદિ ગુણો સ્વરૂપ સ્વભાવમાં પરિણત આત્મા જ અહિંસા છે. આ રીતે તે તે નયોની દષ્ટિએ હિંસા અને અહિંસાનું સ્વરૂપ સમજવું જોઈએ. નયોનું સ્વરૂપ રત્નાકર અવતારિકા ‘તત્ત્વાર્થ સૂત્ર’ ‘જૈનતર્કભાષા’ અને ‘નયરહસ્ય ઈત્યાદિ ગ્રંથથી સમજી લેવું જોઈએ. નયોના વિષયમાં અત્યારે ખૂબ જ ઉપયોગપૂર્વક પરિશીલન કરવાની આવશ્યકતા છે. તેના પારમાર્થિક જ્ઞાનની પ્રાપ્તિ માટે તેના જ્ઞાતાઓની પાસે સુવ્યવસ્થિત અધ્યયન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. //૭-૨૮ ઉપર જણાવ્યા મુજબ વ્યવહારનયની અપેક્ષાએ યતનાથી વિશિષ્ટ પરપ્રાણની રક્ષાને દયા કહેવાય છે. આ રીતે વિશેષણ (યતના)થી વિશિષ્ટ-વિશેષ્ય(પરપ્રાણની રક્ષા)માં યાનો વ્યવહાર વિહિત છે. ત્યાં જ્યારે વિશેષ્યનો બાધ(અભાવ) થાય ત્યારે તે વ્યવહાર વિશેષણમાં થવાથી કોઈ દોષ નથી-તે જણાવાય છે यत्नतो जीवरक्षार्था तत्पीडापि न दोषकृत् । अपीडनेऽपि पीडैव भवेदयतनावतः ॥७-२९॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ “સૂત્રમાં જણાવેલી યતનાથી જીવની રક્ષાના ઉદ્દેશથી થનારી જીવપીડા પણ દોષનું કારણ બનતી નથી. તેનાથી રહિત જીવ પીડા ન કરે તો પણ તેને પીડા પહોંચાડવાનું પાપ લાગે છે.” આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે યતનાવિશિષ્ટ પરપ્રાણની રક્ષાને ધ્યા કહેવાય છે. ત્યાં યતના હોવા છતાં પરપ્રાણની રક્ષાના બદલે કોઈ વાર જીવને પીડા પણ થાય તો તે દયા કહેવાય કે ન કહેવાય-આવી જિજ્ઞાસામાં આ શ્લોકથી તેને દયા સ્વરૂપ વર્ણવાય છે. કારણ કે “વિશેષ દિ विधिनिषेधौ विशेषणमुपसङ्क्रामतो विशेष्याऽऽबाधके सति" આ ન્યાયથી વિશેષણવિશિષ્ટમાં વિહિત વિધિ કે નિષેધ, વિશેષ્યનો બાધ હોય ત્યારે વિશેષણમાં જણાય છે. યતનાવિશિષ્ટ પરપ્રાણની રક્ષામાં દયાત્વનું જે વિધાન છે; તે વિશેષ્યભૂત પરપ્રાણની રક્ષાના અભાવમાં વિશેષણભૂત યતનામાં પરિણમે છે. શ્રી દશવૈકાલિક વગેરે સૂત્રોમાં જણાવ્યા મુજબની યતનાથી, સ્વભાવથી જ જીવરક્ષાના ઉદ્દેશથી પ્રવર્તેલી જીવપીડા પણ કષાયજન્ય કર્મબંધનું કારણ બનતી નથી. જેથી કહ્યું છે કે જીવનિકાયથી ખીચોખીચ ભરેલા આ લોકમાં (સર્વથા દ્રવ્યહિંસા નિવારવાનું શક્ય ન હોવા છતાં) અધ્યાત્મવિશુદ્ધિના કારણે અહિંસકપણું હોય છે-એમ ત્રણ લોકને જોનારા શ્રી જિનેશ્વરદેવોએ જણાવ્યું છે. તેમ જ એમ પણ કહ્યું છે કે- તે યતનાવંત દ્વારા અજાણતાં કે જાણતાં તેઓશ્રીના યોગ (શરીરાદિને પામીને જે જીવો નાશ પામે છે; તેઓશ્રીને તે હિંસાનું ફળ પ્રાપ્ત થતું નથી.' જ્યારે યતનાથી રહિત