________________
કહેવાનો આશય એ છે કે પોતાની ઈચ્છા મુજબના કલ્પિત આચારમાં આસકત લોક હોય છે. પોતે માની લીધેલા આચારનું જે નિરૂપણ કરે તેને જ તેઓ ગુરુ કે શાસ્ત્ર સ્વરૂપે પ્રમાણ માનતા હોય છે. પોતાની ઈચ્છાવિરુદ્ધ કોઈ, કોઈ પણ વાત કરે તો તેમને તે ગમતું હોતું નથી. આવા સ્વભાવવાળા લોકને જાણીને મુમુક્ષુ આત્માએ લોકસંજ્ઞાનો ત્યાગ કરવો જોઈએ.
‘ઘણા લોકોએ આચરેલું હોવાથી તે જ અમારે કરવું જોઈએ આવા પ્રકારની બુદ્ધિને લોકસંજ્ઞા કહેવાય છે. પૂર્વે જણાવ્યા મુજબ ભક્ષ્ય કે અભક્ષ્યનો વિવેક કર્યા વિના તેમ જ પેય અને અપેયનો વિવેક ર્યા વિના અભણ્યનું ભક્ષણ કરનારા અને અપેયનું પાન કરનારા આ લોમાં ઘણા છે. સ્ત્રીમાત્રને સમાન માનીને ગમ્યાગમ્યના વિવેકને નહિ કરનારા પણ ઘણા છે. તપને, દુ:ખસ્વપ હોવાથી અનિષ્ટ માનીને તેનાથી દૂર રહેનારાની સંખ્યા આ લોમાં નાની નથી. અજ્ઞાનના કારણે, વાસ્તવિક દયાની પરિણતિથી વિકલ આત્માઓ પણ ઘણા છે. “આ બધા લોકો જે કરે છે. તે જ અમારે પણ કરવું જોઈએ. આટલા બધા કરે છે તે શું ખોટું કરે છે ?'.ઈત્યાદિ માન્યતાને લોકસંજ્ઞા કહેવાય છે. એ લોકસંજ્ઞાને આધીન બનવાથી પારમાર્થિક રીતે ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેથી લોકસંજ્ઞા ત્યાજ્ય છે. તેને આધીન બની કરાતા ધર્મથી લોક પ્રસન્ન થાય; પરંતુ તેથી કલ્યાણ થતું નથી. સાચું સમજાયા પછી પણ સારું કરવા ના દે : એવી લોકસંજ્ઞા છે. ' છે ઉપર જણાવ્યા મુજબ પ્રમાણોથી પ્રસિદ્ધ એવા ધર્મની પ્રાપ્તિ લોકસંજ્ઞાના ત્યાગથી થાય છે. પ્રમાણથી સુપ્રસિદ્ધ એવા પણ ધર્મની પ્રામિ; લોકસંજ્ઞાના કારણે થતી ન હતી. લોકસંજ્ઞાનો ત્યાગ કરવાથી તે પ્રમાણપ્રસિદ્ધ ધર્મની પ્રામિ શક્ય બને છે. આ પ્રમાણપ્રસિદ્ધ ધર્મ
રાહ જws 2018