________________
જ
“અસદ્ એવાં સ્થાનોમાં રહેતાં શુભ ભાવ જ રહેતો નથી. તેથી સદાચાર અને ભાવ(પરિણામ) વડે મુમુક્ષુ આત્માએ અભ્યન્તર માર્ગે ચાલવું જોઈએ.’’-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પ્રાણવ્યપરોપણ(પ્રાણીની હિંસા), અસત્યભાષણ વગેરે સ્વરૂપ અસદ્ આયતન(સ્થાનો)માં જેઓ વિના કારણ રહે છે; અર્થાત્ સંયોગવિશેષ ન હોવા છતાં જેઓ એવી હિંસાદિની પ્રવૃત્તિ કરે છે, તેમને અહિંસાદિના પરિણામ સ્વરૂપ શુભ ભાવની પ્રાપ્તિ જ થતી નથી. તેથી મનના તેવા પ્રકારના તે તે પરિણામની શુદ્ધિ માટે સાધુભગવંતોએ પરપ્રાણની રક્ષા કરવી જોઈએ. આથી કહ્યું છે કે-‘“જે હિંસાનાં સ્થાનોમાં વર્તે છે તેનો પરિણામ દુષ્ટ છે. એ દુષ્ટ પરિણામ વિશુદ્ધ યોગોનું લિફ્ળ નથી. (જણાવનારું નથી.) અર્થાત્ તે દુષ્ટ પરિણામ અશુદ્ધ યોગોને જણાવે છે. તેથી વિશુદ્ધ પરિણામની ઈચ્છા રાખનારા સુવિહિત પૂ. સાધુભગવંતોએ પ્રયત્નપૂર્વક બધાં જ હિંસાનાં સ્થાનોનો પરિહાર(ત્યાગ) કરવો જોઈએ.'' આથી સમજી શકાશે કે પરપ્રાણની રક્ષા કરવાથી વિશુદ્ધ પરિણામની પ્રાપ્તિ થતી હોય છે.
જે લોકો એકાંતે નિશ્ચયનયનો જ આદર કરે છે અને વ્યવહારનયનો આદર કરતા નથી તેઓ ખરેખર તો નિશ્ચયનયને જાણતા જ નથી. કારણ કે તેમને હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ એવા નિશ્ચયનયનું જ્ઞાન નથી. સામાન્ય રીતે મનનો અહિંસાનો વિશુદ્ધ પરિણામ નિશ્ચયનયની અપેક્ષાએ અહિંસા છે. પરપ્રાણની રક્ષાની પ્રવૃત્તિથી તે પરિણામ સિદ્ધ થાય છે અને તે પ્રવૃત્તિથી મનનો વિશુદ્ધ પરિણામ ઉત્તરોત્તર વિશુદ્ધતર બની સાનુબંધ બને છે. આમ છતાં
જેઓ માત્ર મનના શુદ્ધ પરિણામને જ આગળ કરીને તેના હેતુભૂત પર
પ્રાણની રક્ષાની પ્રવૃત્તિને માનતા નથી, તેઓ ખરી રીતે નિશ્ચયનયને
演出 演出定)
KEEP IN TO HEAT
મારા મ૪૯૯૯