આત્માને પોતાના શરીરાદિના યોગે કોઈ વાર પરને તેના ભાગે પીડા ન પણ થાય તો ય ત્યારે પીડાજન્ય xxx xxx xxxzxxx હ Page #50 -------------------------------------------------------------------------- ________________ હિંસાનું પાપ લાગે છે. આથી જ કહ્યું છે કે-જે પણ જીવો મરતા નથી તે જીવોનો પણ તે (યતનારહિત) આત્મા નિયમા હિંસક છે. કારણ કે તે ઉપયોગ-ભાવની અપેક્ષાએ સર્વભાવે (પ્રકારે) સાવદ્ય છે જ. આથી સમજી શકાશે કે યતનાનો પરિણામ હોય તો દ્રવ્યહિંસા થાય કે ન થાય તોય હિંસાનું પાપ લાગતું નથી. અન્યથા હિંસાનો અભાવ હોય તોય યતનાનો અભાવ હોવાથી ત્યાં હિંસાનું પાપ લાગે છે. II૭-૨૯ 0:00 ઉપર જણાવ્યા મુજબ હિંસા-અહિંસાદિમાં પરિણામનું જ પ્રાધાન્ય છે, તે જોવાય છે रहस्यं परमं साधोः समग्रश्रुतधारिणः । परिणामप्रमाणत्वं निश्चयैकाग्रचेतसः ॥७-३०॥ ‘નિશ્ચયનયમાં એકાગ્ર છે ચિત્ત જેનું એવા સમગ્ર શ્રતને ધરનારા પૂ. સાધુભગવંતનું પરિણામનું પ્રામાણ્ય એ સર્વશ્રેષ્ઠ રહસ્ય છે.'-આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જેઓએ સમસ્ત દ્વાદશાડ્મીનું સારી રીતે અધ્યયન કરી લીધું છે; એવા નિશ્ચયનયમાં એકાગ્રચિત્તવાળા પૂ. સાધુભગવંતોનું પરમ તત્ત્વ એ છે કે “મનના પરિણામ જ ફળની પ્રત્યે સ્વતંત્ર કારણ છે.’ એ પ્રમાણે તેઓ બરાબર માને છે. બાહ્ય ક્રિયાઓ પરિણામ દ્વારા જ ફળની પ્રત્યે કારણ બને છે. તેથી બાહ્ય ક્રિયાઓ ફળની પ્રત્યે સ્વતંત્ર કારણ નથી. તેમાં પરિણામોધીને કારણતા છે. ફળની પ્રત્યે સ્વતંત્ર કારણતા ચિત્તના પરિણામમાં છે. - નિશ્ચયનયમાં જેમનું ચિત્ત એકાગ્ર બન્યું છે એવા મુનિભગવંતો ફળની પ્રત્યે પરિણામનું કારણત્વ, મુખ્યપણે સમજે છે તેમ જ તે પ્રમાણે સમજાવે છે. તે પૂ. મુનિભગવંતોનું એ પરમ રહસ્ય છે. આ = = = == == જ છે આ જગ્યા ===== Page #51 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનયની તરફ દષ્ટિ ન હોય તો કેવલ વ્યવહારનયની દષ્ટિએ તે તે ફળને પ્રાપ્ત કરવાનું શક્ય થતું નથી. મુમુક્ષુ જનોએ ચિત્તના વિશુદ્ધ પરિણામને પ્રાપ્ત કરવા પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. પ્રવૃત્તિ પરિણામનું નિમિત્ત બને છે. પરંતુ પરિણામને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ન હોય તો કોઈ પણ રીતે પ્રવૃત્તિથી પરિણામની પ્રાપ્તિ નહિ થાય. ફળ પ્રત્યેની ઉદાસીનતા છવને પરિણામથી વિમુખ બનાવે છે અને તેથી ગમે તે કારણે થતી પ્રવૃત્તિની વિદ્યમાનતામાં આત્માને ફળની પ્રાપ્તિ થતી નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પ્રવૃત્તિને સફળ બનાવવા માટે ચિત્તના પરિણામ તરફ દૃષ્ટિ સ્થિર બનાવ્યા વિના ચાલે એવું નથી, જે નિશ્ચયનયની એકાગ્રતાથી જ શક્ય છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૭-૩ળા. - 0:00 આ પ્રમાણે નિશ્ચયનય ફળની પ્રત્યે મુખ્ય-સ્વતંત્ર કારણ છે. તો માત્ર લોકોને “અમે હિંસા નથી કરતા’- પ્રમાણે જણાવનારી પરપ્રાણની રક્ષા કરવાનું કોઈ જ પ્રયોજન નથી. અર્થા આશય એ છે કે જે મનના પરિણામના કારણે જ હિંસાનું પાપ લાગતું હોય અને પ્રવૃત્તિના કારણે પાપ લાગતું ન હોય તો પરપ્રાણની રક્ષા માટે યતના વગેરે કરવાનું કોઈ જ પ્રયોજન નથી. કારણ કે બાહ્યયતનાથી લોકોને જાણ થાય કે-આ મહાત્મા હિંસા કરતા નથી. આથી વિશેષ કોઈ જ બીજું પ્રયોજન તેનું નથી. પાપનો પરિહાર તો મનના પરિણામથી જ થાય છે. તેથી પરપ્રાણની રક્ષા કરવાની આવશ્યકતા નથી.... આવી શંકાના સમાધાન માટે જણાવાય છે तिष्ठतो न शुभो भावो ह्यसदायतनेषु च । गन्तव्यं तत्सदाचारभावाभ्यन्तरवर्मना ॥७-३१॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ જ “અસદ્ એવાં સ્થાનોમાં રહેતાં શુભ ભાવ જ રહેતો નથી. તેથી સદાચાર અને ભાવ(પરિણામ) વડે મુમુક્ષુ આત્માએ અભ્યન્તર માર્ગે ચાલવું જોઈએ.’’-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પ્રાણવ્યપરોપણ(પ્રાણીની હિંસા), અસત્યભાષણ વગેરે સ્વરૂપ અસદ્ આયતન(સ્થાનો)માં જેઓ વિના કારણ રહે છે; અર્થાત્ સંયોગવિશેષ ન હોવા છતાં જેઓ એવી હિંસાદિની પ્રવૃત્તિ કરે છે, તેમને અહિંસાદિના પરિણામ સ્વરૂપ શુભ ભાવની પ્રાપ્તિ જ થતી નથી. તેથી મનના તેવા પ્રકારના તે તે પરિણામની શુદ્ધિ માટે સાધુભગવંતોએ પરપ્રાણની રક્ષા કરવી જોઈએ. આથી કહ્યું છે કે-‘“જે હિંસાનાં સ્થાનોમાં વર્તે છે તેનો પરિણામ દુષ્ટ છે. એ દુષ્ટ પરિણામ વિશુદ્ધ યોગોનું લિફ્ળ નથી. (જણાવનારું નથી.) અર્થાત્ તે દુષ્ટ પરિણામ અશુદ્ધ યોગોને જણાવે છે. તેથી વિશુદ્ધ પરિણામની ઈચ્છા રાખનારા સુવિહિત પૂ. સાધુભગવંતોએ પ્રયત્નપૂર્વક બધાં જ હિંસાનાં સ્થાનોનો પરિહાર(ત્યાગ) કરવો જોઈએ.'' આથી સમજી શકાશે કે પરપ્રાણની રક્ષા કરવાથી વિશુદ્ધ પરિણામની પ્રાપ્તિ થતી હોય છે. જે લોકો એકાંતે નિશ્ચયનયનો જ આદર કરે છે અને વ્યવહારનયનો આદર કરતા નથી તેઓ ખરેખર તો નિશ્ચયનયને જાણતા જ નથી. કારણ કે તેમને હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ એવા નિશ્ચયનયનું જ્ઞાન નથી. સામાન્ય રીતે મનનો અહિંસાનો વિશુદ્ધ પરિણામ નિશ્ચયનયની અપેક્ષાએ અહિંસા છે. પરપ્રાણની રક્ષાની પ્રવૃત્તિથી તે પરિણામ સિદ્ધ થાય છે અને તે પ્રવૃત્તિથી મનનો વિશુદ્ધ પરિણામ ઉત્તરોત્તર વિશુદ્ધતર બની સાનુબંધ બને છે. આમ છતાં જેઓ માત્ર મનના શુદ્ધ પરિણામને જ આગળ કરીને તેના હેતુભૂત પર પ્રાણની રક્ષાની પ્રવૃત્તિને માનતા નથી, તેઓ ખરી રીતે નિશ્ચયનયને 演出 演出定) KEEP IN TO HEAT મારા મ૪૯૯૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ જાણતા નથી. હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ નિશ્ચયનયનું જ્ઞાન ન હોવાથી તેઓ વાસ્તવિક રીતે નિશ્ચયનયને જાણતા નથી. આ પ્રમાણે અન્યત્ર જણાવતાં ફરમાવ્યું છે કે “ચોક્કસ રીતે નિશ્ચયનયને નહિ જાણતા નિશ્ચયનયનું અવલંબન લેનારા; બાહ્ય (પરપ્રાણરક્ષણાદિની) પ્રવૃત્તિમાં આળસુ બનેલા ચરણ અને કરણનો નાશ કરે છે.” તેથી પરિશુદ્ધ બાહ્યયતના સ્વરૂપ સદાચાર અને આત્માનો અભ્યન્તર શુદ્ધપરિણામ (ભાવ)-એ બંન્નેથી અભ્યન્તરમાર્ગે મુમુક્ષુ આત્માઓએ ચાલવું જોઈએ. આથી જ યાવિશેષની સિદ્ધિ થાય છે. નિશ્ચય અભિમત દયાવિશેષની સિદ્ધિમાં પરપ્રાણરક્ષાની પ્રવૃત્તિ ખૂબ જ પ્રબળ સાધન છે. અહિંસાનો જેને પરિણામ છે તે પરપ્રાણરક્ષામાં પ્રવૃત્તિ કર્યા વિના નહિ રહે. કોઈ વાર એ પ્રવૃત્તિથી પરપ્રાણની રક્ષા થાય કે ન પણ થાય. પરંતુ તેથી અહિંસાનો પરિણામ ન હતો અને હિંસાનો પરિણામ હતો-એવું નથી હોતું. તેથી નિશ્ચયનયાભિમત અહિંસાની પ્રાપ્તિ માટે પરપ્રાણની રક્ષા કરવામાં ખૂબ જ અપ્રમત્ત રહેવું જોઈએ. ૭-૩૧ પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે.विदित्वा लोकमुक्षिप्य लोकसंज्ञां च लभ्यते । इत्थं व्यवस्थितो धर्मः परमानन्दकन्दभूः ॥७-३२॥ લોકને જાણીને અને લોકસંજ્ઞાનો ત્યાગ કરીને ઉપર જણાવ્યા મુજબ પ્રમાણથી પ્રસિદ્ધ એવો ધર્મ પ્રાપ્ત થાય છે, જે પરમાનંદસ્વરૂપ કંદની ઉત્પત્તિનું સ્થાન છે.'-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ કહેવાનો આશય એ છે કે પોતાની ઈચ્છા મુજબના કલ્પિત આચારમાં આસકત લોક હોય છે. પોતે માની લીધેલા આચારનું જે નિરૂપણ કરે તેને જ તેઓ ગુરુ કે શાસ્ત્ર સ્વરૂપે પ્રમાણ માનતા હોય છે. પોતાની ઈચ્છાવિરુદ્ધ કોઈ, કોઈ પણ વાત કરે તો તેમને તે ગમતું હોતું નથી. આવા સ્વભાવવાળા લોકને જાણીને મુમુક્ષુ આત્માએ લોકસંજ્ઞાનો ત્યાગ કરવો જોઈએ. ‘ઘણા લોકોએ આચરેલું હોવાથી તે જ અમારે કરવું જોઈએ આવા પ્રકારની બુદ્ધિને લોકસંજ્ઞા કહેવાય છે. પૂર્વે જણાવ્યા મુજબ ભક્ષ્ય કે અભક્ષ્યનો વિવેક કર્યા વિના