________________
અભાવે અજ્ઞાનમૂલક કરાતી દયા અનિષ્ટ છે-એ સ્પષ્ટ છે. ૭-૨ા
©
વ્યવહારાદિનયને આશ્રયીને દયાનું વાસ્તવિક સ્વરૂપ જણાવાયું
છે
व्यवहारात् परप्राणरक्षणं यतनावतः । निश्चयान्निर्विकल्पस्वभावप्राणावनं तु सा ॥७-२८॥
“યતનાવન્ત આત્મા જે બીજાના પ્રાણની રક્ષા કરે છે તેને વ્યવહારનયની અપેક્ષાએ અહિંસા-દયા કહેવાય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ; નિર્વિકલ્પ સ્વભાવે પોતાના ભાવપ્રાણની જે રક્ષા કરાય છે તેને અહિંસા-દયા કહેવાય છે.’’-આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે વ્યવહારનય અને નિશ્ચયનયની અપેક્ષાએ અહીં અહિંસા-દયાનું સ્વરૂપ વર્ણવ્યું છે. લોકોની માન્યતા મુજબના અર્થનો સંગ્રહ કરનાર વ્યવહારનય છે. બીજાના પ્રાણની રક્ષાને દયા કહેવાનું લોકમાં પ્રસિદ્ધ છે. સૂત્ર (આગમાદિ)માં વર્ણવેલી યતના(જીવને દુ:ખ પહોંચે નહિ; એ અંગેની ભાવના વગેરે)વાળા, બીજા જીવોના પ્રાણની જે રક્ષા કરે છે તેને વ્યવહારનય દયા તરીકે વર્ણવે છે તેમ જ બીજા પ્રાણીને બચાવવાના શુભ અધ્યવસાયને પણ દયા કહેવાય છે. બીજા જીવોથી બીજા જીવોના પ્રાણની રક્ષા થઈ શકે છે-એમ જાણ્યા પછી આત્માને પોતાને એમ અધ્યવસાય ઉત્પન્ન થાય છે કે મારાથી બીજા પ્રાણીના પ્રાણની રક્ષા થઈ શકે છે. આ શુભ અધ્યવસાયથી અનુવિદ્ધ(યુક્ત) હોવાથી બીજાના પ્રાણની રક્ષાને; વ્યવહારનય દયા-અહિંસા સ્વરૂપે વર્ણવે છે. નિશ્ચયનયની અપેક્ષાએ તો પોતાના ભાવપ્રાણની રક્ષાને જ
એક CA CE G
૪૨૦
A KE IN EATENEMIE