________________
જણાવ્યું છે કે “વે રાધીત્ય નાથાત્ આ પદની વ્યાખ્યા કરતી વખતે અધ્યયન કરીને જ સ્નાન કરવું એમ જણાવ્યું છે. અધ્યયન કરીને સ્નાન કરવું જ એવો અર્થ જણાવ્યો નથી. તેથી ગૃહસ્થાશ્રમ (પત્નીનો સંગ્રહ કરવા સ્વરૂપ ગૃહસ્થતા) હીન છે. આ ગૃહસ્થાવસ્થામાં મૈથુન છે, તેથી તે પણ હીન છે”-એ સમજી શકાય છે. II૭-૨૧
હિન-ગૃહસ્થાશ્રમમાં મૈથુન છે : આમ કહેવાના આશયને જણાવાય છે
अदोषकीर्तनादस्य प्रशंसा तदसङ्गता। विध्युक्तेरिष्टसंसिद्धे बहुलोकप्रवृत्तितः ॥७-२२॥
“હીન એવા ગૃહસ્થપણામાં મૈથુન હોવાથી તેમાં દોષ નથી એવું કહેવાના કારણે થતી મૈથુનની પ્રશંસા સદ્ગત નથી. કારણ કે આ રીતે થતી પ્રશંસાના કારણે તેના વિધિનું જ્ઞાન થવાથી ઈષ્ટસાધનતાના જ્ઞાનને લઈને તેમાં(મૈથુનમાં) ઘણા લોકોની પ્રવૃત્તિ થાય છે.”-આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. - આશય એ છે કે “ર માંસમક્ષ રોષો ન મ ર ર મૈથુને'આ રીતે મૈથુનમાં દોષાભાવનું પ્રતિપાદન થવાના કારણે થતી તેની પ્રશંસા સદ્ગત નથી. અર્થા યોગ્ય નથી. આવી પ્રશંસા કરવાથી તે આમ પુરુષોને માન્ય છે; એમ સમજાયાથી “તે વિહિત છે'; એવું વિધિજ્ઞાન થાય છે. વિહિતમાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન થવાથી પરલોકમાં એ અનિષ્ટપ્રદ નથી બનતું; એમ માનીને ઘણા લોકોનો પરલોકનો ભય જતો રહે છે અને તેથી નિ:શંકપણે તેઓ તેમાં પ્રવૃત્તિ કરનારા બને છે. આંથી મૈથુને” ઈત્યાદિ કથન દ્વારા કરાતી મૈથુનની પ્રશંસા