તેમ જ પેય અને અપેયનો વિવેક ર્યા વિના અભણ્યનું ભક્ષણ કરનારા અને અપેયનું પાન કરનારા આ લોમાં ઘણા છે. સ્ત્રીમાત્રને સમાન માનીને ગમ્યાગમ્યના વિવેકને નહિ કરનારા પણ ઘણા છે. તપને, દુ:ખસ્વપ હોવાથી અનિષ્ટ માનીને તેનાથી દૂર રહેનારાની સંખ્યા આ લોમાં નાની નથી. અજ્ઞાનના કારણે, વાસ્તવિક દયાની પરિણતિથી વિકલ આત્માઓ પણ ઘણા છે. “આ બધા લોકો જે કરે છે. તે જ અમારે પણ કરવું જોઈએ. આટલા બધા કરે છે તે શું ખોટું કરે છે ?'.ઈત્યાદિ માન્યતાને લોકસંજ્ઞા કહેવાય છે. એ લોકસંજ્ઞાને આધીન બનવાથી પારમાર્થિક રીતે ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેથી લોકસંજ્ઞા ત્યાજ્ય છે. તેને આધીન બની કરાતા ધર્મથી લોક પ્રસન્ન થાય; પરંતુ તેથી કલ્યાણ થતું નથી. સાચું સમજાયા પછી પણ સારું કરવા ના દે : એવી લોકસંજ્ઞા છે. ' છે ઉપર જણાવ્યા મુજબ પ્રમાણોથી પ્રસિદ્ધ એવા ધર્મની પ્રાપ્તિ લોકસંજ્ઞાના ત્યાગથી થાય છે. પ્રમાણથી સુપ્રસિદ્ધ એવા પણ ધર્મની પ્રામિ; લોકસંજ્ઞાના કારણે થતી ન હતી. લોકસંજ્ઞાનો ત્યાગ કરવાથી તે પ્રમાણપ્રસિદ્ધ ધર્મની પ્રામિ શક્ય બને છે. આ પ્રમાણપ્રસિદ્ધ ધર્મ રાહ જws 2018 Page #55 -------------------------------------------------------------------------- ________________ પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટેનું મૂળભૂત કારણ છે. જેમ વનસ્પતિના કંદ ભૂમિમાં ઉત્પન્ન થાય છે તેમ પરમાનંદસ્વરૂપ કંદ આ પ્રમાણપ્રસિદ્ધ ધર્મમાં ઉત્પન્ન થાય છે. આ ધર્મને છોડીને બીજા કોઈ પણ ધર્મથી પરમાનંદસ્વરૂપ મોક્ષની ઉત્પત્તિ થતી નથી. વેદમાં જણાવેલા માંસભક્ષણને અને મદિરાપાનને નિર્દોષ માનનારા પુત્રાદિની પ્રાપ્તિ માટે મૈથુનને ધર્મ તરીકે માનનારા દરેક સ્ત્રીને ગમ્ય (સેવવા યોગ્ય) માનનારા; તપને દુઃખરૂપ માનીને અકરણીય માનનારા અને માત્ર લૌકિક ધ્યાને આદરણીય માનનારા લોકો પોતાને ધાર્મિક માને છે, તે તેમનું અભિમાન છે. આ પૂર્વે જણાવ્યા મુજબ તેમનો તે તે ધર્મ પ્રમાણથી સિદ્ધ નથી. તે તે ધર્મમાં જણાવેલા દોષોનો વિચાર કરીને પ્રમાણપ્રસિદ્ધ લોકોત્તર ધર્મને શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ આરાધવામાં પ્રયત્નશીલ બની પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા...... ||૭-૩૨ા अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां धर्मव्यवस्थाद्वात्रिंशिका ॥ છે) Page #56 -------------------------------------------------------------------------- _