________________
“સૂત્રમાં જણાવેલી યતનાથી જીવની રક્ષાના ઉદ્દેશથી થનારી જીવપીડા પણ દોષનું કારણ બનતી નથી. તેનાથી રહિત જીવ પીડા ન કરે તો પણ તેને પીડા પહોંચાડવાનું પાપ લાગે છે.” આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે યતનાવિશિષ્ટ પરપ્રાણની રક્ષાને ધ્યા કહેવાય છે. ત્યાં યતના હોવા છતાં પરપ્રાણની રક્ષાના બદલે કોઈ વાર જીવને પીડા પણ થાય તો તે દયા કહેવાય કે ન કહેવાય-આવી જિજ્ઞાસામાં આ શ્લોકથી તેને દયા સ્વરૂપ વર્ણવાય છે. કારણ કે “વિશેષ દિ विधिनिषेधौ विशेषणमुपसङ्क्रामतो विशेष्याऽऽबाधके सति" આ ન્યાયથી વિશેષણવિશિષ્ટમાં વિહિત વિધિ કે નિષેધ, વિશેષ્યનો બાધ હોય ત્યારે વિશેષણમાં જણાય છે. યતનાવિશિષ્ટ પરપ્રાણની રક્ષામાં દયાત્વનું જે વિધાન છે; તે વિશેષ્યભૂત પરપ્રાણની રક્ષાના અભાવમાં વિશેષણભૂત યતનામાં પરિણમે છે.
શ્રી દશવૈકાલિક વગેરે સૂત્રોમાં જણાવ્યા મુજબની યતનાથી, સ્વભાવથી જ જીવરક્ષાના ઉદ્દેશથી પ્રવર્તેલી જીવપીડા પણ કષાયજન્ય કર્મબંધનું કારણ બનતી નથી. જેથી કહ્યું છે કે જીવનિકાયથી ખીચોખીચ ભરેલા આ લોકમાં (સર્વથા દ્રવ્યહિંસા નિવારવાનું શક્ય ન હોવા છતાં) અધ્યાત્મવિશુદ્ધિના કારણે અહિંસકપણું હોય છે-એમ ત્રણ લોકને જોનારા શ્રી જિનેશ્વરદેવોએ જણાવ્યું છે. તેમ જ એમ પણ કહ્યું છે કે- તે યતનાવંત દ્વારા અજાણતાં કે જાણતાં તેઓશ્રીના યોગ (શરીરાદિને પામીને જે જીવો નાશ પામે છે; તેઓશ્રીને તે હિંસાનું ફળ પ્રાપ્ત થતું નથી.'
જ્યારે યતનાથી રહિત આત્માને પોતાના શરીરાદિના યોગે કોઈ વાર પરને તેના ભાગે પીડા ન પણ થાય તો ય ત્યારે પીડાજન્ય
xxx xxx xxxzxxx હ