Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 48
________________ (આપામર)ના વ્યવહારના અનુકરણના સ્વભાવવાળો છે. લોક લગભગ છ જવનિકાયના વિષયમાં જ હિંસાને માને છે. તેથી દેશગ્રાહી સંગ્રહ અને વ્યવહારનયની માન્યતા મુજબ છ જવનિકાય સંબંધી જ હિંસા મનાય છે, અવની નહિ. ઋજુસૂત્રનયની અપેક્ષાએ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેના ભેદે તે તે હિંસા જુદી જુદી મનાય છે. નિશ્ચયનયવિશેષસ્વરૂપ શબ્દ, સમભિરૂઢ અને એવભૂતનયની અપેક્ષાએ; પોતાના ગુણોના શત્રુ સ્વરૂપ પ્રમાદમાં પરિણત(પ્રમાદપૂર્ણ) આત્મા પોતે જ હિંસા છે અને પોતાના જ્ઞાનાદિ ગુણો સ્વરૂપ સ્વભાવમાં પરિણત આત્મા જ અહિંસા છે. આ રીતે તે તે નયોની દષ્ટિએ હિંસા અને અહિંસાનું સ્વરૂપ સમજવું જોઈએ. નયોનું સ્વરૂપ રત્નાકર અવતારિકા ‘તત્ત્વાર્થ સૂત્ર’ ‘જૈનતર્કભાષા’ અને ‘નયરહસ્ય ઈત્યાદિ ગ્રંથથી સમજી લેવું જોઈએ. નયોના વિષયમાં અત્યારે ખૂબ જ ઉપયોગપૂર્વક પરિશીલન કરવાની આવશ્યકતા છે. તેના પારમાર્થિક જ્ઞાનની પ્રાપ્તિ માટે તેના જ્ઞાતાઓની પાસે સુવ્યવસ્થિત અધ્યયન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. //૭-૨૮ ઉપર જણાવ્યા મુજબ વ્યવહારનયની અપેક્ષાએ યતનાથી વિશિષ્ટ પરપ્રાણની રક્ષાને દયા કહેવાય છે. આ રીતે વિશેષણ (યતના)થી વિશિષ્ટ-વિશેષ્ય(પરપ્રાણની રક્ષા)માં યાનો વ્યવહાર વિહિત છે. ત્યાં જ્યારે વિશેષ્યનો બાધ(અભાવ) થાય ત્યારે તે વ્યવહાર વિશેષણમાં થવાથી કોઈ દોષ નથી-તે જણાવાય છે यत्नतो जीवरक्षार्था तत्पीडापि न दोषकृत् । अपीडनेऽपि पीडैव भवेदयतनावतः ॥७-२९॥

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56