________________
‘જેનું માંસ હું અહીં ખાઉં છું એ મને પરલોકમાં ખાશે. આ માંસ શબ્દની વ્યુત્પત્તિ છે.-આ પ્રમાણે બુદ્ધિમાનો કહે છે. અગિયારમાં શ્લોકનો એ અર્થ સમજી શકાય છે. અહીં માંસનું ભક્ષણ કરનારને ભક્ષિત (જેનું માંસ ખાધું છે તે) વડે પોતે ખવાય એવી અવસ્થાને પ્રાપ્ત કરાવનાર જન્માન્તરની પ્રાપ્તિ થવાથી માંસભક્ષણનું દુત્વ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. તેથી માંસભક્ષણમાં કોઈ દોષ નથી ( માંસમક્ષ કોષો.). ઈત્યાદિ વચન માં મયિતા આ વચનથી જ વિરુદ્ધ થાય છે, એ સારી રીતે સમજી શકાય છે...... II૭-૧૧] .
D•©©©© ઉપર જણાવેલા વિરોધના પરિહાર માટે બ્રિજવાદીના તાત્પર્યને જણાવાય છે -
निषेधः शास्त्रबाह्योऽस्तु विधिः शास्त्रीयगोचरः। दोषो विशेषतात्पर्यान्नन्वेवं न यतः स्मृतम् ॥७-१२॥
“શાસ્ત્રબાહ્ય માંસભક્ષણમાં નિષેધ હોય અને વિધિ શાસ્ત્રીય માંસભક્ષણમાં હોય-આ પ્રમાણેના વિશેષતાત્પર્યથી કોઈ દોષ નથી.આનું કારણ આ પ્રમાણે (હવે પછી જણાવાય છે તેમ) કહેવાયું છે.”-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે માં જ ભક્ષયિતામનુસ્મૃતિના પાંચમા અધ્યાયના પંચાવનમાં એ શ્લોથી માંસભક્ષણનો નિષેધ પ્રતીત થાય છે અને ર માસમક્ષ રોપાઆ ત્યાંના છપ્પનમા શ્લોકથી માંસભક્ષણનું વિધાન પ્રતીત થાય છે. કારણ કે ઉપરના (પંચાવનમા) શ્લોકથી માંસભક્ષણનો નિષેધ ક્યાં પછી છપ્પનમાં શ્લોકથી માંસભક્ષણમાં દોષના અભાવને જણાવવાનું ખરેખર તો કોઈ